પેટમાં વાયુ વિકાર વધવાથી થાય છે ગંભીર સમસ્યાઓ, મટાડશે આ ઘરેલૂ નુસખા

વાયુ વિકાર વધવાથી પાચન શક્તિ નબળી થઈ જાય છે અને અનેક રોગો થવાની સંભાવના વધે છે

Divyabhaskar.com | Updated - Jun 15, 2018, 10:00 AM
Best remedies for Gas indigestion  in body

હેલ્થ ડેસ્ક: શરીરમાં વાયુ પ્રકોપ વધવાથી રોગો વધવા લાગે છે અને પાચન શક્તિ નબળી થઈ જાય છે. તેનાથી બચવા ભોજન વધારે ચાવીને ખાવામાં આવે તો ભોજન સરળતાથી પચે છે. એની સાથે સિંધાલૂણ, મરી, આદું, સૂંઠ, લીંબુ ભોજનની શરૂઆતમાં લેવાથી પાચન મજબૂત થાય છે. બહુ વધારે ગરમ કે ઠંડુ ભોજન ન લેવું. નહીં તો વાયુ વિકાર તમને હેરાન કરી શકે છે. જાણો ઉપાયો.


વાયુ વિકાર


શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે. તંદુરસ્ત લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે.


બચવાના ઉપાય


-રોજ રાતે થોડી મેથી ફાંકી જવાથી વાયુ વિકારમાં રાહત મળે છે.
-ગરમ પાણીમાં શેકેલો અજમો અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પીવાથી વાયુ દૂર થાય છે.
-ભોજન કરતાં પહેલાં 1-1 ચમચી આદુ અને લીંબુના રસમાં સિંધાલૂણ મીઠું મિક્સ કરીને લેવાથી વાયુ થતો અટકે છે.
-દહીંમાં ગોળ મિક્સ કરીને ખાવાથી વાયુમાં આરામ મળે છે.
-નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે.
-ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો બનાવી પીવાથી વાયુ દૂર થાય છે અને ભૂખ ઉઘડે છે.

વાયુ વિકારથી થતાં રોગો


વાયુ વિકાર વધવાથી કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, ખોરાક બરાબર ન પચવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, સ્કિનમાં પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ થાય છે.

X
Best remedies for Gas indigestion  in body
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App