કોસ્મેટિક સર્જરી બની શકે છે ઘાતક, આવા થાય છે સાઇડ ઇફેક્ટ

શ્રીદેવીએ પણ 29 જેટલી સર્જરી કરાવી હતી. એકમાં ગડબડ થયા બાદ ડાયટ પિલ્સ અને એન્ટી એજિંગ દવા લેતી હતી.

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 04:38 PM
શું છે કોસ્મેટિક સર્જરી
શું છે કોસ્મેટિક સર્જરી

યુટિલિટી ડેસ્કઃ ભારત સહિત વિશ્વભરમાં કોસ્મેટિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીનો ક્રેઝ છે. ખાસ કરીને ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા લોકો વિવિધ પ્રકારની સર્જરી કરાવતા હોય છે. જેથી કરીને તેઓ પહેલાં કરતા વધું સુંદર દેખાય અથવા તો પછી ઉમરની અસર તેમના શરીર પર દેખાય નહીં અને ગ્લેમરની દુનિયામાં તેમનું નામ ચમકતું રહે. પોપ સિંગર માઇકલ જેક્શને પણ સારો લુક મેળવવા માટે 100 કરતા વધુ સર્જરી કરાવી હતી તેવું પણ કહેવામાં આવે છે. શ્રીદેવીએ પણ 29 જેટલી સર્જરી કરાવી હતી. એકમાં ગડબડ થયા બાદ ડાયટ પિલ્સ અને એન્ટી એજિંગ દવા લેતી હતી. જોકે ઘણીવાર કોસ્મેટિક સર્જરી આપણા શરીર માટે જોખમી પણ પૂરવાર થાય છે. કોસ્મેટિક સર્જરીની કેટલીક સાઇડ ઇફેક્ટ પણ હોય છે. આજે અમે કોસ્મેટિક સર્જરી શું છે, શા માટે કરાવવામાં આવે છે, તેના કેટલા પ્રકાર છે અને તેની સાઇડ ઇફેક્ટ શું છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

શા માટે કરવામાં આવે છે કોસ્મેટિક સર્જરી

કોસ્મેટિક સર્જરી કરાવવા પાછળનો હેતુ જે તે વ્યક્તિ યુવાન દેખાય તે માટે કરવામાં આવે છે. ઉપરાંત બળી ગયા હોય, અકસ્માત કે અન્ય કોઇ રીતે શરીરના કોઇએક ભાગમાં મોટું નુક્સાન થયું હોય, તેમજ જન્મજાત સમસ્યાને દૂર કરવા માટે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે કે કોસ્મેટિક સર્જરી કરવામાં આવે છે. પહેલાં તેને પ્લાસ્ટિક સર્જરી પણ કહેવામાં આવતું હતું.

શું છે કોસ્મેટિક સર્જરી

શરીરના અમુક ભાગો અને ફંક્શનના રિસ્ટોરેશન, મોડિફિકેશન, કરેક્શન કરવા માટે ખાસ મેડિકલ સ્પેશિયાલિટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કોસ્મેટિક સર્જરી કહેવામાં આવે છે. કોસ્મેટિક સર્જરીમાં ઉમર સાથે જોડાયેલા બદલાવો ફેસ, નેક અને શરીરના અન્ય ભાગો, શરીરના ડિફેક્ટ્સને દૂર કરવા માટે અથવા તો તેને સરખા કરવા માટે આ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. આ સર્જરી કરવા માટે ખાસ સ્પેશિયાલિટી ધરાવતા ડોક્ટર્સની ટીમ તૈયાર કરવામાં આવે છે, જે પોતાની આવડત અને પોતાના અનુભવ થકી સર્જરી કરાવતી વ્યક્તિને કોઇ નુક્સાન ન પહોંચે અને તેની સુંદરતા કાયમ રહે તે પ્રકારે આ સર્જરી કરવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરી

જાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરી
જાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરી

જાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરી
 

કોસ્મેટિક સર્જરીના અનેક પ્રકાર છે, જેમ કે બોટોક્સ, બ્લેફારોપ્લેસ્ટી, બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન, બ્રેસ્ટ લિફ્ટ, બ્રેસ્ટ રિડક્શન, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિપ્લેસમેન્ટ-રિમૂવલ, બ્રો લિફ્ટ, બુટોક ઑગ્મેન્ટેશન, બુટોક લિફ્ટ, કેમિકલ પીલ, ડેર્માબ્રેશન, એન્ડોસ્કોપી, ફેસ લિફ્ટ, ફેસિય ઇમ્પ્લાન્ટ, ઇન્જેક્ટેબલ ફિલર્સ, રેડિસિઝ, રીસ્ટ્યેલન, જુવેદેરમ, એન્ડરમોલોજી, થર્મેજ, સ્કેલરોથેરેપી, ફોરહેડ લિફ્ટ, આર્મ લિફ્ટ, ગાયનેકોમેસિટિયા(મેલ બ્રેસ્ટ ટિસ્યૂ) રિડક્શન, હેઇર રિપ્લેસમેન્ટ, ઇન્ટેન્સ પલ્સ લાઇટ ટ્રીટમેન્ટ, લેસર હેઇર રીમૂવલ, લેસર વેઇન ટ્રીટમેન્ટ, લેસર સ્કિન રિસર્ફેસિંગ, લેબિઓપ્લાસ્ટી, લિપોસક્શન, મેન્ટોપ્લાસ્ટી, ચિન રિડક્શન, માઇક્રોડેર્માબ્રેશન, નેક લિફ્ટ, ઓટોપ્લાસ્ટી, રિનોપ્લાસ્ટી, રિડિડેક્ટોમી(ફેસ સર્જરી), થાઇપ્લાસ્ટી, થ્રેડ લિફ્ટ, ટમી ટક સહિતની અનેક પ્રકારની કોસ્મેટિક સર્જી કરવામાં આવે છે. 
 

આગળની સ્લાઇડ્સમાં જાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટ

જાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટ
જાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટ

જાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટ
 

અંગોને નુક્સાન

સર્જરી કરાવવાથી અંગોને નુક્સાન થઇ શકે છે. લિપોસક્શન આંતરિક અંગો માટે જોખમી સાબિત થઇ શકે છે. જ્યારે સર્જિકલ તપાસ આંતરીક અંગોના સંપર્કમાં આવે છે, ત્યારે આંતરિક છિદ્રો થઇ શકે છે. આ ઇજાઓને સરખી કરવા માટે વધુ સર્જરની જરૂર પડી શકે છે અને છિદ્ર પણ ઘાતક થઇ શકે છે.
 

લોહી ઘટવું

સામાન્ય રીતે કોઇ સર્જરી કરવામાં આવે તો શરીરમાં લોહી ઘટી જાય છે. પરંતુ ક્યારેક લોહી ઘટવાથી બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યા પણ ઉભી થઇ શકે છે. કેટલીકવાર બ્લડ લોસ ઓપરેશન ટેબલ પર થાય છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સર્જરી પછી બ્લડ લોસ ઇન્ટરનલી પણ થાય છે. જે ભારે નુક્સાનકારક સાબિત થાય છે.
 

આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય સાઇડ ઇફેક્ટ

જાણો અન્ય સાઇડ ઇફેક્ટ
જાણો અન્ય સાઇડ ઇફેક્ટ

હેમેટોમા

હેમેટોમા એ લોહી ભરાઇ જવાની સમસ્યા છે, જે સર્જરી દરમિયાન થાય છે. જે મોટાભાગે 1-6 ટકા બ્રેસ્ટ ઑગ્મેન્ટેશનની પ્રક્રિયામાં થાય છે અને ફેસલિફ્ટ બાદ આ એક સૌથી સામાન્ય સમસ્યા માનવામાં આવે છે.  હેમેટોમાનું જોમખ દરેક સર્જરી દરમિયાન રહેલું છે, કેટલીકવાર વધારાના લોહીને કાઢવા માટે ઓપરેશન પણ કરવું પડે છે.
 

નર્વ ડેમેજ

વિવિધ પ્રકારની સર્જિકલ પ્રક્રિયાઓમાં તંત્રિકા ક્ષતિ(નર્વ ડેમેજ)ની સંભાવના રહેલી છે. પ્લાસ્ટિક સર્જરી બાદ સામાન્ય રીતે નંબનેસ અને ટિંગલિંગ થાય છે અને તે નર્વ ડેમેજ થવાના સંકેત પણ હોઇ શકે છે. બ્રેસ્ટ ઑગ્મેન્ટેશનની પ્રક્રિયા બાદ મહિલાઓને સંવેદનશિલતામાં બદલાવનો અનુભવ થાય છે અને તેમજ 15 ટકા કાયમ માટે નિપલ સેન્સેશન ગુમાવી બેસે છે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય સાઇડ ઇફેક્ટ

પોપ સિંગર માઇકલ જેક્શને પણ સારો લુક મેળવવા માટે 100 કરતા વધુ સર્જરી કરાવી હતી તેવું પણ કહેવામાં આવે છે
પોપ સિંગર માઇકલ જેક્શને પણ સારો લુક મેળવવા માટે 100 કરતા વધુ સર્જરી કરાવી હતી તેવું પણ કહેવામાં આવે છે

ઇન્ફેક્શન

કોસ્મેટિક સર્જરી કે પ્લાસ્ટિક સર્જરી બાદ ઇન્ફેક્શનની સમસ્યા રહે છે.  બ્રેસ્ટ સર્જરી બાદ 2.4 ટકા લોકોમાં સ્કિન ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. કેટલીકવાર ઇન્ફેક્શન ઇન્ટરનલ હોય છે અને તેને  IV એન્ટિબાયોટિક્સની જરૂર રહે છે. 
 

કોસ્મેટિક સર્જરીથી થતાં સાઇડ ઇફેક્ટ

એલર્જીક રિએક્શન, કાર્ડિયાક એરેસ્ટ, રિસ્પિરાટરી ફેઇલર, ડેથ, એક્સેસિવ બ્લડિંગ, ઇન્ટરન બ્લડિંગ, ટિસ્યૂ ડેમેજ, ટિસ્યૂ ડેથ, ન્યૂમોનિયા, બીજી સર્જરીની જરૂરિયાત, ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ, પેરેલિસિસ જેવા સાઇડ ઇફેક્ટ થાય છે.

X
શું છે કોસ્મેટિક સર્જરીશું છે કોસ્મેટિક સર્જરી
જાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરીજાણો કેટલા પ્રકારની હોય છે કોસ્મેટિક સર્જરી
જાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટજાણો કોસ્મેટિક સર્જરી કરાવવાથી થાય છે કેવી સાઇડ ઇફેક્ટ
જાણો અન્ય સાઇડ ઇફેક્ટજાણો અન્ય સાઇડ ઇફેક્ટ
પોપ સિંગર માઇકલ જેક્શને પણ સારો લુક મેળવવા માટે 100 કરતા વધુ સર્જરી કરાવી હતી તેવું પણ કહેવામાં આવે છેપોપ સિંગર માઇકલ જેક્શને પણ સારો લુક મેળવવા માટે 100 કરતા વધુ સર્જરી કરાવી હતી તેવું પણ કહેવામાં આવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App