આ કારણોથી અમુક પુરૂષોને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધુ હોય છે, જાણો લક્ષણો

એવું માનવામાં આવે છે કે વેજિટેરિયન કરતાં નોનવેજિટેરિયન લોકોને પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધારે છે. 

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 10:00 AM
Causes, symptoms and treatment of prostate cancer

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પ્રોસ્ટેટ કેન્સર દિવસે દિવસે વધી રહ્યું છે. એનું પ્રમાણ ફક્ત ભારતમાં જ છે એવું નથી પરંતુ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ વધી રહ્યું છે. પ્રોસ્ટેટ કેન્સર થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ વધતી ઉંમર પણ આ કેન્સરનું એક કારણ ગણી શકાય. જ્યારે આધુનિક સારવાર ઉપલબ્ધ નહોતી ત્યારે આ કેન્સર પહેલા કે બીજા સ્ટેજ સુધી પકડાતું નહોતું અને સીધા ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ તેને જાણી શકાતું હતું. પ્રોસ્ટેટ કેન્સર એ શરીરનાં અન્ય અંગો કરતાં બહુ ધીમી ગતિએ આગળ વધતું કેન્સર છે. પ્રોસ્ટેટ કેન્સરમાં શરૂઆતના તબક્કામાં એવા કોઇ ખાસ લક્ષણો જોવા મળતાં નથી. જો ધ્યાન આપવામાં આવે તો તેમાંથી છુટકારો મેળવી શકાય છે.

જે લોકો જંકફૂડ કે બહારનું ભોજન વધુ પ્રમાણમાં લેતા હોય તેમને પ્રોસ્ટેટનું કેન્સર વધુ થતું જોવા મળે છે. લોકોમાં વધતો જતો વેસ્ટર્ન ડાયટનો ક્રેઝ તેમને કેન્સર તરફ દોરી જાય છે. જે લોકો રેગ્યુલર વિટામિન ‘એ’ અને ‘ઇ’ તથા સેલેનિયમ લેતા હોય તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. એન્વાયરમેન્ટલ અને ઓક્યુપેશનલ લોકો કે જેઓ કેમિકલયુક્ત વાતાવરણમાં રહેતા હોય છે તેમને આ કેન્સર થવાની સંભાવના વધારે છે.

આગળ વાંચો પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો અને વિવિધ સારવાર પદ્ધતિઓ વિશે.

Causes, symptoms and treatment of prostate cancer

જોવા મળતાં લક્ષણો

 

પેશાબમાં દુખાવો કે બળતરા થવી

 

પેશાબ અટકી અટકીને આવવો

 

કમરમાં દુખાવો થવો

 

યુરિનમાં લોહી આવવું

 

હાડકાંમાં દુખાવો થવો

 

ભૂખ ન લાગવી

 

પ્રોસ્ટેટ કેન્સરમાંથી મુક્તિ મળે?

 

રેડીકલ પ્રોસ્ટેટકટોમી

 

-આ ટેસ્ટ પહેલા સ્ટેજ દરમિયાન જ કરવામાં આવે છે. 

 

-પ્રોસ્ટેટની અંદર જ જો કેન્સર હોય તો આખા પ્રોસ્ટેટને કાઢી નાખવાથી કેન્સરથી બચી શકાય છે. 

 

-જે વ્યક્તિમાં લાઇફની અપેક્ષા દસ વર્ષ કરતાં વધુ હોય એટલે કે ખૂબ વયોવૃદ્ધ ન હોય તો જ આ પ્રોસિજર કરવામાં આવે છે. 

 

-જે લોકો એનેસ્થેસિયા લઇ શકતા હોય તેવા દર્દીઓમાં જ આ પ્રોસિજર થઇ શકે છે. 

 

આગળ વાંચો પ્રોસ્ટેટ કેન્સર માટેની આધુનિક સારવાર પદ્ધતિઓ વિશે.

Causes, symptoms and treatment of prostate cancer

પ્રોસ્ટેટ કેન્સરના નિદાનથી માંડીને તેની સારવાર અલગ અલગ આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે. પરિણામે તે કોઇપણ સ્ટેજે પહોંચ્યું હોવા છતાં દર્દીની સારવાર સરળ, ઝડપી અને પીડારહિત કરી શકાય છે. 

 

વિવિધ પદ્ધતિ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન

 

સમયની સાથે મેડિકલ ક્ષેત્રે પણ આધુનિકીકરણ આવ્યું છે. પરિણામે રોગની તપાસ ઊંડાણપૂર્વક કરી શકાય છે અને ચોક્કસ નિદાન લાવી દર્દી તેમાંથી મુક્ત થઇ શકે છે.     


ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફી (નોર્મલ સરફેસ સોનોગ્રાફી) 

 

સોનોગ્રાફી પ્રોસ્ટેટ કેન્સર માટે અતિમહત્વની છે. તે અનેક પ્રકારે થતી હોય છે. સાદી સોનોગ્રાફી એટલે કે સરફેસ સોનોગ્રાફી. બીજા પ્રકારની તે ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફી કહેવાય છે. સરફેસ સોનોગ્રાફીમાં પ્રોસ્ટેટ સિવાય એટલે કે પ્રોસ્ટેટની સાઇઝ, કેન્સર વિશે, બ્લેડરના સ્ટેટસ વિશે તેમાં રહેલી પથરી વિશે, પેશાબ કર્યા બાદ મૂત્રાશયમાં કેટલો પેશાબ પડી રહ્યો છે તેના વિશે જાણકારી મળી શકે છે. 

આ ઉપરાંત બંને કિડની તેમાં આવતો સોજો, ઇન્ફેક્શન, કિડની સ્ટોન વિશે માહિતી મળી શકે છે. જ્યારે ટ્રાન્સરેક્ટલ અલ્ટ્રા સોનોગ્રાફીમાં પ્રોસ્ટેટની એક્યુટ  ઇમેજ મળે છે જેમાં સોનોગ્રાફી પ્રોબ રેક્ટમમાં પસાર કરીને પ્રોસ્ટેટની ઇમેજ લેવાય છે. જેના દ્વારા પ્રોસ્ટેટ કેન્સર છે કે નહી તેનું ચોક્કસ નિદાન થઇ શકે છે. 

 

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર 

 

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર તેના સ્ટેજ પ્રમાણે કરવામાં આવે છે. જો ખૂબ ઉંમરલાયક વ્યક્તિ હોય અને ટ્યુમરનો ગ્રેડ ઓછો હોય તથા સાથે હાર્ટની તકલીફ કે સુગરની તકલીફ હોય તેવા દર્દીને ઓપરેશન કરાવવાની સલાહ અપાતી નથી માત્ર રેગ્યુલર ફોલોઅપ માટે જ બોલાવવામાં આવે છે. આ પ્રકારના દર્દીઓને ઓર્કિડેક્ટોમીની સલાહ અપાય છે. તેમનો રેગ્યુલર લોહીનો પીએસએ રિપોર્ટ કરાવાય છે. એ પછી રેડીકલ પ્રોસ્ટેટક્ટોમી કરાય છે. સામાન્ય રીતે પ્રોસ્ટેક્ટોમી બે પ્રકારે થાય છે. ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપી દ્વારા.ઓપન સર્જરી દ્વારા જો પ્રોસ્ટેટની સર્જરી કરવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવું પડે છે. આ સર્જરીમાં ઘણી ‌વખત લોહીની જરૂર પણ પડી શકે છે. એમાં પેટ પર ચીરો પડવાને કારણે વધુ દુખાવો પણ થઇ શકે છે. પણ હવે મોડર્ન ટેક્નોલોજીને કારણે વિશ્વભરમાં લેપ્રોસ્કોપી દ્વારા અથવા રોબોટિક પદ્ધતિ દ્વારા જ ઓપરેશન કરાય છે. 

Causes, symptoms and treatment of prostate cancer

લેપ્રોસ્કોપી

 

આ મોડર્ન પદ્ધતિમાં ઓછું હોસ્પિટલમાં રોકાણ, લોહીની જરૂર પણ પડતી નથી. દુખાવો કે બીજાં કોઇ કારક લક્ષણો જોવા મળતાં નથી. કેમેરામાં અનેકગણું મોટું સ્પષ્ટ ચિત્ર હોવાને લીધે લેપ્રોસ્કોપીમાં વધુ સરળતા પડે છે. અમુક જગ્યાએ રોબોટિક પદ્ધતિ દ્વારા પણ કરાય છે. પણ રોબોટિક પદ્ધતિ વધારે ખર્ચાળ હોવાને કારણે સૌને પરવડી શકે તેમ ન હોવાથી તે વધુ પ્રમાણમાં થતી નથી. 

 

લેપ્રોસ્કોપિક રેડીકલ પ્રોસ્ટેક્ટોમી (એલઆરપી)

 

લેપ્રોસ્કોપિક રેડીકલ પ્રોસ્ટેક્ટોમી એ સ્ટેજ વન કે કોર્સિનોમાં સી ટુમાં કરવામાં આવે છે. આ એડવાન્સ સર્જરી છે. આ સર્જરીમાં એન્ડોવિઝન કેમેરામાં અનેકગણું મોટું ચિત્ર દેખાતું હોવાથી દરેક ટિશ્યુ સ્પષ્ટ દેખાય છે. તેના કારણે કેન્સરના જીવાણુઓ રહી જતા નથી અને તેથી વધુ ઊંડાણ સુધી જવામાં મુશ્કેલી પડતી નથી. ઓપન સર્જરીમાં દર્દીને આઠથી દસ દિવસ હોસ્પિટલમાં રખાય છે. જ્યારે આ પદ્ધતિ દ્વારા થતા ઓપરેશનમાં માત્ર 3 દિવસ પછી રજા આપી દેવામાં આવે છે. 

 

સીટીસ્કેન

 

જ્યારે પ્રોસ્ટિક બાયોપ્સીમાં કેન્સરનો રિપોર્ટ આવે ત્યાર પછી દર્દીને સીટીસ્કેન એબડોમન પેલ્વીસ, બોર્નસ્કેન અને એક્સ-રે ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. સીટીસ્કેનથી પ્રોસ્ટેટની આજુબાજુ સ્થાનિક ભાગોમાં કેન્સર કયાં સુધી પ્રસરી ચૂક્યું છે તેની માહિતી મળી શકે છે. બોર્ન સ્કેનથી હાડકાં સુધી કેન્સર છે કે નહિ તે પણ નક્કી કરવામાં આવે છે. એક્સ-રે ટેસ્ટથી ફેફસાંની અંદરનું કેન્સર જાણી શકાય છે. આ તપાસ બાદ કેન્સરનું સ્ટેજિંગ અને ગ્રેડિંગ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ તેની સારવાર નક્કી થાય છે. 

Causes, symptoms and treatment of prostate cancer

યુરોલોજિસ્ટ ડો. દિનેશ પટેલ કહે છે, પ્રોસ્ટેટ કેન્સરમાં શરૂઆતના તબક્કામાં એવાં કોઇ ખાસ લક્ષણો જોવા મળતાં નથી. પહેલાંના સમયમાં જ્યારે પેશાબમાં લોહી આવે કે પેશાબ અટકે ત્યારે પ્રોસ્ટેટ કેન્સરનું ત્રીજું કે ચોથું સ્ટેજ ગણાતું હતું. જો દર્દી 45 વર્ષ કરતાં વધારે આયુ ધરાવતો હોય અને તેનામાં આ કેન્સરનાં લક્ષણો જોવા મ‌ળે તો દર્દીનું ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. એનાથી પ્રોસ્ટેટમાં ગાંઠ દેખાય છે. 

 

ઘણી ‌વખત આ કેન્સર શરૂઆતના તબક્કામાં હોય તો ખ્યાલ આવતો નથી. પણ ‘સીરમ પીએસએ’ ટેસ્ટ કરાવવામાં આવે તો વધુ સ્પષ્ટ તારણ કાઢી શકાય છે. કેટલીક વખત પ્રોસ્ટેટ મોટું દેખાતું હોય પરંતુ કેન્સર ન જણાય પણ પીએસએ વધુ હોય તેવા દર્દીને ‘પ્રોસ્ટેટિક બાયોપ્સી’ લેવાની સલાહ આપવામાં આવે છે. કેટલીક વખત ગાંઠનો વ્યાપ જો વધે તો પેશાબ અટકે, લોહી આવે કે વારંવાર પેશાબ કરવા જવું પડે અને જો કેન્સર વિસ્તરીને બ્લેડરમાં પહોંચ્યું હોય તો બંને કિડની પર સોજો આવે છે. કિડનીનો ‘સીરમ ક્રિએટીનીન’નો રિપોર્ટ વધી ગયો હોય તો આખા શરીરે સોજો આવી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર હાડકાં સુધી ગયું હોય તો પીઠમાં પણ દુખાવો થાય છે. 

 

મોડર્ન ‘અલ્ટ્રા ટ્રાન્સ રેક્ટલ સોનોગ્રાફી’ને કારણે પ્રોસ્ટેટ કેન્સરના શરૂઆતના સ્ટેજે જ તેનું નિદાન થઇ શકે છે. એમાં દર્દીને વધુ તકલીફ થતી નથી. એજિંગને કારણે જો પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ હોય તો દસથી વીસ ટકા લોકોમાં પીએસએનો રિપોર્ટ વધુ આવતો હોય છે. તથા આવા લોકોમાં કેન્સરને દૂર કરી શકાય છે. પ્રોસ્ટેટિક બાયોપ્સી ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફી ગાઇડેડ હોય છે. જેમાં પ્રોસ્ટેટમાંથી નાના નાના આઠ ટુકડા લેવાય છે અને તેની સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે છે. આ તપાસથી પ્રોસ્ટેટ કેન્સર કયા પ્રકારનું અને કયા ગ્રેડમાં છે એ જાણી શકાય છે.

 

આ કેન્સરમાં જો સાત કરતાં વધુ ગ્રેડ હોય તો એ ‘હાય ગ્રેડ’માં ગણાય છે અને તેની ભયાનકતા વધુ હોય છે. પ્રોસ્ટેટ કેન્સર નક્કી થયા બાદ તેના સ્ટેજિંગ માટે વધુ ટેસ્ટ કરવામાં આવે છે. જેમકે, સીટી સ્કેન, બોર્નસ્કેન અને એક્સ-રે. અર્લી પ્રોસ્ટેટ કેન્સર એટલે સ્ટેજ વન અને કાર્સીનોમા ઇન સીટુમાં તે દૂર સુધી ફેલાયેલું હોતું નથી. સ્ટેજ થ્રી અને ફોરમાં કેન્સર હાંડકાં સુધી ઊંડું પહોંચી ગયું હોય છે. ઘણી વખત ફેફસાં સુધી પણ પહોંચી જાય છે. સીટી સ્કેન એ ભૂખ્યા પેટે કરાવવામાં આવે છે અને બોર્નસ્કેન ચા-નાસ્તો કર્યા પછી કરવામાં આવતો ટેસ્ટ છે. 

 

ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન

 

આ તપાસ સાદી સરળ છે. જેમાં દર્દીની રેક્ટમમાં ઇનડેક્સ ફીંગર દ્વારા પ્રોસ્ટેટની તપાસ કરવામાં આવે છે. જો પ્રોસ્ટેટ હાર્ડ હોય, નોડ્યુલર હોય કે તેની સપાટી આડીઅવળી હોય તો આવા કેસમાં કેન્સરની શક્યતાઓ હોઇ શકે છે. દર્દીને રૂટિનમાં પેશાબની જો નાની સમસ્યા પણ લાગે અને જો તેમની ઉંમર 45થી વધુ હોય તો સૌપ્રથમ સીરમ પીએસએ ટેસ્ટની સલાહ અપાય છે. તેના દ્વારા કેન્સરની પ્રાથમિક જાણકારી મળી શકે છે. એ પછી બાયોપ્સી તેમજ ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફીની પણ મદદ લેવાય છે. 

X
Causes, symptoms and treatment of prostate cancer
Causes, symptoms and treatment of prostate cancer
Causes, symptoms and treatment of prostate cancer
Causes, symptoms and treatment of prostate cancer
Causes, symptoms and treatment of prostate cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App