આ 6માંથી 1 સુપર ફૂડ રોજની ડાયટમાં ખાશો તો, રોગો અને બીમારીઓ નહીં થાય

આ 6 ફૂડ બહુ જ અસરદાર છે, ખાશો તો રોગો નહીં થાય અને શરીર રહેશે નિરોગી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 26, 2018, 03:29 PM
Daily eat these 6 healthiest foods to prevent disease

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દરેકે પોતાના રસોડામાં કેટલાક સુપર ફૂડ્સ રાખવા જ જોઈએ. જો આ ફૂડ્સ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ રહેશે તો ઘરના બધાં જ સભ્યો ખાશે અને સ્વસ્થ રહી શકશે. ડાયટમાં એન્ટીઓક્સીડેન્ટ. ફાયબર અને અન્ય હેલ્ધી પ્રોપર્ટીથી ભરપૂર ખોરાક ખાવા જરૂરી છે. જો રોજ અહીં જણાવેલા ખોરાક તમે ખાશો તો સ્વાસ્થ્યની ચિંતા કરવી નહીં પડે અને શરીરમાં ગંભીર રોગો અને બીમારીઓ પણ પ્રવેશશે નહીં.


આ 6 બેસ્ટ ફૂડ્સ તમને રોગો અને બીમારીઓથી બચાવીને રાખે છે


તજ


તજ હીલિંગ સ્પાઈસ છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર કંટ્રોલ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. સાથે જ તે દરેક પ્રકારના બેક્ટેરિયા સામે શરીરનું રક્ષણ કરે છે.


માત્રા


રોજિંદી ડાયટમાં ¼ થી ½ ચમચી તજને સામેલ કરો.


લસણ


લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી હોય છે. તેમાં રહેલું સલ્ફર કમ્પાઉન્ડ રોગોથી બચાવે છે. હાર્ટના રોગો, મોતિયા, પેટના રોગો અને પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કને ઘટાડે છે.


માત્રા


રોજિંદી ડાયટમાં એક કળી લસણને સામેલ કરો.


ઓલિવ ઓઈલ


ઓલિવ ઓઈલમાં સૌથી હેલ્ધી મોનોસેચુરેટેડ ફેટ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી સારાં કોલેસ્ટ્રોલને વધારે છે. તેમાંથી ફેનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ પણ મળે છે. જે લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતાં રોકે છે.


માત્રા


રોજિંદી ડાયટમાં માત્ર 1 ચમચી ઓલિવ ઓઈલને સામેલ કરો.


દહીં


દહીં કેલ્શિયમનો બેસ્ટ સોર્સ છે. જે હાડકાંને હેલ્ધી રાખે છે. તેમાં રહેલાં જીવિત બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયાને વધતાં રોકે છે. તે આંતરડામાં સોજા, અલ્સર, યુરિનરી ઈન્ફેક્શન અને વજાઈનલ યીસ્ટ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે.


માત્રા


3/4 કપ લો ફેટ અથવા ફેટ ફ્રી દહીં રોજિંદી ડાયટમાં સામેલ કરો.


ઓટ્સ


ઓટ્સમાં બીટા-ગ્લૂકેન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. રોજ ઓટ્સ ખાવાથી હાર્ટ એટેકનું રિસ્ક 10 ટકા ઓછું થઈ જાય છે.


માત્રા


રોજ 10 ગ્રામ સોલ્યુબલ ફાયબર લેવું જોઈએ. તેના માટે 1 વાટકી ઓટમીલ ખાઓ.


અળસીના બીજ


માત્ર 1 ચમચી અળસી ખાવાથી 2.3 ગ્રામ ફાયબર મળી રહે છે. તે શરીરમાં એસ્ટ્રોજન તરીકે કામ કરે છે. જે હોર્મોન્સનું બેલેન્સ જાળવે છે. બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે. તેનું એન્ટીઈન્ફ્લામેટરી પાવર સ્કિન પ્રોબ્લેમ્સ અને અસ્થમા સામે રક્ષણ કરે છે.


માત્રા


રોજિંદી ડાયટમાં 1-2 ચમચી અળસીના બીજને સામેલ કરો.

X
Daily eat these 6 healthiest foods to prevent disease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App