હેલ્થ ડેસ્ક: ઈન્ડિયામાં ગાય અને ભેંસ બંનેનું દૂધ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ કાયમ આ પ્રશ્ન થાય છે કે આખરે ગાય અને ભેંસ બંનેમાંથી કોનું દૂધ વધુ ફાયદાકારક છે. ફોર્ટિસ હેલ્થકેર હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ગુલજીત કૌર જણાવે છે કે ગાય અને ભેંસ બંનેનું દૂધ વ્યક્તિ-વ્યક્તિએ જરૂર મુજબ ફાયદાકારક છે. પરંતુ જો વાત મસલ્સ બનાવવાની હોય તો ભેંસનું દૂધ જ વધુ સારું હોય છે.
ભેંસનું દૂધ મસલ્સ બનાવવા માટે બેસ્ટ કેમ છે?
ગુલજીત કૌર જણાવે છે કે ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા વધુ ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. તે વધુ ઘટ્ટ હોય છે. ગાયનું દૂધ બાળક અને એવા દર્દીઓ માટે બેસ્ટ છે જેમને દૂધ સરળતાથી નથી પચતું. જેમને હેલ્થ બનાવી છે તેમના માટે ભેંસનું દૂધ જ સારું હોય છે.
(અન્ય સોર્સઃ સોર્સ નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજિકલ ઈન્ફોર્મેશન, યૂએસએ)
ગાયનું કે ભેંસનું કયું દૂધ છે બેસ્ટ?
મસલ્સ બ્લિડિંગ માટે જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ
પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, આયર્ન, બાયોટિન, વિટામિન C, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને કેલરીઝ
100ML દૂધમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ
ભેંસ- કેલરી 97, પ્રોટીન 3.7 ગ્રામ, ફેટ 6.9 ગ્રામ, પાણી 84%, લેક્ટોસ 5.2 ગ્રામ, મિનરલ્સ 0.79 ગ્રામ
100ML દૂધમાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ
ગાય- કેલરી 61, પ્રોટીન 3.2 ગ્રામ, ફેટ 3.4 ગ્રામ, પાણી 90%, લેક્ટોસ 4.7 ગ્રામ, મિનરલ્સ 0.72 ગ્રામ
કેમ ભેંસનું દૂધ મસલ્સ બ્લિડિંગ માટે બેસ્ટ છે
પ્રોટીન
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા વધુ પ્રોટીન હોય છે. આ મસલ્સને સ્ટ્રોન્ગ અને હેલ્ધી બનાવે છે.
કેલરી
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા વધુ કેલરી હોય છે. તેનાથી મસલ્સનો ગ્રોથ ઝડપથી થાય છે.
ફેટ
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા આશરે ડબલ ફેટ હોય છે. આ મસલ્સના વિકાસ માટે પણ જરૂરી છે.
કોલેસ્ટ્રોલ
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા ઓછું કોલેસ્ટ્રોલ હોય છે. આ હાર્ટ ડિસીઝથી બચાવે છે.
મિનરલ્સ
ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતા કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે.
વિટામિન
ભેંસના દૂધમાં રાઇબોફ્લેવિન, વિટામિન B12, વિટામિન A, વિટામિન C અને થાઇમીન વધુ પ્રમાણમાં હોય છે.
એમિનો એસિડ્સ
ભેંસના દૂધમાં અનેક હેલ્ધી એમિનો એસિડ્સ હોય છે, જે ગાયના દૂધ કરતા વધુ હોય છે. તેનાથી મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.