ફાલૂદામાં વપરાતાં તકમરિયાં ખાવાથી કેન્સર સામે મળે છે રક્ષણ, જાણો અન્ય ફાયદા

બહુ જ લાભકારી છે તકમરિયાં, આવા ફાયદા જાણી તમે પણ રોજ ખાશો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 31, 2018, 04:32 PM
Chia seeds health benefits

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક પ્રકારના બીજ હેલ્ધી રહેવા માટેનો ઉત્તમ સોર્સ ગણાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે એ ખૂબ ઉપયોગી છે. આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. જેથી રોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય. તો આજે જાણો તકમરિયાંના ફાયદાઓ વિશે.


ચિયા સીડ (તકમરિયાં)


ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.


કઈ રીતે ખાવાં?


આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો.

X
Chia seeds health benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App