Divya Bhaskar

Home » Lifestyle » Health » curd butter milk and carry which one good for health during rainy season for hela

દહીં, છાસ, કઢી - આમાંથી વરસાદમાં શું લેવું સારું છે અને કેમ ?

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:38 PM

વાતાવરણમાં આ ત્રણેમાંથી કોનો પ્રયોગ કરવો જોઇએ

  • curd butter milk and carry which one good for health during rainy season for hela

    હેલ્થ ડેસ્કઃ સામાન્ય દહીં, છાસ અને કઢી ત્રણના મૂળમાં દહીં છે. દરેક વાતાવરણમાં તેના અલગ અલગ સ્વરૂપનું પોતાનું મહત્વ છે. વાતાવરણમાં આ ત્રણેમાંથી શું શ્રેષ્ઠ છે, શું બીજા સ્થાન પર છે અને કોનો પ્રયોગ કરવો જોઇએ, તેના વિશે જણાવી રહ્યાં છે નવી દિલ્હીના ન્યૂટ્રીશનિસ્ટ કવિતા દેવગણ...

    દહીં : ગુડ
    વરસાદમાં ખાઇ શકાય છે પરંતુ ત્રીજા સ્થાન પર


    કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન બી, ગોળ બેક્ટેરિયા જેવા ગુણવાળું દહીં, બ્લડપ્રેશર પણ ઓછું કરે છે. કારણ કે તે પેટમાં જઇને સ્મોલ ચેન ફેટી એસિડ બનાવે છે, જે બીપી ઓછું કરવામાં સહાયક હોય છે. એટલે આનેખાવાથી મૂડ સુધરી જાય છે. ભલે કોઇ પ્રોટીન પચાવી શકે કે નહીં, પરંતુ દહીંમાં રહેલું પ્રોટીન લોકો સરળતાથી પચાવી શકે છે. આને બદામની સાથે ખાઇએ તો બદામમાં રહેલું વિટામિન ડી અને દહીંમાં રહેલું કેલ્શિયમ શરીરને એક સાથે મળશે.


    છાસ: બેટર
    વરસાદમાં લઇ શકાય છે, પરંતુ બીજા સ્થાન પર

    તે પોતાનામાં જાદુઇ પીણું છે. જોકે દહીંના સારા ગુણ આમાંછે, પરંતુઆમાં દહીંથી વધારે લાભ છે. આ દહીંની સરખામણીએ હલકું છે. જેમ જેમ મથતાંજશો તેમ
    તેમ પ્રોટીનનું પ્રમાણ વધવા લાગે છે. સાથે દહીં પચાવવામાં જેટલો સમય લાગેછે. તેનો અડધાથી પણ ઓછા સમયમાં તે પચી જાય છે. લો કેલરી હોવાના કારણે એક ગ્લાસમાં 40 કેલરી પણ મળે છે, સાથે લો ફેટ પણ છે, પરંતુ પ્રોટીન આમાં સારું છે. છાસમાં જો કાચા ઉકાળેલાંકેળાં ખાવામાં આવે તો બહુ પૌષ્ટિક ડિશ બની જાય છે.

    કઢી: બેસ્ટ
    વરસાદમાં લેવું ફાયદાકારક છે. તે પહેલા સ્થાન પર છે.

    દહીંની સાથે બેસન પણ ન્યૂટ્રીશન આપે છે. આ બન્નેને ભેળવવાથી વધારે પ્રોટીન, આયરન અનેફાયબર મળે છે. આને વરસાદમાં પીવામાં આવે તો થાક દૂર થઇ જશે. કઢીમાં ફોસફરસ હાડકાં, માંસ, દાંતો માટે સારું હોય છે. ચામડી પણ સારી રહેશે, કારણ કે બેસનના કારણે શરીરમાં કોલેજન બનેછે. કઢી એન્ટીઇન્ફલેમેટરી હોય છે. આમાં રહેલું ફોલેટ અને વિટીમીન બી 6 ગર્ભવતી મહિલાઓનેતાકાત આપે છે. બેસનમાં ગ્લૂટેન રહેતું નથી, તો તે ગ્લૂટેનના પ્રતિ સંવેદનશીલ લોકો માટે પણ છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સની શ્રેણીમાં છે, તો ડાયાબીટીસના દર્દીઓ પણ લઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending