Home » Lifestyle » Health » Causes, treatment and symptoms of icu psychosis

ICUમાં દાખલ દર્દીની મનઃસ્થિતિ પર થાય છે બહુ ગંભીર અસર, જાણો શું કરવું

Divyabhaskar.com | Updated - Apr 21, 2018, 02:48 PM

ICUમાં દાખલ કરાયેલ દર્દીની માનસિક સ્થિતિ થઈ જાય છે સાવ ખરાબ, જાણો

 • Causes, treatment and symptoms of icu psychosis
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આઈસીયુમાં દાખલ કરાયેલ માનસિક સ્વસ્થતા ધરાવતા કેટલાક દર્દી માં વાણી, વર્તન તથા વ્યવહારમાં અજુગતો અને દર્દીના સ્વભાવ વિરુદ્ધનો ફેરફાર જોવા મળે છે તેને આઈસીયુ સાયકોસીસ (મનોવિકાર) કહેવામાં આવે છે. આઈસીયુના દર્દીની આ પરિસ્થિતિ જેટલી સામાન્ય છે તેટલી જ આપણાથી અજાણી છે આજે આપણે એના વિશે માહિતી મેળવીશું.


  આ વિશે ફોરમ ત્રિવેદી પાઠક (કન્સલ્ટન્ટ ન્યૂરોસાયકોલોજિસ્ટ ,શેલ્બી હોસ્પિટલ) સાથે ચર્ચા કરતા નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ) એ નીચે મુજબની માહિતી મેળવી છે જે ખુબ જ ઉપયોગી છે


  આઈસીયુ સાયકોસીસના લક્ષણો કયા?


  -વિવિધ અવાજો સંભળાય છે -જે અવાજો સાચેજ હોતા નથી પણ દર્દીને ભ્રમ થાય છે.

  -વિવિધ દ્રશ્યો દેખાય છે જે સાચે જ હોતા નથી પણ હોવાનો આભાસ થાય છે.

  -સ્થળ અને સમયનું ભાન હોતું નથી

  -દર્દીમાં અજંપો, ઉશ્કેરાટ અને આક્રમકતા જોવા મળે છે અને તેને કારણે દર્દી એના શરીર પર લગાવેલી ટોટીઓ ખેંચી નાખે છે, ઓઢાડેલાં બ્લૅન્કેટ કાઢી નાખે છે કે હાથ પગ હલાવ્યા કરે છે.
  -ક્યારેક નિષ્ક્રિય થઇને કાંઈજ બોલ્યા વગર અને હલન ચલન કર્યા વગર માત્ર આંખો ફેરવ્યા કરે છે. જો આ પ્રકારના ફેરફાર જોવા મળે તો ગભરાઈ જવું નહિં.


  આગળ વાંચો આઈસીયુ સાયકોસીસ શેના કારણે થાય છે.

 • Causes, treatment and symptoms of icu psychosis
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  આઈસીયુ સાયકોસીસ શેના કારણે થાય છે ?


  -દર્દીને આઈસીયુમાં એકલો રાખવામાં આવે છે જ્યાં તેના સાગા વ્હાલાઓને મળવાનો અથવા તેમને મળ્યા હોય ત્યારે વાતચીત કરવાનો સમય ખુબજ ઓછો થઇ જાય છે.

  -આઈવી ફ્લુડસ કે એન્ટિબાયોટિકના ડોઝ નસોમાં આપવામાં આવે છે જેથી નસોમાં સોય ભોંકાયેલી હોય છે તે દુઃખદાયક છે જે દર્દીએ સહન કરી શકતો નથી અને તેનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે .

  -દર્દીને પૂરતી ઊંઘ મળતી નથી અને ઘણા કિસ્સાઓમાં ખોરાક પણ મોં વાટે લઇ શકતો નથી 
  એક સાથે બે કે ત્રણ દવાઓ આપવામાં આવતી હોય છે જે આવી પરિસ્થિતિને નોતરે છે.
  -આઈસીયુમાં હવા ઉજાસ કે કુદરતી સૂર્ય પ્રકાશ નો અભાવ હોય છે.
  -બીમારીને કારણે સોડિયમ ,પોટેશિયમ, ડાયાબિટીસ, બીપી ,ધબકારા,વગેરેની વધઘટ થયા કરતી હોય છે જે ક્યારેક માનસિક સંતુલન ખોરવી દે છે.
  -જો દર્દી દારૂ, તમાકુ, સિગારેટ વગેરેનું સેવન કરતો હોય તો તે નહિં મળવાથી માનસિક વિકાર જેવી સ્થિતિ સર્જાય છે 

 • Causes, treatment and symptoms of icu psychosis

  આઈસીયુ સાયકોસીસથી બચવા શું કરવું જોઈએ ?


  -દર્દીને લાંબા સમય સુધી એકલો પડવા દેવો જોઈએ નહિં 

  -ડૉક્ટર, નર્સ ,અટેન્ડેન્ટ કે સગા વ્હાલાંએ દર્દીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ 

  -દર્દીના  જૈવિક પરિબળો નિયંત્રણમાં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ 

  -દર્દીની સાથે વાત કરીને તેને સમય, તારીખ, મહિનો તથા એની સુખદ યાદો વિશે સભાન કરાવવો જોઈએ 

  -દર્દીની અજુગતી માંગણીઓ તેના વર્તન કે તેના શબ્દોની અવગણના કરવાને બદલે જેટલો બને તેટલો તેને સહકાર આપીને તેના દુઃખમાં સહભાગી થવાની કોશિશ કરવી જોઈએ 

  -આઈસીયુમાં પૂરતી લાઈટ, હવા, ઉજાસ, ઘડિયાળ, કેલેન્ડર અને શક્ય હોય તો ટીવીની વ્યવસ્થા કરવી જોઈએ 

  -જો જરૂર જણાય તો દર્દી ને મનોચિકિત્સક કે સાયકોલોજિસ્ટની સારવાર કરાવવી જોઈએ  
   
  નિલેશ સોની (વાઇસ પ્રેસિડેન્ટ- શેલ્બી હોસ્પિટલ)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ