ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Copper Deficiency Symptoms & Sources to Cure

  કોપરની કમીથી બહુ થાક લાગે છે અને વાળ સફેદ થાય છે, તો ખાજો આવી વસ્તુઓ

  Health Desk, Ahmedabad | Last Modified - May 19, 2018, 12:23 PM IST

  નાની ઉંમરમાં વાળ સફેદ થાય અને થાક લાગે તો કોપર ઓછું હોઇ શકે છે, જાણો શું કરવું
  • કોપરની કમીથી બહુ થાક લાગે છે અને વાળ સફેદ થાય છે, તો ખાજો આવી વસ્તુઓ
   કોપરની કમીથી બહુ થાક લાગે છે અને વાળ સફેદ થાય છે, તો ખાજો આવી વસ્તુઓ

   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શરીર માટે કોપર બહુ જરૂરી ઘટક છે. તે મેટાબોલિઝ્મ, હાડકાં અને નર્વસ સિસ્ટમને સારી રાખે છે. કોપરનું તત્વ જરૂર કરતાં વધુ થાય કે ઓછું થાય તો અપચો થઇ શકે છે. પરંતુ શરીરમાં કોપરની ઉણપ બહુ ઓછી થાય છે. છતાં પણ ચાલવામાં પ્રોબ્લેમ, સમય પહેલાં સફેદ વાળ, જલ્દી શરદી થઇ જવી, ચામડી પીળી થઇ જવા જેવી સમસ્યાઓ દેખાય તો તમારા શરીરમાં કોપર ઓછું હોઈ શકે છે. તો જાણો કેવી રીતે કામ કરે છે કોપર અને કોપર શેમાંથી મળશે.


   શેમાંથી મળશે


   કાજુ, તલ, સૂરજમુખીના બીજ, કોળાના બીજ, ચોકલેટ, મશરૂમ, એવોકાડો, ઓટ્સથી મળવાવાળું કોપર દરરોજ 1 થી 1.5 મિલીગ્રામ શરીરને મળવું જરૂરી છે.


   આની ઉણપથી આવી તકલીફો થઇ શકે છે


   -કોપર આંતરડામાં આયર્નને શોષી લે છે. જ્યારે પણ કોપરનું સ્તર શરીરમાં ઘટે છે, શરીરમાં આયર્ન ઓછું થવા લાગે છે. તે એનિમીયાનું કારણ બને છે. શરીરમાં સ્નાયુઓ સુધી ઓક્સિજન પહોંચતું નથી. ઓક્સિજનની ઉણપના કારણે તમને થાક લાગવા લાગશે. આનું કારણ એ છે કે કોપરથી શરીરને એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ(એટીપી) મળે છે. જે ઉર્જાનો સ્ત્રોત છે.


   -કોપરની ઉણપથી શરીરમાં રોગોથી લડવાની શક્તિ ઓછી થાય છે. આના કારણે સફેદ રક્તકોશિકાઓ ઝડપથી ઘટવા માડે છે અને સંક્રમણ થઈ શકે છે.


   -કોપરની ઉણપના કારણે હાડકાં અને સ્નાયુઓ નબળાં થઇ જાય છે. આની ઉણપના કારણે ઓસ્ટિયોપોરોસિસની ફરિયાદ રહે છે અને હાડકાં નબળાં થાય છે.


   -યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયા કોપરની ઉણપના કારણે પ્રભાવિત થાય છે. કારણ કે કોપર મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શરીર એન્જાઇમ કોપરને ઉપયોગમાં લઇને મગજમાં ઉર્જા આપવાનું કામ કરે છે. જે લોકોના મગજમાં કોપર 70 ટકા ઓછું થઇ જાય છે, એમને અલ્ઝાઇમરની તકલીફ થઇ જાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Copper Deficiency Symptoms & Sources to Cure
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `