શોધ / વિશ્વની પહેલી એવી ટેક્નિક જેમાં બ્રેથ એનાલાઇઝર કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ એલર્ટ કરી દેશે

breath analyzer will detect early stage of cancer through breath
X
breath analyzer will detect early stage of cancer through breath

  • કેન્સરથી UKમાં દર વર્ષે 17 હજારના મોત, હવે બાયોપ્સી વિના જ કેન્સરની તપાસ સંભવ
  • ડિવાઇસ શરીરમાં કેન્સર સેલ્સના કારણે બનતા રસાયણ ઓળખી લે છે

 

divyabhaskar.com

Jan 04, 2019, 03:33 PM IST
હેલ્થ ડેસ્ક: કેન્સરને શરૂઆતના સ્ટેજમાં કેવી રીતે ઓળખવું તેના પર દેશ-દુનિયામાં ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું બ્રેથ એનાલાઇઝર બનાવ્યું છે, જે સમય પર કેન્સરની જાણકારી આપશે. આ ડિવાઈસ દૂષિત હવાના લીધે થતી બીમારીઓને ઓળખી શરૂઆતના સ્ટેજ પર જ ઓળખી લેશે. તેની છેલ્લી ટ્રાયલ કેમ્બ્રિજની એડનબ્રુક હોસ્પિટલમાં થઇ રહી છે.

બાયોપ્સી વિના જ કેન્સરની તપાસ સંભવ

1.લગભગ એક દશકાથી આ ડિવાઇસ પર કામ કરી રહેલા ડોક્ટરના જણાવ્યા મુજબ, કેન્સરની જાણકારી સમય પર મેળવવું સહેલું થશે. હજુ સુધી એવી કોઈ રીત નથી જેમાં કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ જાણકારી મળી શકે કારણકે લક્ષણ દેખાતા જ નથી. નવા બ્રેથ એનાલાઇઝરની મદદથી બાયોપ્સી વિના જ કેન્સરની તપાસ સંભવ થશે.
 
શોધમાં 1500 દર્દીઓ પર પ્રયોગ
2.શોધકર્તાઓ મુજબ, બ્રેથ એનાલાઇઝરની મદદથી શ્વાસ દ્વારા થતા કેન્સરને રોકી શકાય છે સાથે જ બાયોપ્સી તપાસની જરૂરિયાત પણ ઓછી થઇ શકે છે. આ એક ખાસ પ્રકારનો ટેસ્ટ છે જે ઘણો સસ્તો અને કોઈ ચીર-ફાડ(બાયોપ્સી) વિના કરી શકાય છે. છેલ્લા બે વર્ષમાં આ ટેસ્ટનો પ્રયોગ 1500 દર્દીઓ પર કરાયો. ડિવાઇસને ટૂંકમાં જ લોન્ચ કરાશે.
 
3.વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદા-જુદા પ્રકારના કેન્સર સેલ્સના લીધે વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પણ બદલાવ જોવા મળે છે પણ બ્રેથ એનાલાઇઝરની મદદથી દરેક પ્રકારના કેમિકલને સમજી શકાય છે. સૌથી પહેલા ટેસ્ટ અન્નનળી અને પેટના કેન્સરના દર્દીઓ પર કરાયો હતો. સક્સેસ મળવા પર તેને પ્રોસ્ટેટ, કિડની, બ્લેડર, લિવર અને પેંક્રિયાટિક કેન્સરના દર્દીઓ પર ટેસ્ટ કરાયા. 
 
માત્ર બ્રિટનમાં જ દર વર્ષે કેન્સરથી 17 હજાર લોકોના મોત
4.બ્રિટનમાં દર વર્ષે 17 હજારથી વધુ લોકોના મોત કેન્સરના કારણે થાય છે, કારણકે તેમને કેન્સરની ગંભીર સ્થિતિ બાબતે બીમારી બાદ ખબર પડે છે. દર વર્ષે અહીં લગભગ 3 લાખ 60 હજાર કેન્સરના કિસ્સાઓ સામે આવે છે, તેમાં અડધાથી વધારે દર્દીઓને કેન્સરની ખબર ગંભીર સ્થિતિમાં પહોંચ્યા પછી ખબર પડે છે. 
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી