Home » Lifestyle » Health » Best remedies for Gas indigestion in body

પાચન તેજ બનાવી વાયુ અને આફરાની તકલીફ દૂર કરશે આ સરળ ઘરેલૂ નુસખા

Divyabhaskar.com | Updated - Jan 15, 2018, 12:40 PM

વાયુ વિકારોને કારણે શરીર ધીરે-ધીરે બને છે રોગિષ્ઠ, બચવા અપનાવો આ ઉપાયો

 • Best remedies for Gas indigestion in body
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે.

  ભોજન જેટલું વધારે ચાવીને ખાવામાં આવે ભોજન એટલી જ સરળતાથી પચે છે. એની સાથે સિંધાલૂણ, મરી, આદું, સૂંઠ, લીંબુ ભોજનની શરૂઆતમાં લેવું પાચનને દુરસ્ત રાખે છે. બહુ વધારે ગરમ કે ઠંડુ ભોજન ન લેવું. આ સાથે વાયુ વિકારોથી બચવાના નુસખાઓ આજે તમને જણાવીશું.
  શરીરમાં વાયુ પ્રકોપ વધવાના કારણો
  મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત (ખાધેલું પુરેપૂરું પચ્યા પહેલાં) ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખા પદાર્થોથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુ પ્રકોપ તીવ્ર થાય છે.
  આગળ વાંચો કઈ રીતે શરીર બને છે વાયુ પ્રકોપનો શિકાર, તેનાથી થતાં રોગો અને ખાસ ઘરેલૂ નુસખાઓ વિશે.
 • Best remedies for Gas indigestion in body
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  વા અને વાયુ માટેના ઉપાયો

   

  -15-20 ગ્રામ મેથી રોજ ફાકી જવાથી વા મટે છે. 

   

  -અજમો તવી પર ગરમ કરી, સમભાગે સિંધાલૂણ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે. 

  -આદુનો રસ, લીંબુનો રસ અને સિધાલૂણ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. 

   

  વાયુ અને કફદોષ- 

   

  -1 લીટર પાણીમાં 1 ચમચી નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરીને ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુ પીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચિ, મંદાગ્નિ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કોલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબિટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણ ધરાવે છે. 

   

  -500 ગ્રામ મેથી ઝીણી દળી, તેમાં 1 કિલોગ્રામ ઘી અને 6 કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળી મધ જેવું ઘટ્ટ બનાવવવું. પછી તેમાં 1.5 કિલો સાકર નાખી મેથીપાક બનાવવો. આ પાક સવારે 25 થી 40 ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુ રોગોનો નાશ થાય છે. 

   

  -મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી-ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવી નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે એક એક લાડુ ખાવાથી સપ્તાહમાં વાથી જકડાઈ ગયેલાં અંગો છુટાં પડે છે. હાથ-પગે થતી વાની કળતર મટે છે.

 • Best remedies for Gas indigestion in body
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  -અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરૂં, લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટે છે. 

   

  -10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિધાલૂણ મેળવી સવારે પીવાથી વાયુ મટે છે. 

   

  -ખજૂર 50 ગ્રામ, જીરૂં, સિધાલૂણ, મરી અને સૂંઠ દરેક 10-10 ગ્રામ, પીપરી મૂળ 5 ગ્રામ અને લીંબુનો રસ સાથે વાટી ચાટણ બનાવી ખાવાથી વાયુ બેસી જાય છે. 

  -ગોળ નાખેલું દહીં વાયુ મટાડે છે. તે પુષ્ટી આપનાર, તૃપ્તિ કરનાર હોય છે. 

   

  -ઘીમાં શેકેલી હીંગ, સૂંઠ, મરી, પીપર, સિધાલૂણ, અજમો, જીરૂં અને શાહજીરૂં એ આઠ ચીજો સરખે ભાગે લઈ, ચૂર્ણ બનાવી ટાઈટ ઢાંકણવાળી શીશીમાં ભરી રાખવું. આ ચૂર્ણને હીંગાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે 1 ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલાં ઘી અને ભાતમાં લેવાથી આફરો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો, કોલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ-વાતજન્ય વિકારો વગેરે મટે છે. 

   

  -હીંગાષ્ટક ચૂર્ણ સવાર, બપોર, સાંજ એક એક ચમચી પાણી સાથે લેવાથી વાયુની સમસ્યામાં લાભ થાય છે. જેઓ દરરોજ હીંગાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી.

 • Best remedies for Gas indigestion in body
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  -તાજો ફુદીનો, ખારેક, મરી, સિધાલૂણ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરૂંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી વાયુ દૂર થાય છે, મોંની ફીકાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચનશક્તિ સતેજ થાય છે.  

   

  -નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દૂર થાય છે.  

   

  -ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવાથી વાયુ દૂર થાય છે, અને સારી ભુખ લાગે છે. 

   

  -સૂંઠ, મરી, પીપર અને સિધાલૂણ દરેક 10-10 ગ્રામના બારીક ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહેવાય છે. એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી વાયુ મટે છે. 

   

  -સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી 30-40 ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે. 

   

  -સૂંઠ પાઉડર પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે. 

   

  -મરી અને લસણને પીસી ભોજનના પહેલા કોળીયામાં ઘી સાથે ખાવાથી વાયુ મટે છે. 

   

  -એરંડાનાં પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. એરંડીયું પણ વાયુના રોગો દૂર કરે છે.

   

  -સરગવાનાં કુમળાં પાન, ફુલ કે શીંગનું શાક ખાવાથી વાયુ થતો અટકે છે. 

   

  -400 મિ.લી. ઉકળતા પાણીમાં 20 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી 20-25 મિનિટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી 50 ગ્રામ જેટલું પીવાથી વાયુ, પેટનો આફરો, પેટમાં દર્દ મટે છે. 

 • Best remedies for Gas indigestion in body

  વાયુ વિકારથી થતાં રોગો
    
  વાયુવિકાર, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, ફ્રોઝન શોલ્ડર, શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ