Home » Lifestyle » Health » Causes of kidney disease and kidney failure

આવી તકલીફો થાય તો સમજો કિડની બગડી રહી છે, જાણો બચવા માટેના ઉપાયો

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 04:10 PM

શરીરમાં આવા લક્ષણો કિડની ખરાબ થવાના સંકેત હોય છે

 • Causes of kidney disease and kidney failure
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કિડનીના રોગનું નિદાન થયા બાદ નિયમિત દવા લેવી જોઇએ.

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શરીરની બહારની સ્વચ્છતા આપણા હાથમાં છે પણ શરીરની અંદરની સ્વચ્છતા કિડની જાળવે છે. તે શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દૂર કરી શરીરને સ્વચ્છ રાખવાનું અગત્યનું કામ કરે છે. કિડની શરીરનું બહુ જ અગત્યનું અંગ છે. જેથી આજે અમે તમને અમદાવાદના શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોની દ્વારા જણાવેલ કિડનીના રોગ વિશે કેટલીક સામાન્ય માહિતી આપીશું.

  કિડનનીના રોગોના મુખ્ય લક્ષણો

  1. આંખોની આસપાસ સોજા આવવા
  2. મોં અને પગના પંજા ઉપર સોજા આવવા
  3. ભૂખ ઓછી લાગવી, ઊલ્ટી ઉબકાં આવવા, નબળાઈ અને થાક લાગવો

  ઉપરના લક્ષણો આમ તો ઘણી બીજી બીમારીઓમાં પણ જોવા મળે છે પણ કિડનીમાં પ્રોબ્લેમ હોય તો ઉપરના આ 3 લક્ષણો ખાસ જોવા મળે છે. સાથે જ કિડનીની કાર્યક્ષમતા ચકાસવા માટે ડોક્ટરની સલાહ મુજબ કેટલીક તપાસ કરાવવી જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

  આગળ વાંચો કિડની ન બગડે તે માટે શું ધ્યાન રાખવું.

 • Causes of kidney disease and kidney failure
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જેમને ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર રહેતું હોય તેમણે દર વર્ષે કિડનીની તપાસ કરાવી લેવી.

  કઈ તપાસ કરાવવી?

   

  પેશાબની તપાસ

   

  જેના પેશાબમાં પ્રોટીન અને રક્તકણો જતાં હોય તો કિડની ઉપર સોજો આવ્યો હોઈ શકે છે. જેને ગ્લીમેરૂલો નેફ્રાઈટીસ કહે છે. જ્યારે માઈક્રો યૂરિન આલ્બ્યુમિન્યુરિયા, પેશાબની આ તપાસ કરાવવાથી ડાયાબિટીસને કારણે કિડની કેટલી ખરાબ થઈ છે તે જાણી શકાય છે. 

   

  લોહીની તપાસ

   

  લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય તેના ઘણાં કારણો હોઈ શકે છે. જેમાંનું એક કારણ કિડની ફેલ્યોર પણ છે. લોહીમાં રહેલાં ક્રિએટીનીન અને યૂરિયાની તપાસ મુખ્ય છે. કારણ કે તે કિડની દ્વારા સાફ કરવામાં આવતો કચરો છે.  લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ 0.9થી 1.4 mg% અને યૂરિયાનું પ્રમાણ 20થી 40 mg% સામાન્ય છે. જો તેથી વધુ હોય તો કિડની બગડવાની શરૂઆત થઈ છે તેમ કહી શકાય. 

   

  અન્ય તપાસોમાં પ્રોટીન, કોલેસ્ટ્રોલ, સોડીયમ, પોટેશિયમ, ક્લોરાઈડ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરેનું પ્રમાણ જાણવું જરૂરી છે. 

   

  કિડનીની સોનોગ્રાફી

   

  આ તપાસ દ્વારા કિડનીનું કદ, રચના તથા સ્થાન જાણી શકાય છે. મોટાભાગના ક્રોનિક કિડની ફેલ્યોરના દર્દીની બંને કિડની સંકોચાયેલી જોવા મળે છે.  જેથી ડોક્ટરની સલાહ મુજબના અન્ય ટેસ્ટ કરાવવા જોઈએ.

 • Causes of kidney disease and kidney failure
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ચાલીસી વટાવ્યા બાદ દર વર્ષે હેલ્થ ચેક અપ કરાવવું જોઇએ.

  શું છે કિડની ફેલ્યોર?

   

  1. એક્યુટ કિડની ફેલ્યોરઃ જેમાં બંને કિડની એકાએક બગડે છે અને સારવારથી સંપૂર્ણ રીતે ઠીક પણ થઈ જાય છે. તે થવાના સામાન્ય કારણો ઝાડાં, ઊલટી, ઝેરી મલેરિયા વગેરે છે. 

   

  2. ક્રોનિક કિડની ફેલ્યોરઃ જેમાં ધીરે-ધીરે લાંબાગાળે ન સુધરી શકે તે રીતે કિડની બગડે છે.

   

  કિડનીની બીમારી દરમ્યાન કયો ખોરાક ટાળવો જોઈએ?

   

  1. મીઠું, ટીન ફૂડ્સ, અથાણાં, સોસ, ફ્રોઝન ફૂડ્સ
  2. પોટેશિયમ યુક્ત ફળો જેવા કે કેળા અને તરબૂચ
  3. ફોસ્ફરસ જેમ કે કોલા, દૂધ, ચીઝ, બટર
  4. ખાંડ જેમ કે મિઠાઈઓ અને અન્ય ગળ્યા પદાર્થો

   

  ખોરાકમાં નોનવેજ અદંતર બંધ કરવું જોઈએ અને પ્રોટીનનું પ્રમાણ ડોક્ટરની સલાહ મુજબ લેવું જોઈએ. 

 • Causes of kidney disease and kidney failure
  કિડનીના રોગનાં ચિહ્નો જોવા મ‌ળે તો વહેલાસર ડોક્ટર દ્વારા તપાસ કરાવવી.

  કિડનીના રોગ અને કિડની ફેલ્યોરને અટકાવવાના આ સરળ ઉપાયો જાણો


  1. ડાયાબિટીસ અને બીપીને કાબૂમાં રાખો અને સમયાતંરે ચેક કરાવવું જરૂરી છે. 
  2. રોજનું 3 લીટરથી વધુ પાણી પીવો.
  3. ડોક્ટરની સલાહ વિના પેઈન કિલર્સ ખાવી નહીં, કેમકે લાંબા સમય સુધી પેઈન કિલર ખાવાથી કિડની ખરાબ થઈ શકે છે. 
  4. પથરી, પેશાબના ચેપ વગેરેની તકલીફ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી. 


  ક્રોનિક કિડની ફેલ્યોરની શરૂઆતના તબ્બક્કામાં દવાઓ અને ખોરાકમાં પરેજી સૂચવવામાં આવે છે અને છતાં પણ કિડની બગડતી જાય તો તેના બે વિકલ્પ છે. 1. ડાયાલિસીસ 2. કિડની ટ્રાન્સપ્લાન્ટ


  જો ઘણાં સમયથી દર્દી ડાયાલીસિસ કરાવતો હોય તો તેણે કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ અપનાવવો જોઈએ. નવી દવાઓની શોધ અને ઈન્ફેક્શન કંટ્રોલના નિયમોને કારણે તે વધુ સરળ અને સફળ થઈ રહ્યું છે. 


  કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીને બ્લડ રિલેશનવાળા સગા કિડની ડોનેટ કરી શકે છે પરંતુ ખરીદી શકાતી નથી. તેથી જ કિડનીનું જતન જરૂરી છે કેમકે તે ફરી મળવી બહુ મુશ્કેલ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ