• Home
  • Lifestyle
  • Health
  • શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know

કેન્સર પહેલા શરીરમાં દેખાવા લાગે છે આ 7 સંકેતો, ભૂલથી પણ ન કરતા ઈગ્નોર

મહિલાઓના શરીરમાં કાયમ ચેન્જિસ આવતા રહેતા હોય છે. ક્યારેક-ક્યારેક નોર્મલ દેખાતા આ ચેન્જિસ કેન્સરના સંકેત પણ હોય શકે છે.

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 05:40 PM
શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know

કેન્સર પહેલા શરીરમાં દેખાવા લાગે છે આ 7 સંકેતો, ભૂલથી પણ ન કરતા ઈગ્નોર.

યૂટિલિટી ડેસ્કઃ મહિલાઓના શરીરમાં કાયમ ચેન્જિસ આવતા રહેતા હોય છે. ક્યારેક-ક્યારેક નોર્મલ દેખાતા આ ચેન્જિસ કેન્સરના સંકેત પણ હોય શકે છે. એટલે મહિલાઓએ કાયમ પોતાના શરીર પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે કેટલાક ચેન્જિસ દેખાય તો એલર્ટ થવું જોઈએ. આ કહેવું છે કેન્સર રિસર્ચ સેન્ટરના ડોક્ટર Robyn Andersenનું. તેઓ અહીં કેન્સરના સંકેતો વિશે પણ જણાવી રહ્યા છે. જેનાથી મહિલાઓ જાણી શકે છે કે તેમને કેન્સર તો નથીને.

બ્લોટિંગ

મહિલાઓ નેચરલ બ્લોટર્સ હોય છે. આ કહેવું છે મેડિકલ સેન્ટરના ઓન્કોલોજિસ્ટ મરલીન મેયર્સનું. પરંતુ જો 2 સપ્તાહ કરતા વધુ બ્લોટિંગ થઈ રહ્યું હોય અને તેની સાથે જ વેટ લોસ અને બ્લીડિંગ પણ થઈ રહ્યું હોય તો ડોક્ટરની સલાહ લો. સતત થતું બ્લોટિંગ બ્રેસ્ટ, કોલોન, ગેસ્ટ્રો, ઓવરિયન વગેરે કેન્સરના સંકેત હોય શકે છે. CT Scan અને અલ્ટ્રા સાઉન્ડથી તેના વિશે જાણી શકાય છે.

આગળ જાણો અન્ય સંકેતો વિશે...

શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know

પીરિયડ્સ પછી પણ બ્લીડિંગ થવી

 

જો તમને પીરિયડ્સ સિવાય પણ બ્લીડિંગ થઈ રહી છે તો ડોક્ટરની સલાહ લો. આ યૂટ્રસ કેન્સરનું કારણ હોય શકે છે. મેનોપોઝ પછી પણ બ્લીડિંગ થવું નોર્મલ નથી. આવું થવા પર તરત ડોક્ટરની સલાહ લો.

 

બ્રેસ્ટ ચેન્જ

 

બ્રેસ્ટમાં થતી બધી જ ગાંઠ કેન્સરની નથી હોતી. પરંતુ આવું કંઈક લાગે તો તરત ડોક્ટરની સલાહ લો. બ્રેસ્ટની સ્કિનમાં ખાડા પડવા, નિપ્પલનો શેપ ચેન્જ થવો, નિપ્પલ અથવા બ્રેસ્ટની સ્કિનમાં રેડનેસ આવવી. જો આ સંકેત તમને દેખાય તો ડોક્ટર પાસે તપાસ કરાવો. તેમાં મેમોગ્રામ અને બાયોપ્સી કરી શકાય છે.

શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know

સ્કિનમાં ચેન્જિસ આવવા

 

સ્કિન પર થતા સ્પોટ, તલ વગેરેમાં ચેન્જ આવવા અથવા પછી નવા સ્પોટ બનવા. આ તમામ કેન્સરના સામાન્ય સંકેત છે. ડોક્ટરને કંસલ્ટ કરો તે બાયોપ્સી કરાવીને તેની તપાસ કરી શકે છે.

 

યૂરિન અને સ્ટૂલમાં બ્લડ આવવું

 

યૂરિન અથવા સ્ટૂલમાં બ્લડ આવવા પર ડોક્ટરને તરત કંસલ્ટ કરો. સ્ટૂલમાં બ્લડ આવવું કોલોન કેન્સરના સંકેત હોય શકે છે. તેમજ યૂરિનમાં બ્લડ આવવું બ્લેડર અથવા કિડનીના કેન્સરના સંકેત હોય શકે છે.

શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know

ખાવામાં તકલીફ થવી

 

ક્યારેક-ક્યારેક આવું થવું ચિંતાની વાત નથી, પરંતુ જો આવું વારંવાર થતું હોય અને તેની સાથે વેટ લોસ અને વોમિટિંગ પણ થતી હોય તો ડોક્ટરને તરત કંસલ્ટ કરો આ થ્રોટ અથવા સ્ટમક કેન્સરના સંકેત હોય શકે છે. તેન માટે એન્ડોસ્કોપી અને CT Scan કરવામાં આવે છે.

 

પ્રયત્ન કર્યા વિના જ વેટ લોસ થવું

 

તમામ મહિલાઓને વજન ઘટવાથી ખુશી થાય છે, પરંતુ એક્સરસાઇઝ અને ડાયટ કર્યા વિના જ જો વેટ લોસ થતું હોય તો આ કેન્સરના સંકેત હોય શકે છે. તેને ઈગ્નોર કર્યા વિના ડોક્ટરને કંસલ્ટ કરવું જોઈએ. આ સ્ટ્રેસના કારણે થઈ શકે છે. આ સિવાય આ કોલોન કેન્સર, સ્ટમક અને લંગ કેન્સરના પણ સંકેત છે.

X
શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know
શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know
શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know
શરીરમાં દેખાય આ 7 સંકેતો તો ભૂલથી પણ ન કરતા ઈગ્નોર । Warning Signs of Cancer You Need to Know
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App