Home » Lifestyle » Health » Causes, symptoms and treatment for hernia disease

સારણગાંઠની બીમારી હોય છે ખરાબ, જાણો તેના કારણો અને બચવાના ઉપાય

Divyabhaskar.com | Updated - May 08, 2018, 12:21 PM

મેદસ્વિતા, પહેલેથી આવતી ખાંસી, મૂત્રરોગ અથવા પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ હોય તો હર્નિયાનો ખતરો વધુ રહે છે

 • Causes, symptoms and treatment for hernia disease
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સારણગાંઠ એટલે કે હર્નિયા નામથી મોટાભાગના લોકો પરિચિત હશે. જ્યારે આંતરડાં પેટના નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે અને સોજો અથવા માંસની થેલી જેવું અનુભવાય, તેને હર્નિયાનું લક્ષણ માનવામાં આવે છે. જાણો આ બીમારી કેમ થાય છે તથા તેનાથી કેવી રીતે બચી શકાય


  શરીરના આંતરિક અંગોનો વિકાસ બહારની તરફની દીવાલ બાજુ થવો એને હર્નિયા કહેવાય છે. આ માંસપેશીઓમાં નબળાઈનું મોટું કારણ હોય છે. હર્નિયા એક એવી સમસ્યા છે, જેનો ઇલાજ માત્ર સર્જરી જ છે. વધતી ઉંમરની સાથે માંસપેશીઓની નબળાઈની સમસ્યા વધારે થાય છે.


  કારણ


  મેદસ્વિતા, પહેલેથી આવતી ખાંસી, મૂત્રરોગ અથવા પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ થવી, કબજિયાતની બીમારી પણ જો પહેલેથી હોય તો હર્નિયાની ફરિયાદ થવાની શક્યતા વધી જાય છે. પરિવારમાં જો પહેલેથી માંસપેશીઓની નબળાઈની ફરિયાદ હોય તો તે થવાની શક્યતા વધારે રહે છે. કોન્ગિકલ હર્નિયા જન્મની સાથે જ નસોની નબળાઈને કારણે થઈ જાય છે. વધારે વજન ઊંચકવાને કારણે આ સમસ્યા થઈ શકે છે. જેમ કે, વેટ લેફ્ટર્સ, વજન ઉઠાવનાર મજૂરને આ થવાની શક્યતા વધારે રહે છે.


  આગળ વાંચો શું છે આ બીમારી, તેના પ્રકાર અને તેનાથી બચવા શું ધ્યાન રાખવું જરૂરી છે.

 • Causes, symptoms and treatment for hernia disease
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  હર્નિયાના પ્રકાર


  હર્નિયા ઘણાં પ્રકારના હોય છે, પરંતુ ત્રણ પ્રકાર વિશેષ ઉલ્લેખનીય છે. ઇંગ્વાઇનલ હર્નિયા (વેક્ષણ હર્નિયા) હર્નિયાના લગભગ 70 ટકા રોગીઓને આ હર્નિયા થાય છે. આ હર્નિયામાં પેટમાંથી આંતરડાં અથવા અન્ય અંગ, જાંઘની પાતળી નળીમાંથી થઈને અંડકોષ તરફ સરકી જાય છે. 


  બીજો પ્રકાર અમ્બિલાઇકલ હર્નિયા (નાભિ હર્નિયા) છે, જેમાં પેટની સૌથી નબળી માંસપેશી, હર્નિયાની થેલી નાભિમાંથી બહાર નીકળી જાય છે. લગભગ 8થી 10 ટકા કેસમાં આ હર્નિયા થાય છે. 


  ત્રીજો પ્રકાર છે ઇનસીજનલ હર્નિયા 10 ટકા લોકોને જ થાય છે. તેમાં પેટના અંગ જાંઘની પગમાં જનારી ધમનીમાં રહેલ મુખમાંથી બહાર નીકળી જાય છે. સર્જરી કરાવ્યા પછી પેટમાં ટાંકા લેવાથી માંસપેશીઓ નબળી થઈ જવાને કારણે ઘણી વાર આ હર્નિયા થાય છે. તેમાં પેટના અંગ નબળા અથવા ફેલાયેલી માંસપેશીઓમાં રહેલ મુખમાંથી બહારની તરફ નીકળી જાય છે.


  લક્ષણ


  જાંઘ, નાભિ થવા પાછળ કોઈ ઓપરેશનના ચીરાના નિશાનની પાસે થનારો સોજો હર્નિયાનું લક્ષણ હોઈ શકે છે. મોટેભાગે તેમાં કોઈ દુખાવો થતો નથી. ઘણી વાર તેનાં લક્ષણ દેખાતાં કે સમજમાં આવતાં નથી. જો આંતરડાં હર્નિયાની થેલીમાં ફસાઈ જાય તો તે સોજો દબાવવાથી પણ ઓછા નથી થતો અને એવામાં ઇલાજ કરવામાં મોડું થાય તો આંતરડાંઓમાં લોહીની ધમનીઓ દબાણને કારણે બંધ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં તેની અવગણના જીવલેણ સાબિત થઈ શકે છે.


  ઇલાજ


  સામાન્ય રીતે નાના હર્નિયાની બાબતમાં ચીરો કરવામાં આવે છે. આ સિવાય ઉભારવાળા ભાગને અંદર કરીને ક્ષતિગ્રસ્ત ભાગને ઠીક કરવામાં આવે છે તથા ત્યાં જાળી લગાવી દેવામાં આવે છે. દર્દીના ઘા ભરાવામાં 10થી 15 દિવસનો સમય લાગે છે. દર્દીને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઓછામાં ઓછા બેથી-ત્રણ મહિના સુધી કોઈ ભારે કામ ન કરે. ઓપરેશન પછી શરીર નબળું થઈ જાય છે. તેને સ્વસ્થ થતાં ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના થઈ જાય છે.

 • Causes, symptoms and treatment for hernia disease

  90 ટકાથી વધારે હર્નિયા પુરુષોમાં જોવા મળે છે. મોટેભાગે હર્નિયા નાનાં બાળકોમાં વધારે જોવા મળે છે.


  બચવાની રીતો


  (1) પોતાની ક્ષમતાથી વધારે વજન ન ઊંચકવું જોઈએ.


  (2) મૂત્રરોગ, કબજિયાત અથવા અન્ય કોઈ પેટસંબંધી સમસ્યા અથવા કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો સમયસર ડોક્ટરને બતાવવું જોઈએ.


  (3) કબજિયાતની સમસ્યાને સામાન્ય રીતે ન લેતાં સમયસર ઇલાજ કરાવવો.


  (4) ફાઇબરયુક્ત આહાર જેમ કે, દાળમાં તુવેર, ચણા, રાજમા, ફળો, શાકભાજી વગેરેનું સેવન કરવું ફાયદાકારક છે.


  (5) યોગ્ય ફિટિંગવાળાં આરામદાયક અંતર્વસ્ત્રો પહેરવાં જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ