Home » Lifestyle » Health » bridges exercise is imoprant for daily fitness

અનેક રીતે ફાયદાકરક છે આ એક્સરસાઇઝ, દરરોજ કરવી જોઇએ

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 02:52 AM

દરરોજ નિયમિત રીતે બ્રિજ એક્સરસાઇઝ કરવાથી કમરના મસલ્સ મજબૂત થાય છે

  • bridges exercise is imoprant for daily fitness
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ બ્રિજ એક્સરસાઇઝ આપણા આખા શરીર માટે ફાયદાકારક છે. આ એક્સરસાઇઝ કરવામાં જ સહેલી નથી પરંતુ તે શરીરના પોસ્ચરને સુધારવામાં પણ લાભકારી છે. દરરોજ નિયમિત રીતે બ્રિજ એક્સરસાઇઝ કરવાથી કમરના મસલ્સ મજબૂત થાય છે સાથે જ રિયર ટોન્સને પણ મજબૂત કરે છે. જે લોકોના શરીરમાં વધુ માત્રામાં ફેટ જમા થઇ ગયું છે તેમના માટે આ એક્સરસાઇઝ ઘણી જ ફાયદાકારક છે. જોકે આ એક્સરસાઇઝ કરવાથી અનેક ફાયદા થાય છે. આજે અમે અહી બ્રિજ એક્સરસાઇઝના ફાયદા અંગે જણાવી રહ્યા છીએ.

    કોરને મજબૂત કરવામાં મદદ

    બ્રિજ એક્સરસાઇઝ કરવાથી આપણા કોર મસલ્સ સક્રિય થાય છે. સાથે જ આ એક્સરસાઇજના અભ્યાસથી કોર મસલ્સ ફ્લેટ થાય છે અને જો તમે એબ્સ બનાવવા માગો છો તો બ્રિજ એક્સરસાઇઝ લાભકારી છે. શરીર અનુસાર બ્રિજ એક્સરસાઇજના અનેક વેરિએશનનો અભ્યાસ કરી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય ફાયદા

  • bridges exercise is imoprant for daily fitness
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ગ્લૂટ્સને મજબૂત કરે છે

    શારીરિક વ્યાયામ અને ગતિવિધિઓ કરવા માટે આપણે મજબૂત ગ્લૂટ્સ મસલ્સની જરૂર હોય છે. નિયમિત પણે બ્રિજ એક્સરસાઇઝ કરવાથી આપણા ગ્લૂટ્સ મજબૂત થાય છે, જેનાથી તમે રનિંગ જમ્પિંગ અને વોકિંગ સારી રીતે કરી શકો છો. 

  • bridges exercise is imoprant for daily fitness
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શરીરના પોસ્ચરને ઠીક કરે છે

    નિયમિત રીતે આ એક્સરસાઇઝ કરવાથી આપણા ગ્લૂટ્સ મજબૂત થાય છે, જેનાથી આપણા શરીરના પોસ્ચરને સુધારવામાં મદદ મળે છે. જો તમે આખો દિવસ બેસીને કામ કરો છો તો આ એક્સરસાઇઝ તમારે જરૂરથી કરવી જોઇએ.

  • bridges exercise is imoprant for daily fitness
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દુખાવો ઓછો કરવામાં મદદ

    દિવસ દરમિયાન ગતિવિધિઓથી આપણા ક્વેડ્રીશેપ્સ મસલ્સ કામ કરે છે અને જ્યારે આપણે હેવી એક્સરસાઇઝ કરીએ છીએ તો તેમાં આપણા ક્વૈડ્રીશેપ્સ પણ સામેલ થાય છે. આ કારણે એક્સરસાઇજ કરવાથી ઘૂટણ અને કમર દર્દ થઇ શકે છે, તેવામાં બ્રિજ એક્સરસાઇઝ કરવાથી આ દુખાવામાં રાહત થઇ શકે છે. 

  • bridges exercise is imoprant for daily fitness

    કમરના નીચેના ભાગને મજબૂત કરે છે

    યોગ્ય રીતે બ્રિજ એક્સરસાઇઝ કરવાથી આપણા હૈમસ્ટ્રિંગ મજબૂત થાય છે, સાથે જ આ એક્સરસાઇઝ આપણા કમરની નીચેના ભાગને શક્તિ આપવામાં મદદ કરે છે. બ્રિજ એક્સરસાઇઝ આપણી હિપ મોબિલિટીમાં પણ સુધારો કરે છે. જો તમે દરરોજ ડેસ્ક પર બેઠા બેઠા કામ કરો છો અને ઓછી ગતિવિધિ કરો છો તો આ એક્સરસાઇઝ જરૂરથી કરવી જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ