સ્કિન રહેશે સોફ્ટ, શાઈની અને ગ્લોઈંગ, ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ

Divyabhaskar.com

Jun 15, 2018, 10:00 AM IST
Best homemade Moisturizers to Keep Skin Soft and glowing

હેલ્થ ડેસ્ક: બજારમાં વિવિધ પ્રકારની ક્રીમ્સ અને મોઈશ્ચરાઈઝર મળે છે. પણ મોંઘાદાટ આ પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ પણ હોય છે. જે સ્કિનને નુકસાન કરે છે. છતાં લોકો લગાવે છે. આજે અમે તમને એવી 5 સામાન્ય વસ્તુઓ વિશે જણાવીશું, જે નેચરલ મોઈશ્ચરાઈઝરનું તો કામ કરે છે સાથે જ સ્કિનને ટાઈટ, હેલ્ધી, ગ્લોઈંગ અને શાઈની બનાવે છે. .


કોકોનટ ઓઈલ


નેચરલ બ્યુટી પ્રોડક્ટ્સમાં કોકોનટ ઓઈલનો ઉપયોગ થાય છે. આમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વ હોય છે. આ એક નેચરલ મોઈશ્ચરાઈઝર છે.


ઉપયોગ


કોકોનટ ઓઈલને નવશેકું ગરમ કરીને ત્વચા પર તેનાથી માલિશ કરો.


કેળા


આમાં વિટામિન એ અને સી હોવાથી તે ડલ અને ડેમેજ સ્કિનને રિપેર કરે છે. આ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરી નેચરલ ગ્લો આપે છે.


ઉપયોગ


પાકાં કેળાની પેસ્ટમાં અડધી ચમચી મધ મિક્સ કરી સ્કિન પર લગાવો અને 20 મિનિટ બાદ નવશેકા પાણીથી ધોઈ લો.


મલાઈ


આ એક શ્રેષ્ઠ નેચરલ મોઈશ્ચરાઈઝર છે. સ્કિનને ક્લિન કરી ગ્લોઈંગ બનાવે છે.


ઉપયોગ


મલાઈમાં ચપટી હળદર અથવા મધ મિક્સ કરીને સ્કિન પર લગાવી માલિશ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.


મધ


આમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટી હોય છે. જેથી રેગ્યુલર તેના ઉપયોગથી સ્કિન ક્લિન, સોફ્ટ, ટાઈટ અને ગ્લોઈંગ બને છે.


ઉપયોગ


2 ચમચી મધમાં નવશેકું પાણી મિક્સ કરીને સ્કિન પર લગાવો. 15 મિનિટ બાદ નવશેકા પાણીથી ધોઈ લો.


કાકડી


આ સ્કિનને હાઈડ્રેટ રાખે છે. આમાં રહેલાં મિનરલ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને કરચલીઓથી બચાવે છે.


ઉપયોગ


સલાડમાં કાકડી ખાઓ. તેની સ્લાઈઝ આંખો પર રાખો. કાકડીની પેસ્ટમાં મધ મિક્સ કરી સ્કિન પર લગાવો.

X
Best homemade Moisturizers to Keep Skin Soft and glowing
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી