આખરે એવી કઈ પ્રોબ્લેમથી પીડાય રહી છે વિરાટની અનુષ્કા કે ડૉક્ટરે જોતા જ આપી દીધી તરત બેડ રેસ્ટની સલાહ

આ વખતે અનુષ્કા શર્મા પોતાની આ પ્રોબ્લેમને લઈને ચર્ચામાં છે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 01:34 PM
Anushka Sharma suffering from bulging disc problem

હેલ્થ ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા કાયમ ચર્ચાઓમાં બની રહે છે. તે એક વખત પાછી ચર્ચાઓમાં છે. આજકાલ તે સ્લિપ ડિસ્કની પ્રોબ્લેમથી પીડાય રહી છે. તેને ડૉક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી છે. અમે જણાવી રહ્યા છીએ સ્લિપ ડિસ્કની પ્રોબ્લેમ શું હોય છે અને ક્યા કારણોસર આ સમસ્યા થાય છે. સાથે જ પ્રોબ્લેમ થવા પર તેનાથી બચવાના ઉપાય પણ જાણો.

શું છે સ્લિપ ડિસ્ક?


કમરની નીચે અથવા નીચલા ભાગ અને મણકાના હાડકામાં થતા દુખાવાને સ્લિપ ડિસ્ક કહેવામાં આવે છે. જ્યારે ડિસ્ક સ્પાઇનલ કોર્ડથી થોડી બહાર આવી જાય છે ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. ડિસ્કનો બહારનો ભાગ એક મજબૂત પારદર્શક લેયરથી બનેલો હોય છે અને તેની વચ્ચે લિક્વિડ પદાર્થ ભરેલો હોય છે. ડિસ્કમાં રહેલો જેલી જેવો ભાગ કનેક્ટિવ ટિશ્યૂઝના સર્કલથી બહારની તરફ નીકળી જાય છે અને આગળ વધેલો ભાગ સ્પાઇન પર દબાણ બનાવે છે. ઘણી વખત અચાનક ઝટકા અથવા દબાણથી આ પારદર્શક લેયર ફાટી જાય છે અથવા નબળી પડી જાય છે તો જેલી જેવો ભાગ નીકળીને નસો પર દબાણ બનાવવા લાગે છે, જેના કારણે પગમાં દુખાવો અથવા સુન્ન થવાની સમસ્યા થાય છે.

ક્યા કારણોથી થાય છે આ સમસ્યા?


- અચાનક નીચે નમવું
- ભારે વજન ઉચકવું
- કમરમાં ઝટકો લાગવો
- માંસપેશીઓમાં નબળાઈ
- સતત નમીને બેઠાં રહેવું
- બોડીમાં કેલ્શિયમની કમી થવી
- ખોટી પોઝિશનમાં બેસવું
- કલાકો સુધી સતત કમ્પ્યૂટર યૂઝ કરવું

પ્રોબ્લેમ થવા પર શું કરવું?


- સ્લિપ ડિસ્કના દુખાવાને દૂર કરવા માટે દરરોજ યોગ અને લાઇટ એક્સરસાઇઝ કરો.
- વધુ દુખાવો થવા પર કોઈ એક્સપર્ટની દેખરેખમાં જ એક્સરસાઇઝ કરો.
- તમારી ડાયટમાં ફળ, લીલા શાકભાજી, ગાજર, ટામેટાં, બીટ જેવી હેલ્ધી વસ્તુઓ સામેલ કરો.
- કેટલાક ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો જેમ કે, આદુંના પાઉડરમાં 5 લવિંગ અને કાળા મરીને વાટીને મિક્સ કરી લો. તેનાથી ઉકાળો બનાવી દિવસમાં 2 વખત પીવો.
- શરીરમાં કેલ્શિયમની કમી થવા પર પણ આ સમસ્યા થાય છે એટલે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓને તમારી ડાયટમાં સામેલ કરો.

આ પણ વાંચોઃ- બ્રાઇડલ ટિપ્સઃ 10થી 12 ગ્લાસ પાણી સાથે શરૂ કરો લગ્નનો ડાયટ અને વર્કઆઉટ પ્લાન, ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો

X
Anushka Sharma suffering from bulging disc problem
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App