ઓછી ઉંમરમાં વાળ સફેદ અને થાક લાગે છે? શરીરમાં આ તત્વની હોય શકે ઉણપ

કોપરની ઉણપના કારણે હાડકાંથી સ્નાયુઓ નબળાં થઇ જાય છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:57 PM
Copper is especially important for the process of hair

હેલ્થ ડેસ્કઃ શરીર માટે કોપર બહુ જરૂરી છે. તે મેટાબોલિઝમ, હાડકાં અને નર્વસ સિસ્ટમને સારી રાખે છે. પરંતુ શરીરમાં કોપરની ઉણપ બહુ ઓછી થાય છે. છતાં પણ ચાલતા જવામાં પ્રશ્ન, સમય પહેલાં સફેદ વાળ, જલ્દી શરદી થઇ જવી, ચામડી પીળી થઇ જવાના સંકેત છે, જે શરીરમાં કોપર ઓછું છે તે બતાવે છે. જાણો કેવી રીતે કામ કરે છે, કોપર શેમાંથી મળશે.

- કોપર આંતરડામાં આયર્નને શોષી લે છે. જ્યારે પણ કોપરનું સ્તર શરીરમાં ઘટે છે, શરીરમાં આયરન ઓછું થવા લાગે છે. તે એનિમીયાનું કારણ બને છે. શરીરમાં સ્નાયુઓ સુધી ઓક્સિજન જઇ શકશે નહિં. ઓક્સિજનની ઉણપના કારણે તમને થાક લાગવા લાગશે. આનું કારણ એ છે કે કોપરથી શરીરને એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ(એટીપી) મળે છે. જે ઉર્જાનો સ્ત્રોત છે.

- કોપરની ઉણપથી શરીરમાં રોગોથી લડવાની શક્તિ ઓછી થાય છે. આના કારણે સફેદ રક્તકોશિકાઓ ઝડપથી ઘટવા માડે છે અને સંક્રમણ ઘેરાઇ જાય છે.

- કોપરની ઉણપના કારણે હાડકાંથી સ્નાયુઓ નબળાં થઇ જાય છે. આની ઉણપના કારણે ઓસ્ટિયોપોરોસિસની ફરિયાદ રહે છે અને હાડકાં નબળાં થાય છે.

- યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા કોપરની ઉણપના કારણે પ્રભાવિત થાય છે. કારણ કે કોપર મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શરીરં એન્જાઇમ કોપરને ઉપયોગમાં લઇને મગજમાં ઉર્જા - આપવાનું કામ કરે છે. જે લોકોના મગજમાં કોપર 70 ટકા ઓછું થઇ જાય છે, એમને અલ્ઝાઇમર્સની તકલીફ થઇ જાય છે.

- કાજુ, તલ, સુરજમુખીના બીજ, કોળાના બીજ, ચોકલેટ, મશરૂમ, એવોકેડો, ઓટ્સથી મળવાવાળું કોપર દરરોજ 1 થી 1.5 મિલીગ્રામ શરીરને મળવું જરૂરી છે. આની ઉણપથી આ થઇ શકે છે.

X
Copper is especially important for the process of hair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App