Home » Lifestyle » Health » Skin And Hair Tips From Dr Jewel Gamadia

Anushka અને Katrina જેવી ડીવાઝના ડોક્ટરે શેર કર્યા સ્કિન અને હેર કેર ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 05:46 PM

ડીવા આવી સ્કિન માટે પ્રોડક્ટ્સ જ નહીં, સ્કિનકેર રૂટિનની સાથે અનેક એવી વસ્તુઓની મદદ લે છે, જે તમે પણ સરળતા ઉપયોગ કરી શકો

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આપણે બધા જ સેલેબ્સની પરફેક્ટ સ્કિન અને વાળ પાછળ છુપાયેલા સિક્રેટ જાણવા ઈચ્છે છે. મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે તેની પાછળ મોંઘા પ્રોડક્ટ્સનો હાથ હોય છે. પરંતુ આ ડીવા આવી સ્કિન માટે માત્ર પ્રોડક્ટ્સ જ નહીં, પણ યોગ્ય સ્કિનકેર રૂટિનની સાથે અનેક એવી વસ્તુઓની મદદ લે છે, જે તમે પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો. તેમના આવા જ સિક્રેટ્સ શેર કર્યા છે acupuncturist Dr Jewel Gamadiaએ. Katrina હોય, Anushka Sharma, Virat Kohli, Sidharth Malhotra કે પછી Jacqueline Fernandez બધા જ સ્ટાર્સ પોતાની સ્કિન અને હેલ્ધી હેર માટે એમને જ ક્રેડિટ આપે છે. તમે પણ જાણો તેમના દ્વારા જણાવેલી ટિપ્સ વિશે અને વધારો તમારી સુંદરતા.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઈ એવી ટિપ્સ છે જે આ એક્ટ્રેસિસ યૂઝ કરે છે...

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ડેરી પ્રોડક્ટ્સ

     

    જો તમને એક્ને અથવા પિંપલ્સની પરેશાની છે, તો ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો. તેમાં રહેલા હોર્મોન્સ સીબમ ગ્લેન્ડ્સને એક્ટિવ કરી દે છે. તેનાથી સ્કિન વધુ ઓઇલ પ્રોડ્યૂસ્ડ કરવા લાગે છે અને તેનાથી સ્કિન પોર્સ બંધ થઈને પિંપલ્સને આમંત્રણ આપે છે.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ખાંડ

     

    આ તમારી સ્કિનને ખૂબ નુકસાન પહોંચાડે છે. જમવામાં ખાંડનો વધુ ઉપયોગ glycation પ્રોસેસને વધારે છે. તેનાથી સ્કિનમાં એક્ને અને rosecia જેવી પરેશાની થાય છે.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કિન લાઇટનિંગ માટે

     

    પપૈયામાં રહેલું પપાઇન એન્ઝાઇમ સ્કિન લાઇટનિંગમાં અસરકારક હોય છે. આ તમને એજિંગની પરેશાનીઓથી પણ આરામ અપાવે છે. સાથે જ, આ ડેમેજ સ્કિનને પણ રિપેર કરે છે.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    વિટામિન C

     

    Jewelની માનીએ તો વિટામિન C સ્કિનને યંગ બનાવે છે. આપણી સ્કિનમાં કોલેજનને બનાવી રાખવાની સાથે આ ઈલાસ્ટિસિટીને પણ મજબૂત કરે છે. તેનાથી એજિંગની નિશાનીઓ તમારા ચહેરાથી દૂર રહે છે.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ખરતા વાળ માટે

     

    જો તમે આ પરેશાનીથી પસાર થઈ રહ્યા છો તો તમારે આયર્ન, ઝિંક, પ્રોટીન, વિટામિન્સ, બાયોટીન અને ઓમેગા-3ની જરૂર છે. તમારી ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો. તેની સાથે જ લીલા શાકભાજી અને વિટામિન Cવાળી વસ્તુઓ સામેલ કરો.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સફેદ વાળ માટે

     

    બોડીમાં આયર્નની ઉણપના કારણે આ પરેશાની થાય છે. તેના માટે તમે તમારી બોડીમાં b12 અને આયર્ન લેવલને નિયમિત ચેકઅપ કરાવો.

  • Skin And Hair Tips From Dr Jewel Gamadia

    વિટામિન E

     

    એક્ને અથવા પિંપલ્સના ડાઘ ખતમ કરવા હોય અથવા પિગ્મેન્ટેશનથી છુટકારો મેળવવો હોય, આ તમને તમામ પરેશાનીઓથી છુટાકારો અપાવે છે. આટલું જ નહીં, આ તમારી સ્કિનને ફ્રી-રેડિકલ્સ ડેમેજથી બચાવે છે. તમે ઈચ્છો તો તેના માટે વિટામિન Eનો ઉપયોગ કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ