બ્રાઇડલ ટિપ્સઃ 10થી 12 ગ્લાસ પાણી સાથે શરૂ કરો લગ્નનો ડાયટ અને વર્કઆઉટ પ્લાન, ચહેરા પર દેખાશે નેચરલ ગ્લો

ડાયટમાં લીલા શાકભાજી અને સિઝનલ ફળ સામેલ કરો અને જંકફૂડથી દૂર રહો

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 01:50 PM
Bridal Beauty: How to get Glowing Wedding Day Skin in 30 days

હેલ્થ ડેસ્કઃ લગ્નના દિવસે સુંદર દેખાવાની ઈચ્છા દરેક દુલ્હનની હોય છે. જો બોડી પર નેચરલ ગ્લો ઈચ્છતા હોવ તો તેની તૈયારી લગ્નના આશરે 1 મહિના પહેલા શરૂ કરી દો. બ્રાઇડની હેલ્થ મુજબ ખાનપાન, ફિટનેસ અને લાઇફસ્ટાઇલમાં અનેક પ્રકારના ફેરફાર કરાવવામાં આવે છે. પરિણામે દુલ્હન ચહેરાની ચમકની સાથે ફિઝિકલી પણ ફિટ મહેસૂસ કરે છે. ક્લીનિકલ ડાયટિશિયન ડૉ. અંજલિ ફાટક પાસે જાણો કેવી રીતે દર સપ્તાહ દેખાય છે રિઝલ્ટ.

પહેલો સપ્તાહઃ સ્ટ્રિક્ટલી ફોલો કરો ડાયટ પ્લાન

10-12 ગ્લાસ પીવો પાણીઃ સૌથી પહેલા શરીરને ડિટોક્સ કરો એટલે કે બોડીથી ઝેરી તત્વોને બહાર કરો. દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવો. દિવસમાં એક વખત જ્યૂસ લો. તેનાથી સ્કિન મોઇશ્ચર થવાની સાથે જ ટોન પણ થશે. બોડીમાં પાણીનું લેવલ પૂરતું હોવાથી ભૂખ ઓછી લાગશે જે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.

ડાયટઃ ડાયટમાં લીલા શાકભાજી અને સિઝનલ ફળ સામેલ કરો અને જંકફૂડથી દૂર રહો. આ સિવાય પેટ સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો કારણ કે લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેવા પર તે ચહેરામાં ડાઘ થવાનું કારણ બની શકે છે.

મેડિટેશનઃ પહેલા વીકમાં થોડી સમસ્યા થાય છે કારણ કે નાની-નાની વાતોને ફોલો કરવી પડે છે. એવામાં તણાવ ન લો. તેનાથી ચહેરા પર ઝીણી લાઇન્સ આવી શકે છે. તેનાથી બચવા માટે સવારે ઓછામાં ઓછું 15 મિનિટ મેડિટેશન કરો. ખુશ રહેવાની કોશિશ કરો.

બીજો સપ્તાહઃ વેટ લોસ માટે તૈયારી કરો

હાઇ કેલેરી ફૂડ ન લોઃ આ આખું વીક તમારી બોડી પર ફોકસ કરવામાં આવે છે. ડાયટિશિયનને મળીને ડાયટ ચાર્ટ પ્લાન કરી શકો છો. ભોજનમાં હાઇ કેલેરી ફૂડ જરાય ન લો. દિવસ દરમિયાન 3 મીલ, ફળ અથવા રોસ્ટેડ નટ્સ લો. કલરફૂલ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ લો.

ફિટનેસઃ મેડિટેશન કરવાનું ચાલુ રાખો. આ સિવાય 30 મિનિટની મોર્નિંગ વૉક જરૂર કરો. ડિનર 8.30 પહેલા જરૂર કરી લો અને 15 મિનિટ વૉક કરો. તેનાથી ભોજન જલ્દી પચી 0જશે અને વૉકના કારણે ઊંઘ પણ સારી આવશે.

ત્રીજો સપ્તાહઃ વર્કઆઉટ ઉપર ધ્યાન આપો

શુગરથી અંતર બનાવોઃ સ્વીટ વસ્તુઓથી અંતર બનાવવાનો પ્રયાસ કરો. તેની જગ્યાએ નારિયળ પાણી પી શકો છો. જ્યૂસ ન લઈ શકો તો બે સિઝનલ ફળ જરૂર ખાઓ. દૂધ, દાળ, સ્પ્રાઉટ્સને ડાયટનો ભાગ બનાવો. બ્રેકફાસ્ટ સ્કિપ ન કરો.

એક્સરસાઇઝનું લેવલ વધારોઃ બે સપ્તાહની વૉક પછી બોડી એક્સરસાઇઝ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. હવે 30-45 મિનિટ વર્કઆઉટ કરો. તેમાં દોરડા કૂદવા, સીડીઓ ચઢવી-ઉતરવી, સ્ટ્રેચિંગ, કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો છો. અથવા એરોબિક એક્સરસાઇઝ જેમ કે, રનિંગ જુંબા અથવા ડાંસ કરી શકો છો. જોકે, ઓછા સમયમાં વજન કંટ્રોલ કરવાની દ્રષ્ટિએ કાર્ડિયો અને એરોબિક એક્સરસાઇઝ બેસ્ટ માનવામાં આવે છે. થોડી વાર માટે સાઇક્લિંગ પણ કરી શકો છો.

ચોથો સપ્તાહઃ સ્કિન પર ફોકસ કરો

વધારો સ્કિનનો ગ્લોઃ આ સપ્તાહ ડાયટ અને ફિટનેસનું ધ્યાન રાખવાની સાથે સ્કિન પર ફોકસ કરો. ખાસ કરીને સૂતા પહેલા ચહેરાને મેડિકેટેડ ક્લીન્ઝરથી સાફ કરો. તેનાથી ચહેરા પર જામેલી ગંદકી સાફ થશે અને છિદ્રો (પોર્સ) ખુલશે. બ્યુટીશિયનને મળીને પેકેજ પ્લાન કરી શકો છો. આ સિવાય એન્ટિ-ઓક્સીડેન્ટ્સ અને વિટામિન Eયુક્ત ક્રીમનો ઉપયોગ કરો.

ઘરેથી ઓછું નીકળોઃ લગ્નના લાસ્ટ વીકમાં ટ્રાય કરો કે ઘરેથી બહાર ઓછું નીકળવું પડે જેથી તડકો, ડસ્ટ અને પોલ્યૂશનથી બચી શકાય. શિયાળામાં હોઠ, એડીઓ અને વાળનું ખાસ ધ્યાન રાખો.

આ પણ વાંચોઃ- 2 એલચી ખાઇને પીવો 1 ગ્લાસ નવશેકું પાણી, વાળ ખરતા અટકશે અને ડાઇજેશન સિસ્ટમ બનશે સ્ટ્રોંગ

X
Bridal Beauty: How to get Glowing Wedding Day Skin in 30 days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App