Divya Bhaskar

Home » Lifestyle » Health » Daily eat these slimming powder to cut down extra fat fast

1 જ સપ્તાહમાં 4 કિલો વજન ઉતારશે ને બોડીમાં જમા ચરબી ખતમ કરશે આ 1 વસ્તુ

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 01:24 PM

દિવસમાં 3વાર આ વસ્તુનું સેવન કરો અને એક સપ્તાહમાં 4 કિલો વજન ઘટાડો

  • Daily eat these slimming powder to cut down extra fat fast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દુનિયામાં દર ચોથી વ્યક્તિ જાડાપણાંની સમસ્યાથી પરેશાન છે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી અમે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા છે જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી દેશે. તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. તો ચાલો આજે જ જાણીને તમે પણ ઘરમાં જ સરળતાથી બનાવી તેનું સેવન કરો.


    આગળ વાંચો કઈ વસ્તુનું સેવન કરવાથી તમે ખૂબ જ ફટાફટ વજન ઓછું કરી શકો છો.

  • Daily eat these slimming powder to cut down extra fat fast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વેટલોસ પાઉડર બનાવવાની રીત


    3 ચમચી ઈસબગુલ
    2 ચમચી વરિયાળીનો પાઉડર
    2 ચમચી ત્રિફલા પાઉડર
    2 ચમચી ધાણા પાઉડર
    2 ચમચી જીરું પાઉડર


    આ રીતે બનાવો


    સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્ષ કરી લો. આ પાઉડરને એક બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

  • Daily eat these slimming powder to cut down extra fat fast

    આ પાઉડર લેવાની રીત

     

    દરરોજ દિવસમાં 3વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 


    ઈસબગુલ

     

    આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે. 


    ધાણા પાઉડર


    આમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે. 


    ત્રિફલા

     

    આ બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. સાથે જ તેને રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે અને પાચન સુધરે છે.

     

    વરિયાળી


    આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.

     

    જીરું


    આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending