Home » Lifestyle » Health » Daily eat eggs during pregnancy for smart and intelligent kid

તેજ મગજવાળું અને સ્માર્ટ બાળક જોઈએ તો, પ્રેગ્નેન્સીમાં અચૂક ખાજો આ 1 વસ્તુ

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 01:12 PM

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે કારણ કે માં જે કંઈ ખાય તેની સીધી અસર બાળક પર થાય છે. દરેક માં એવું ઈચ્છે છે કે તેનું બાળક ઇન્ટેલિજન્ટ હોય. તેનું મગજ યોગ્ય રીતે વિકસિત થાય. જેના માટે પ્રેગ્નેન્સી સમયે ખાવાપીવામાં ધ્યાન આપવું જોઈએ. જેથી આજે અમે તમને એવી 1 વસ્તુ વિશે જણાવીશું, જે પ્રેગ્નેન્સીમાં ખાવાથી તમારા બાળકનું મગજ તેજ બનશે અને તે સ્માર્ટ પણ બનશે. તો જાણી લો.


    આગળ વાંચો બાળક ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટ આવે તે માટે પ્રેગ્નેન્સીમાં કઈ 1 વસ્તુ ખાવી જોઈએ.

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ગર્ભવતી મહિલાઓને ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ઈંડામાં ભરપૂર પ્રમાણણાં પ્રોટીન, સેલેનિયમ, ઝિંક, વિટામિન એ, ડી અને થોડી માત્રામાં વિટામિન બી કોમ્પલેક્સ પણ હોય છે. જે શરીરની બધી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે બેસ્ટ સુપર ફૂડ માનવામાં આવે છે. ઘણી સ્ટડીઝમાં પણ જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ઈંડા ખાવાથી આવનાર બાળકનું મગજ તેજ થાય છે. સાથે જ તેની શીખવાની ક્ષમતા પણ વધે છે. 


    આગળ વાંચો ગર્ભવતી મહિલાઓ માટે ઈંડાના બેસ્ટ ફાયદાઓ અને તેમણે કેટલા ઈંડા ખાવા તેના વિશે. 

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈંડામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે ગર્ભાવસ્થામાં લેવું જરૂરી છે. ગર્ભમાં રહેલાં બાળકની દરેક કોશિકાઓ પ્રોટીનથી બને છે. એવામાં જો ગર્ભવતી મહિલા ઈંડા ખાય તો ગર્ભમાં રહેલાં બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે. 


    આગળ વાંચો ગર્ભવતી મહિલા અને શિશુ માટે કેમ ઈંડા જરૂરી છે.

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈંડામાં 12 વિટામિન્સનો પેકેજ હોય છે. સાથે જે તમાં ઘણાં પ્રકારના ખનિજ તત્વો પમ હોય છે. તેમાં રહેલું કોલિન અને ઓમેગા-3 ફેટી એસિડ બાળકના સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે. ઈંડા ખાવાથી બાળકને માનસિક બીમારી થવાનો ખતરો પણ ઘટી જાય છે અને તેના મગજનો વિકાસ યોગ્ય રીતે થાય છે. 


    આગળ વાંચો ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન કેટલા ઈંડા ખાવા.

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન કેટલા ઈંડા ખાવા?


    જે ગર્ભવતી મહિલાનું બ્લડ કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય હોય તેણે એક દિવસમાં 1 કે 2 ઈંડા ખાવા. ઈંડામાં થોડી માત્રામાં સેચુરેટેડ ફેટ પણ હોય છે. જે મહિલાનું કોલેસ્ટ્રોલ લેવલ વધુ હોય તેણે ઈંડાનો પીળો ભાગ ન ખાવો.


    આગળ વાંચો ગર્ભવતી સ્ત્રીઓએ શું ધ્યાન રાખવું.

  • Daily eat eggs during pregnancy for smart and intelligent kid

    ગર્ભવતી મહિલાએ એક દિવસમાં 200થી 300 સુધી એડિશનલ કેલરી લેવી જોઈએ. આવું કરવાથી માતા અને બાળક બંનેને પોષણ મળે છે. ઈંડામાં લગભગ 70 કેલરી હોય છે. જે માં અને શિશુ બંનેને એનર્જી આપે છે. 


    નોંધ- ગર્ભવતી સ્ત્રીઓએ ઈંડા ખાવાનું શરૂ કરતાં પહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending