જાણો આ 7 શાકભાજી ખાવાના કેવા ફાયદા છે અને ક્યારે ખવાય, ક્યારે ન ખવાય

આ 7 શાકભાજી ખાવાના છે જબરદસ્ત ફાયદા, પણ આ લોકોએ ખાવાનું ટાળવું

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 22, 2018, 03:47 PM
Big benefits of eating these 7 vegetables

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણે રોજ અલગ-અલગ શાકભાજીઓ ખાતાં હોઈએ છીએ. કારણ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાકભાજીઓ ખૂબ જ સારી માનવામાં આવે છે. તેમાંથી આપણાં શરીરને અનેક પ્રકારના ન્યૂટ્રિશન મળી રહે છે. જે તંદુરસ્ત રહેવા માટે જરૂરી છે. શાકભાજીઓના અલગ-અલગ સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. જોકે લોકોને ખબર નથી હોતી કે કયું શાક ખાવાથી કેવા લાભ મળે છે. કયા શાકભાજી ક્યારે ખાવા ક્યારે નહીં વગેરે. તો આજે અમે તમને જણાવીશું કે કયા શાક બેસ્ટ છે અને ક્યારે ખાવા.


કોળું


કોળું સરળતાથી પચી જાય છે અને શરીરને પોષણ આપે છે. હૃદયની બીમારીમાં લાભદાયી છે. એમાં આયર્ન, પ્રોટીન તેમ જ મિનરલ્સ મોટી માત્રામાં હોય છે. કોળું ખાવાથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓને છૂટથી દૂધ આવે છે. મગજની નબળાઈ, અશાંતિ, ગભરામણ, પિત્તની તકલીફ, પેટ અને છાતીમાં બળતરા વગેરે તકલીફોમાં કોળું ખાવાથી ફાયદો થાય છે. ગરમીના દિવસોમાં કોળું ખાવું બેસ્ટ રહે છે.

કોણે ન ખાવું? : આ શાક કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે. ખાંસી, જૂનો કફ અને વાતરોગોની તાસીરવાળી વ્યક્તિએ વધુ માત્રામાં કોળું કે એની મીઠાઈ ન ખાવી.


આગળ વાંચો અન્ય શાકભાજીઓને ખાવાના ફાયદાઓ વિશે.

Big benefits of eating these 7 vegetables

ભીંડા


ભીંડા પચવામાં ભારે અને ચીકણાં હોય છે. તેનાથી કફ થવાની શક્યતા રહે છે. જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભીંડા સારાં જ માનવામાં આવે છે. ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડા ખાવા ફાયદાકારી રહે છે. ભીંડાનું શાક ખાવાથી નેત્ર દ્રષ્ટિ તેજ થાય છે અને આંખો સંબંધિત રોગોમાંથી રાહત મેળવી શકાય છે. ભીંડાનું ખાવાથી પેશાબ છૂટથી થાય છે અને બળતરા પણ ઓછી થાય છે. જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા ખાઈ શકે છે. ભીંડા જાતીય શક્તિ વધાર વધારે છે અને પુરૂષોમાં નબળાઈને દૂર કરે છે. 

 

કોણે ન ખાવા? : નબળી પાચન શક્તિ, ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન ખાવા.

Big benefits of eating these 7 vegetables

બટાકા

 

આપણે ત્યાં દરેક શાકમાં બટાકા ઉમેરવામાં આવે છે. જોકે બહુ બટાકા ખાવા પણ સ્વાસ્થ્ય માટે સારાં નથી,  એમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝિન્ક હોય છે. એમાં કાબોર્હાઇડ્રેટ વધુ પ્રમાણમાં હોય છે એટલે કેલરી ખૂબ વધી જાય છે. છાલ સાથે બટાકા ખાવાથી ડાયટરી ફાઇબર મળી રહે છે. બટાકાથી ફેટ વધે છે. જેથી પાતળા વ્યક્તિઓ બટાકા ખાઈ શકે છે. આ સિવાય છાલ સહિતના શેકેલા બટાકા ખાવા પણ ગુણકારી છે.  

 

ક્યારે ન ખાવા? : તે વાયુ વધારે છે અને કેલરી વધારે હોય છે. એટલે જાડા અને વાયુની તકલીફ ધરાવતા લોકોએ ન ખાવા.

Big benefits of eating these 7 vegetables

ટમેટાં

 

ટમેટાંમાં ભરપૂર વિટામિન સી હોય છે જે શરીરના કોષોને ડેમેજ થતા અટકાવે છે. ટમેટાંના લાલ રંગમાં રહેલું લાઈકોપિન નામનું તત્વ ખાસ કરીને ફેફસાં, પ્રોસ્ટેટ, ગર્ભાશય અને ગરદનના કેન્સરથી બચાવે છે. ટમેટાંમાં કેન્સરથી બચાવી શકવાની શક્તિ છે. લાઈકોપિન અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. હાર્ટની અને કોલેસ્ટ્રોલની તકલીફ હોય ત્યારે ટમેટાં ખાઈ શકાય છે. ટમેટાંને રાંધીને કે ગરમ કરીને ખાવા કરતાં કાચાં જ ખાવાં જોઈએ.


ક્યારે ન ખાવાં? : શરીરમાં ક્યાંય પણ સોજો હોય; સાંધાનો દુખાવો હોય; કળતર, વાતરોગ, પેશાબમાં રૂકાવટ, પથરી, કિડનીનો સોજો કે ગળું ખરાબ હોય ત્યારે ટમેટાં ન ખાવાં.

Big benefits of eating these 7 vegetables

દૂધી


દૂધી મધુર, પિત્તનાશક, ગર્ભનું પોષણ કરનારી, પૌષ્ટિક, બળકર, ઠંડી, રુક્ષ, કફપ્રદ છે. એ હૃદયવિકાર અને શ્વાસરોગ માટે ઉત્તમ આષધ છે. દૂધીનો રસ પીવાથી શ્વાસના રોગોમાં ગભરામણ અને શ્વાસ લેવામાં અડચણ ઓછી થાય છે. એના સેવનથી આંતરડાંને બળ મળે છે. ગર્ભાશયને શુદ્ધ કરનારી હોવાથી એને લગતી તકલીફોમાં ફાયદો થાય છે.  અવારનવાર ગર્ભપાતની તકલીફ હોય, શ્વાસ ચડતો હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, હાર્ટ ડિસીઝનું રિસ્ક હોય તેવી વ્યક્તિઓએ દૂધીનો સૂપ અથવા તો દૂધીનો રસ રોજ સવારે પીવો જોઈએ. 

 

ક્યારે ન ખાવી? : તાવ હોય કે અન્ય કોઈ પણ ગંભીર બીમારીમાં દૂધી ખાઈ શકાય છે.

Big benefits of eating these 7 vegetables

કોબીજ

 

કોબીજ સ્વાદમાં મીઠી અને તાસીરમાં ઠંડી હોવાથી શરીરમાં રસ અને રક્ત જેવી ધાતુઓની વૃદ્ધિ કરે છે. કોબી ઉત્તેજક હોવાથી રુધિરાભિસરણ સરળ કરે છે. જોકે એનાથી વાયુ વધે છે. કોબી પચવામાં હળવી હોય છે.  કફ અને પિત્તની બીમારીઓમાં કોબી ખાઈ શકાય. ડાયાબિટીસ અને કિડનીની તકલીફોમાં પણ કોબી જખાઈ શકાય.

 

ક્યારે ન ખાવી? : વાયુની તકલીફ હોય ત્યારે કાચી કોબી ન ખાવી. સલાડમાં કાચી કોબી ન લેવી.

 

રીંગણ

 

એની તાસીર ગરમ છે. એ શરીરમાં પિત્ત વધારે છે અને પચવામાં ભારે છે. ગરમ હોવાથી કફની બીમારીમાં ખવાય છે. કફપ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ રીંગણ છૂટથી લઈ શકે છે.


કોણે ન ખાવાં? : પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે વધુ માત્રામાં રીંગણનું સેવન નુકસાનકારક છે.

X
Big benefits of eating these 7 vegetables
Big benefits of eating these 7 vegetables
Big benefits of eating these 7 vegetables
Big benefits of eating these 7 vegetables
Big benefits of eating these 7 vegetables
Big benefits of eating these 7 vegetables
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App