Home » Lifestyle » Health » Boost Your Digestion by eating this 5 foods

સારી ડાઇઝેશન સિસ્ટમ માટે અપનાવો આ પાંચ ફૂડ

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 05:07 PM

આપણી ડાઇઝેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે

 • Boost Your Digestion by eating this 5 foods
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  તમે ડાઇઝેશન પ્રક્રિયાને હેલ્ધી અને નિયમિત બનાવવા માગતા હોવ તો ફાઇબર સૌથી શ્રેષ્ઠ ઉપાય છે

  યુટિલિટી ડેસ્કઃ આપણે બધા જાણીએ છીએ કે જો આપણી ડાઇઝેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેના કારણે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે. સવારે સારી રીતે પેટ સાફ થવું, સ્વસ્થ હોવાની સૌથી મોટી નિશાની છે, પરંતુ આપણું અનિયમિત ખાન-પાન, જીવનશૈલી, તણાવ અને ઓછી ઉંઘ થવાના કારણે કબજિયાત જેવી સમસ્યા સર્જાય છે. જો તમે ડાઇઝેશન પ્રક્રિયાને હેલ્ધી અને નિયમિત બનાવવા માગતા હોવ તો ફાઇબર સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપરાંત પણ અન્ય ઘણા ફૂડ છે, જેનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો આપણી ડાઇઝેશન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.

  વાલ અને કઠોળ


  વાળ અને કઠોળમાં મોટી માત્રામાં સૉલ્યુબલ ફાઇબર હોય છે. આ ફાઇબર ડાઇઝેસ્ટ કરતું નથી પરંતુ એ એવા પ્રકારના જેલમાં પરિવર્તિત થાય છે, જે આપણી ઇન્ટેસ્ટિનને સરળ બનાવી દે છે. વાલ અને કઠોળને તમે બાફીને અથવા તો ફણગાવીને ખાઇ શકો છો.

  અન્ય ફૂડ્સ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • Boost Your Digestion by eating this 5 foods
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાઇઝેશન સિસ્ટમને યોગ્ય કરવા માટે સુકી દ્રાક્ષ અને અંજીર પણ મહત્વની ભૂમિકા ભજવે છે

  સુકી દ્રાક્ષ અથવા અંજીર

  ડાઇઝેશન સિસ્ટમને યોગ્ય કરવા માટે સુકી દ્રાક્ષ અને અંજીર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. રાત્રે સુતા પહેલા બેથી ત્રણ અંજીર અથવા સુકી દ્રાક્ષ ખાવામાં આવે તો ડાઇઝેશન સિસ્ટમ વ્યવસ્થિત રીતે કામ કરે છે. 

 • Boost Your Digestion by eating this 5 foods
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શાકભાજી અને ફળોમાં હાઇ ફાઇબર હોય છે

  સફરજન

  શાકભાજી અને ફળોમાં હાઇ ફાઇબર હોય છે. તેમ છતાં ડાઇઝેશન માટે શ્રેષ્ઠ ફળનું નામ આપવામાં આવે તો તે સફરજન છે. સફરજનમાં મોટી માત્રામાં ફાઇબર હોય છે. 

 • Boost Your Digestion by eating this 5 foods
  ઓટ્સમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે ડાઇઝેશન સિસ્ટમને વધુ સારી બનાવે છે

  ઓટ્સ 
  ઓટ્સમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે ડાઇઝેશન સિસ્ટમને વધુ સારી બનાવે છે. આ ઉપરાંત બ્રાઉન રાઇસ ખાવાથી પણ ડાઇઝેશન સિસ્ટમ સારી બને છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ