Divya Bhaskar

Home » Lifestyle » Health » કાકડી ખાવાથી ગરમી ઓછી લાગે છે, કબજિયાત સહિત 10 પ્રોબ્લેમ રાખે છે દૂર । 10 Amazing Health Benefits of Cucumbers

ખૂબ જ ગુણકારી છે આ 1 ફળ, કબજિયાતથી ડાયબિટીસ સુધી છે અસરકારક

Divyabhaskar.com | Updated - May 04, 2018, 05:54 PM

કાકડીમાં આયોડીનની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી આ અનેક રોગથી બચાવે છે.

  • કાકડી ખાવાથી ગરમી ઓછી લાગે છે, કબજિયાત સહિત 10 પ્રોબ્લેમ રાખે છે દૂર । 10 Amazing Health Benefits of Cucumbers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કાકડી ફાઇબર્સ અને પાણીનો અદભુત સ્ત્રોત છે. કાકડીમાં આયોડીનની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી આ અનેક રોગથી બચાવે છે. કાકડી સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે જ રોગનાશક પણ છે. આયુર્વેદ મુજબ ઉનાળાનું આ ફળ સ્વાદિષ્ટ અને પિત્ત ખતમ કરનારું છે.

    આ અનેક લવણ અને પાણીના તત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ તથા મેગ્નેશિયમ હોય છે. તેનું સેવન કરવાથી ડિહાઇડ્રેશનથી બચી શકાય છે, સાથે જ આ સલાડના રૂપમાં પેટ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેના સેવનથી લૂ પણ ઓછી લાગે છે.

    - તડકા અથવા તેજ પ્રકાશમાં વધુ સમય સુધી કામ કરવા પર જો આંખોમાં બળતરા અને થાક મહેસુસ થાય તો કાકડીને વાટીને પાપંણ પર થોડી વાર સુધી રાખવાથી લાભ થાય છે. કાકડીની પાતળી સ્લાઇસ પાંપણ પર રાખી શકાય છે.

    - જેમને ઉનાળામાં ખૂબ તરસ લાગતી હોય તેમણે કાકડી ખાવી જોઈએ. તેનાથી તરસ ઓછી લાગે છે.

    - કાકડીમાં પોટેશિયમ હોય છે જે હાઇ બીપીના દર્દીને ખૂબ મદદ કરે છે.

    - યૂરિનમાં બળતરાંની સમસ્યા થવા પર કાકડી ખાવાથી લાભ થાય છે.

    - કાકડી ખાવાથી શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

    આગળ જાણો કાકડીના અન્ય ફાયદાઓ...

  • કાકડી ખાવાથી ગરમી ઓછી લાગે છે, કબજિયાત સહિત 10 પ્રોબ્લેમ રાખે છે દૂર । 10 Amazing Health Benefits of Cucumbers

    - ફાઇબર્સનો સારો સોર્સ હોવાના કારણે કાકડી અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. વધુ ભોજન લેવા પર જ્યારે પેટમાં દુઃખાવાનો અહેસાસ થાય તો કાકડી ખાવાથી પાચન ક્રિયા ઝડપી થવા પર દુઃખાવામાં આરામ મળે છે.

     

    - તેના બીજ મગજની ગરમીને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. તેને ખાવાથી ચીડિયાપણું અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે.

     

    - કાકડીમાં સિલિકોન અને સલ્ફરની ખૂબ સારી માત્રા હોય છે. સિલિકોન અને સલ્ફર વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. એટલે કાકડી વાળનું ટોનિક છે.

     

    - પથરીની સમસ્યા થવા પર કાકડીના બીજને વાટીને પાણીમાં મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.

     

    - આંખોમાં તેજ બળતરાં થતી હોય તો એવી સ્થિતિમાં કાકડીનો રસ ગાળીને ટીપાં-ટીપાં આંખોમાં નાખો.

     

    - નિયમિતપણે કાકડી ખાવાથી દાંત અને પેઢાંને મજબૂતી મળે છે. દાંતની પ્રોબ્લેમ થવા પર તેને મટાડે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending