દાદર, ફુગ અથવા ફંગલ ઇન્ફેક્શન થવાના કારણો અને મટાડવાના ઘરેલૂ ઉપાય જાણો

દાદર મટતી ન હોય તો એકવાર આ ઉપાયો અજમાવી જુઓ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 24, 2018, 04:33 PM
Causes and remedies of ringworm infection

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આ એક સર્વસામાન્ય સવાલ છે કે જે ફેમિલી અથવા ચામડીના ડૉક્ટરને પૂછવામાં આવે છે. દાદર, ફુગ અથવા ફંગલ ઇન્ફેક્શન એક વ્યક્તિને સંપૂર્ણપણે મટે નહીં ત્યાં સુધી તો ઘરમાં બીજા કોઈ વ્યક્તિને અથવા તો સહકર્મચારીને આ ચેપ લાગુ પડી જતો હોય છે. વર્ષો પહેલાં સામાન્ય ગણાતી દાદર, ફુગ અથવા ફંગલ ઇન્ફેક્શન આજકાલ બહુ ઝડપથી ફેલાતી અને હઠીલી માંદગી થઈ ગઈ છે.


ચામડી પર સખત ખંજવાળવાળાં ગોળાકાર ચકામાં (રિંગવર્મ) કે જે બહારી ભાગમાં વધતાં હોય તે દાદરનાં હોઈ શકે છે. શરીરના કોઈ પણ ભાગમાં દેખાતાં આ ચકામાં ખાસ કરીને સાથળ, જનનાંગ, થાપે, પેટ, બગલ, હથેળી અને પગના પંજામાં વધારે જોવા મળે છે. જ્યારે નાનાં બાળકોમાં મોટાભાગે દાદરનો પ્રકોપ માથામાં વધારે જોવા મળે છે અને કરોળિયાના ફંગસમાં મોટાભાગે ખંજવાળ હોતી નથી.


આગળ વાંચો દાદર, ફુગ અથવા ફંગલ ઇન્ફેક્શન વકરવાના કારણો અને ઉપાય.

Causes and remedies of ringworm infection

દાદર વકરવાનાં કારણો : 


વરસાદની ઋતુમાં ભેજનું પ્રમાણ વધવાને લીધે ફંગસ ઝડપથી વધે છે. ગરમીની ઋતુમાં શરીર પર પરસેવો અને ફીટિંગવાળાં, સિન્થેટિક કપડાંથી રોગનો ફેલાવો વધે છે.


ફુગનો ચેપ નખમાં ભરાઈ ગયા પછી ખંજવાળવાથી અથવા એકથી બીજી જગ્યાએ ચામડીના સંપર્કથી પ્રસરે છે. દર્દી દ્વારા વપરાયેલ ટુવાલ, નેપ્કિન અથવા કાપડ જો બીજી કોઈ વ્યક્તિ દ્વારા પહેરવામાં કે વાપરવામાં આવતા હોય ત્યારે પણ ચેપ ફેલાઈ શકે છે.


સમયસર નિદાન નહીં થવાના કારણે સારવારમાં મોડું થાય, જાતે જ અથવા બીજા કોઈના કહેવાથી ઊંટવૈદું કરવાથી રોગ પર ઊંધી અસર થાય છે.


આ રીતે જાતે જ કરવામાં આવતા ઊંટવૈદું કે જાતે જ લેવામાં આવતી આડેધડ સારવારને કારણે પણ દાદર વકરવાની શક્યતાઓ વધી જતી હોય છે. ખાસ કરીને એવી ગોળીઓ અથવા લગાડવાની દવાઓ કે જેમાં જરૂર વગરની એન્ટિબાયોટિક, સ્ટીરોઇડ અથવા આડઅસરયુક્ત કેમિકલો હોય છે. તેનો આડેધડ ઉપયોગ કરવાથી રોગની ભયંકરતા વધી જાય છે અને ત્યારબાદ વ્યવસ્થિત દવા કરવા છતાં પણ ફંગલના રજિસ્ટેન્સના કારણે મટતા વધારે સમય લાગે છે.

Causes and remedies of ringworm infection

દાદરને સમયસર મટાડવા માટે શું કરવું જોઈએ?


-શરીરના કોઈ પણ ભાગમાં ગોળ ચકામાં અથવા ખંજવાળ આવતી હોય ત્યારે તમારા ફેમિલી અથવા ચામડીના નિષ્ણાત ડૉક્ટરને બતાવીને સમયસર તેનું નિદાન કરવું જોઈએ.


-નિદાન પછી દાદર બધી જ જગ્યાએથી સંપૂર્ણપણે મટી જાય ત્યાં સુધી ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા કરવી


-ડાયાબિટીસ, થાઇરોઇડ, એઇડ્સ જેવી કોઈ બીમારી હોય તો ડૉક્ટરને જાણ કરી તેને કાબૂમાં રાખવા જોઈએ.


-કોઈ દવાની આડઅસર જણાય તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.


-દાદરનો ચેપ લાગેલો હોય ત્યારે સ્વિમિંગ પુલ, ભીનાં કપડાં અથવા બીજાનાં કપડાં કે પગરખાંનો ઉપયોગ ટાળવો જોઈએ.


-દાદર થઈ હોય ત્યારે એન્ટિબાયોટિક, સ્ટીરોઇડ જેવી દવાઓ જાતે જ, બીજા કોઈના કહેવાથી અથવા જાણકાર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વાપરવી જોઈએ નહીં.


-પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે વ્યાયામ, સારો ખોરાક, શરીરની સફાઈ અને નખ કાપેલા રાખવા વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

X
Causes and remedies of ringworm infection
Causes and remedies of ringworm infection
Causes and remedies of ringworm infection
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App