ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» વજન ઘટાડવાથી કેન્સર સુધી બ્રાઉન રાઇસ ખાવાથી થાય છે આટલા ફાયદા । White Rice Vs Brown Rice : Which Is More Healthy

  વજન ઘટાડવાથી કેન્સર સુધી બ્રાઉન રાઇસ ખાવાથી થાય છે આટલા ફાયદા

  Divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 06:53 PM IST

  બ્રાઉન રાઇસમાં ઓછી કેલેરી હોય છે, પરંતુ તેમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે, જેનાથી ડાઇજેશન અને મેટાબોલિઝ્મ સારું થાય છે.
  • વજન ઘટાડવાથી કેન્સર સુધી બ્રાઉન રાઇસ ખાવાથી થાય છે આટલા ફાયદા
   વજન ઘટાડવાથી કેન્સર સુધી બ્રાઉન રાઇસ ખાવાથી થાય છે આટલા ફાયદા

   હેલ્થ ડેસ્કઃ બ્રાઉન રાઇસમાં વ્હાઇટ રાઇસ કરતા વધુ ફાઇબર અને મિનરલ્સ હોય છે. જો સ્વાસ્થ્યની વાત કરીએ તો એક્સપર્ટ પણ માને છે કે વ્હાઇટ રાઇસની સરખામણીમાં બ્રાઉન રાઇસ ખાવા વધુ ફાયદાકારક છે. મેક્સ હેલ્થ કેર, નવી દિલ્હીના ચીફ ડાયાટિશિયન ડો. રિતિકા સામદાર જણાવી રહ્યા છે વ્હાઇટ રાઇસ અને બ્રાઉન રાઇસમાં ક્યા હેલ્થ માટે સાર છે.

   આ રીતે બને છે બ્રાઉન રાઇસ

   ચોખા અનેક લેયરથી બનેલા હોય છે. રાઇસની સૌથી બહારની લેયરને કાઢ્યાં પછી બ્રાઉન રાઇસ બને છે. એકદમ બહારની લેયર કાઢવાથી તેમાં ઘણા પોષણ જળવાયેલા રહે છે.

   વ્હાઇટ રાઇસ

   બ્રાઉન રાઇસને ભૂસી હટાવવા માટે મીલમાં મોકલવામાં આવે છે ત્યારે તેના પર પોલિશિંગ કરવામાં આવે છે. જેનાથી તેની એક અન્ય લેયર જેને એલિયોરીન કહેવાય છે તે નીકળી જાય છે અને તે વ્હાઇટ રાઇસ બની જાય છે. તેનાથી તમામ પોષક તત્વો ખતમ થઈ જાય છે. આજે આપણે જાણીશું બ્રાઉસ રાઇસ વધુ હેલ્ધી છે કે વ્હાઇટ રાઇસ.

   બ્રાઉન રાઇસ મેગ્નીજ અને ફાસ્ફોરસ, સેલેનિયમ, તાંબું અને નિયાસિનનો મોટો સોર્સ છે. અંતર માત્ર સફેદ ચોખાને બનાવવા દરમિયાન 67 ટકા વિટામિન B3, 90% B6, 80% B1, 60% મેગ્નીજ અને ફાઇબર્સ જેવા ન્યૂટ્રિશન નીકળી જાય છે. વ્હાઇટ રાઇસનો સ્વાદ સારો હોય છે, પરંતુ તેમાં ન્યૂટ્રિશન નથી હોતા. બ્રાઉન રાઇસ ખાવાથી શું ફાયદો થાય છે ચાલો જાણીએ.

   - બ્રાઉન રાઇસમાં ઓછી કેલેરી હોય છે, પરંતુ તેમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે, જેનાથી ડાઇજેશન અને મેટાબોલિઝ્મ સારું થાય છે. વજન ઘટાડવા માટે બ્રાઉન રાઇસ ખાવા ફાયદાકારક છે.

   - બ્રાઉન રાઇસ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી આર્ટરીઝ બ્લોક નથી થતી અને હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.

   - તેમાં વ્હાઇટ રાઇસની સરખામણીમાં સેલેનિયમની માત્રા વધુ હોય છે, જે હાર્ટ ડિસીઝ, કેન્સર અને સાંધાના દુઃખાવા જેવી બીમારીઓ દૂર રાખે છે.

   - બ્રાઉન રાઇસમાં એન્ટિ-ઓક્સીડેન્ટ્સ પણ રહેલા હોય છે, એટલે આ એજિંગને પણ અટકાવે છે.

   - વ્હાઇટ રાઇસની સરખામણીમાં બ્રાઉન રાઇસ ખાવાથી શુગર લેવલ વધતું નથી. દરરોજ બ્રાઉન રાઇસ ખાવાથી ડાયાબિટીસ થવાનો ખતરો પણ ઘણાંઅંશે ઓછો થઈ જાય છે.

   - બ્રાઉન રાઇસમાં અનેક નેચરલ ઓઇલ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.

   આ પણ વાંચોઃ- ખાવાનું બંધ કર્યા વિના 4 દિવસમાં જ ઘટાડો 3 કિલો વજન, આ છે ડાયટ પ્લાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વજન ઘટાડવાથી કેન્સર સુધી બ્રાઉન રાઇસ ખાવાથી થાય છે આટલા ફાયદા । White Rice Vs Brown Rice : Which Is More Healthy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `