રોજ લો એક ચૂર્ણ, ફટાફટ ઘટશે વજન

divyabhaskar.com

Apr 23, 2018, 12:09 PM IST
homemade powder help to reduce weight

યુટિલિટી ડેસ્ક: વધેલા વજનને ઓછા સમયમાં કેવી રીતે ઘટાડી શકાય તેના ઘરેલુ નુસખાની આજે અહીં વાત કરવી છે. અમે આજે એક એવા ચૂર્ણ વિશે તમને જણાવીશું જેનું રોજ સેવન કરવાથી તમારું વજન ફટાફટ ઘટશે.


આ ચૂર્ણ બનાવવા માટે જરૂરી સામગ્રીની વાત કરીએ તો સૌથી પહેલાં તમે છ ચમચી જેટલી અડસી લઈ લો. તેને ધીમાં ગેસે ચાર મિનિટ સુધી ગરમ કરો. તે ઠંડી થઈ ગયા પછી તેનું ચૂર્ણ બનાવી લો. હવે તેમાં ચાર ચમચી ખાવાનું જીરું અને ચાર ચમચી અજમો ઉમેરો અને તેને મિક્સરમાં ચૂર્ણ બનાવી લો.


આ ચૂર્ણને દરરોજ સવારે નાસ્તા પહેલા એક ચમચી હુફાળા પાણી સાથે લેવું. તમે સાંજે જમતા પહેલા પણ આ ચૂર્ણને લઈ શકો છો. 10 દિવસ આ ચૂર્ણનું સેવન કરશો તો તમને ચરબી ઓછી થઈ હોવાનો અનુભવ થશે.

X
homemade powder help to reduce weight
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી