જાણો શું છે સેકન્ડરી કેન્સર, આ લોકોમાં વધી શકે છે રિસ્ક ફેક્ટર

દર્દીને જ્યારે કેન્સરની શરૂઆત થાય છે, તેને પ્રાઇમરી કેન્સર કહેવામા આવે છે.

divyabhaskar.com | Updated - Feb 02, 2018, 02:02 PM
cancer day special what is the risk for a secondary cancer

યુટિલિટી ડેસ્કઃ કેન્સર કે જીવલેણ બીમારી છે. આ બીમારી થઇ હોવાની જાણ સમયસર થઇ જાય તો જીવ બચાવી શકાય છે. જોકે કેન્સર શરીરના વિવિધ પ્રકારે થઇ શકે છે એ આપણે જાણીએ છીએ પરંતુ કેન્સરના બે પ્રકાર છે એ પ્રાયમરી અને બીજો સેકન્ડરી. કેટલાક એવા ફેક્ટર છે, જેના કારણે સેકન્ડરી કેન્સર ડેવલોપ થાય છે. કેટલીક વાર તેને કન્ટ્રોલ કરી શકાય છે, કેટલીકવાર નહીં. તેવામાં આ અંગે ડોક્ટર સાથે ચર્ચા કરીને જાણવું જોઇએ કે શું કેન્સર ફરીથી થવાની શક્યતા છે કે નહીં. તેમ છતાં એ પણ જાણવું જરૂરી છેકે સેકન્ડરી કેન્સર કેવી રીતે થઇ શકે છે. આજે અમે અહી સેકન્ડરી કેન્સર કોને કહેવાય અને કેવા લોકોને આ કેન્સર થઇ શકે છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

કોને કહેવાય સેકન્ડરી કેન્સર

દર્દીને જ્યારે કેન્સરની શરૂઆત થાય છે, તેને પ્રાઇમરી કેન્સર કહેવામા આવે છે. ક્યારેક પ્રાઇમરી કેન્સરમાંથી કેન્સરના સેલ અલગ પડે છે અને શરીરના અન્ય ભાગમાં ડેવલોપ થાય છે. આ પ્રકારે અલગથી ડેવલોપ થઇ રહેલા કેન્સર સેલને સેકન્ડરી કેન્સર કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પહેલીવાર જ્યાં કેન્સર થયું હોય ત્યાંથી કેન્સરના સેલ અલગ પડીને શરીરના અન્ય ભાગમાં ફેલાય છે, સેકન્ડરી કેન્સર પણ એ પ્રકારનું જ કેન્સર હોય છે જેવું ઓરિજિનલ(પ્રાઇમરી) કેન્સર હોય છે. ઉદાહરણ તરીકે બ્રેસ્ટ(પ્રાઇમરી કેન્સર)માંથી અલગ પડેલું ટ્યૂમર લંગમાં (સેકન્ડરી) કેન્સર કરે છે. લંગમાં જે કેન્સર સેલ હોય છે તે બ્રેસ્ટમાં થયેલા કેન્સર જેવા જ હોય છે અને તેથી તેને સેકન્ડરી કેન્સર કહેવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો કોને થઇ શકે છે સેકન્ડરી કેન્સર

cancer day special what is the risk for a secondary cancer

જાણો કોને થઇ શકે છે સેકન્ડરી કેન્સર

 
ચાઇલ્ડહૂડ કેન્સર

જો ઉમર 15 વર્ષ કરતા ઓછી હોય અને કેન્સર થયું હોય તો તમારે તમારું હેલ્થ ચેક કરાવતું રહેવું જોઇએ. કેટલાક ચાઇલ્ડહૂડ ટ્યૂમર ભવિષ્યમાં ફરી એક્ટિવેટ થાય છે અને આગળ જતાં કેન્સરનું જોખમ વધારે છે. 

 
ફેમેલી હિસ્ટ્રી

જ્યારે તમારા પરિવારના નજીકના સભ્યોને વિવિધ પ્રકારના કેન્સર થયા હોય તો એ સૌથી સબળ કારણ છેકે તમને પણ ભવિષ્યમાં કેન્સર થઇ શકે છે, કારણ કે તે જીનેટિક છે. તેવામાં તમે જીનેટિક ટેસ્ટ કરાવી શકો છો જેથી જાણી શકાય કે તમને કેન્સર થશે કે નહીં.

cancer day special what is the risk for a secondary cancer

કેન્સર ટ્રિટમેન્ટ

કેન્સરના નિદાન માટે રેડિએશન, કેમોથેરેપી અને અન્ય કેન્સર થેરેપી કરવી જરૂરી છે, પરંતુ ક્યારેક એવું પણ બની શકે છે કે તેનાથી કેન્સરના સેલ બદલાય છે અને તે સેકન્ડરી કેન્સર થવાનું કારણ બને છે. 
 

ઉમર 

ઉમર વધવાની સાથે કેન્સર થવાનું જોખમ વધે છે કારણ કે વધુ ઉમર હોવાથી ડેમેજ થયેલા સેલ ક્યારેક રિપેર થઇ શકતા નથી.  

X
cancer day special what is the risk for a secondary cancer
cancer day special what is the risk for a secondary cancer
cancer day special what is the risk for a secondary cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App