• Home
  • Lifestyle
  • Health
  • દરરોજ કબજિયાનની સમસ્યાથી પીડાઓ છો|best home tips for Stomach constipation

સવારે પેટ સાફ ન આવતું હોય કે કબજિયાત રહેતી હોય તો, અપનાવો દેશી નુસખા

સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાનામોટા રોગોનો નાશ થઇ જાય છે

divyabhaskar.com | Updated - Jun 07, 2018, 05:59 PM
દરરોજ કબજિયાનની સમસ્યાથી પીડાઓ છો|best home tips for Stomach constipation

હેલ્થ ડેસ્ક: કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો અમે અહીં ત્રણ ઘરેલૂં ઉપાય જણાવી રહ્યા છીએ જે તમને કબજિયાતની સમસ્યાથી દૂર કરવામાં મદદ કરશે.

પાણી

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે દિવસભરમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ.સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાનામોટા રોગોનો નાશ થઇ જાય છે. સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.

લસણ

કબજિયાતથી પીડાતા લોકોએ જમવામાં લસણનું સેવન કરવું જોઇએ, લસણ મળને કોમળ બનાવે છે અને સરળતાથી તમારા આંતરડાની બહાર નીકળવવામાં મદદ કરે છે. તેમા રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થાતા સોજાને પણ ઓછો કરે છે.

મેથી

મેથી પણ કબજિયાતની સમસ્યા માટે ઉત્તમ મનાય છે, દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવી ને પીવું જોઇએ. મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે. દરરોજ દહી ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

X
દરરોજ કબજિયાનની સમસ્યાથી પીડાઓ છો|best home tips for Stomach constipation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App