આંખોને એકદમ સ્વસ્થ અને તેજ રાખવા, શાકાહારીઓએ કેવો આહાર લેવો જોઈએ?

આંખોની સ્વસ્થતા માટે શાકાહારીઓએ ક્યો આહાર લેવો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 26, 2018, 12:22 PM
Best vegetarian diet for healthy eyes

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ આંખો સંબંધી સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. વધતી વય, ધૂળ, ધુમાડો, લાંબા સમય સુધી કમ્પ્યૂટર સ્ક્રીન સામે કામ કરતાં રહેવાથી દૃષ્ટિ ક્ષમતા પર અસર થાય છે. દૂરની નજર સુધારવામાં મદદરૂપ સાબિત થાય તે માટેના ઉપાયો પ્રસ્તુત છે.

આગળ વાંચો આંખોની સ્વસ્થતા માટે શાકાહારીઓએ ક્યો આહાર લેવો જોઈએ.

Best vegetarian diet for healthy eyes

રેટિના માટે ઓમેગા -3 ફેટી એસિડ જરૂરી

 

રેટિનામાં તંત્રિકા ચાલનમાં સુધાર માટે ઓમેગા 3 ફેટી એસિડ જરૂરી છે. આ આંખ અને મોતિયાની સ્થિતિમાં કાળા ધબ્બાને કારણે આવતી ક્ષતિને ઘટાડે છે. આંખો સહિત શરીરની અન્ય કોશિકાઓને તંદુરસ્ત રાખે છે.

 

 

શેમાંથી મળશે? 

 

લીલાં શાકભાજી, સોયાબીન, અખરોટનું તેલ, સૂર્યમુખીનાં બીજનું તેલ, દ્રાક્ષનાં બીજનું સેવન ઊણપને દૂર કરે છે.

 

-યુવી કિરણોની અસર ઘટાડતું લુટેઇન

 

આ એન્ટિઓક્સિડન્ટ આંખો પર થતી પારજાંબલી કિરણોની અસરને રોકે છે. આ એક પીળું રંગદ્રવ્ય હોય છે જે આંખોના મેક્યુલા અને લેન્સ ભાગમાં જોવા 
મળે છે.

 

શેમાંથી મળશે? 

 

પાલક, ખીરું, બ્રોકોલી, સરસવનું શાક, મકાઈમાંથી મળે છે.

Best vegetarian diet for healthy eyes

એમિનો એસિડથી રક્ત પરિભ્રમણ સુધરે છે

 

આહારમાં રહેલ એમિનો એસિડ આંખના રોગોની હાનિકારક અસરોને રોકવામાં મદદ કરે છે. આ એન્ટિઓક્સિડન્ટ આંખોમાં રેટિનામાં રક્ત પરિભ્રમણમાં મદદરૂપ થાય છે.

 

શેમાંથી મળશે? 

 

દૂધ, દહીં, લાલ મરચું, ડુંગળી, લસણ, જવારા, સફરજન, કાળી અને લીલી ચા, ટામેટાં, શેતૂર, ચેરી, ખાટાં ફળો, નાસપતી.

 

ગ્લુકોમા અને મેકુલર ડિગ્રેડેશનથી બચવા માટે

 

વિટામિન એ મોતિયો, રાતે આંખમાં અંધાપો, આંખ કોરી થઈ જવી, ગ્લુકોમા અને મેકુલર ડિગ્રેડેશન સાથે સંબંધિત છે. બીટા કેરોટીન સાથે સંયોજનમાં એક પૂરક તરીકે અસરકારક ઢબે કામ કરે છે.

 

શેમાંથી મળશે?
 
નારંગી અને પીળાં શાકભાજી, ગાજર, શક્કરિયાં, કેરી, જરદાળુ, પાલક.

X
Best vegetarian diet for healthy eyes
Best vegetarian diet for healthy eyes
Best vegetarian diet for healthy eyes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App