Divya Bhaskar

Home » Lifestyle » Health » તમારા લિવરને નુકસાન પહોંચાડે છે આ 1 આદત, આજથી જ ચેતી જજો । Diseases that you get from a public toilet

ટોયલેટ સીટ પર મોબાઇલનો ઉપયોગ નોતરે છે ગંભીર બીમારીઓ, ચેતી જજો

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 05:10 PM

ટોયલેટ સીટ પર બેસીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો આજકાલ મોટાભાગના લોકોની આદત બની ગઈ છે.

  • તમારા લિવરને નુકસાન પહોંચાડે છે આ 1 આદત, આજથી જ ચેતી જજો । Diseases that you get from a public toilet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ટોયલેટ સીટ પર બેસીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો આજકાલ મોટાભાગના લોકોની આદત બની ગઈ છે. પરંતુ વૈજ્ઞાનિકો મુજબ આ આદત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવું કરવાથી તમને ઈ કોલી અને સાલમોનેલા નામના બેક્ટેરિયાનું ઈન્ફેક્શન થઈ શકે છે. જે તમારા લિવરને ડેમેજ કરવાની સાથે જ તમને અનેક પ્રકારની બીમારીઓ આપે છે.

    તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે શક્ય છે. તેનો જવાબ આપી રહ્યા છે ઈંગ્લેન્ડના ડોક્ટર Lisa Ackerley. તેઓ જણાવે છે કે જ્યારે આપણે ટોયલેટ સીટ પર ફોનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે હાથ ધોયા વિના જ ફોન પકડી લેતા હોઈએ છીએ. તેનાથી ફોન પર બેક્ટેરિયા ચોંટી જાય છે. એટલે ફોનને ટોયલેટમાં લઈને ન જવું જોઈએ. ટોયલેટનો ઉપયોગ કર્યા પછી કાયમ સાબુ અથવા સોપથી હાથ ધોવા જોઈએ. તેના પછી જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ.

    આગળ વાંચો, ફોનને ટોયલેટમાં લઈ જવું કેટલું ખતરનાક છે...

  • તમારા લિવરને નુકસાન પહોંચાડે છે આ 1 આદત, આજથી જ ચેતી જજો । Diseases that you get from a public toilet

    વધી જાય છે ઈન્ફેક્શનનો ખતરો

     

    Dr. Ron Cutler મુજબ ઈન્ફેક્શન કેટલું વધારે છે એ તમે ક્યા ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેના ઉપર નિર્ભર કરે છે. જો તમે ઘર અથવા ઓફિસમાં ટોયલેટમાં મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છો તો ખતરો ઓછો હશે, પરંતુ જો તમે પબ્લિક ટોયલેટમાં ફોન લઈને જાવ છો તો ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

     

    જમતી વખતે ન કરો ફોનનો ઉપયોગ

     

    વાયરસ તમારા ફોન પર અનેક દિવસ સુધી જીવિત રહી શકે છે. ફોન ગરમ થવા પર વાયરસને તેમનો પસંદીદા એન્વાયરમેન્ટ મળી રહે છે. જો તમે મીઠાઈ ખાઈ રહ્યા છો અને તે જ હાથે ફોન પકડો છો તો તે બેક્ટેરિયા વધારવા માટેનું ફેવરિટ પ્લેસ બની જાય છે. એટલે જમતી વખતે પણ ફોન ઉપયોગ ન કરવો જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending