ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» માત્ર આ એક ઘરેલૂ ઇલાજથી થશે વાળ ખરતા બંધ| best home tip for Hair fall and many other hair issue

  માત્ર આ એક ઘરેલૂ ઇલાજથી થશે વાળ ખરતા બંધ, મહેંદીમાં એડ કરો આ 4 વસ્તુઓ

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 10:13 PM IST

  તમે ઘરે બેઠા જ તમારા વાળની સમસ્યાનો ઉપાય કરી શકો છો
  • માત્ર આ એક ઘરેલૂ ઇલાજથી થશે વાળ ખરતા બંધ, મહેંદીમાં એડ કરો આ 4 વસ્તુઓ
   માત્ર આ એક ઘરેલૂ ઇલાજથી થશે વાળ ખરતા બંધ, મહેંદીમાં એડ કરો આ 4 વસ્તુઓ

   હેલ્થ ડેસ્ક: વાળ ખરવા, સફેદ થવા, વાળમાં શાઇનની કમી જેવી અનેક સમસ્યાનો ઇલાજ આયુર્વેદમાં ઉપ્લબ્ધ છે. તમે ઘરે જ તમારા વાળની સમસ્યાનો ઉપાય કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક પેક બનાવવાનો રહેશે. તો આવો આ જાણીએ કેવી રીતે બનશે આ પેક અને તેના ઉપયોગ વિશે.

   પેક બનાવવા માટે સૌ પ્રથમ એ લોખંડના વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. જો લોખંડનું વાસણ નથી તો તમે અન્ય કોઇ વાસણનો પણ ઉપયોગ કરી શકો છો.

   1 Step

   પાણી ગરમ થઇ જાય ત્યારે તેમા 2 ચમચી આમડાનો પાઉડર નાખો. ત્યારબાદ તેને 5 મિનિટ સુધી ઉકાળી તેને ઠંડુ થવા દેવા માટે મુકી રાખો.

   2 Step
   પછી તેમા 2 ચમચી મહેંદી નાખો. મહેંદી કંડિશનિંગનું કામ કરે છે. સાથે જ બે ચમચી ભૂંગરાજ પાઉડર નાખો. આ પાઉડર વાળને કાળા કરવાની સાથે જ અન્ય સમસ્યાઓને પણ દૂર કરે છે.

   3 Step

   પેકમાં બે ચમચી શિકાકાઇ પાઉડર નાખો. આ પાઉડર વાળને ખરતા રોકે છે સાથે જ ખંજવાળ જેવા પ્રોબ્લેમને દૂર કરે છે.

   4 Step

   ત્યારબાદ તે પેકમાં 2 ચમચી હિબિસકલ પાઉડર( કલગીના ફૂલનો પાઉડર)નાખો. આ પાઉડર વાળને મજબૂત બનાવવાની સાથે ચમક અને શાઇન પણ વધારે છે.

   આ પણ વાંચો: સવારે પેટ સાફ ન આવતું હોય કે કબજિયાત રહેતી હોય તો, અપનાવો દેશી નુસખા

   કેવી રીતે લગાવશો

   ઉપર જણાવવામાં આવેલી બધીજ સામગ્રી એડ કર્યા બાદ તમારો પેક બનીને તૈયાર થઇ જશે. આ પેક માથામાં લગાવ્યા પહેલા તમારા વાળને વોશ કરી લેવા. પેક લગાવતી વખતે માથામાં તેલ બિલકુલ ના હોવું જોઇએ. પેકને એક કલાક સુધી વાળમાં લગાવીને રાખો. 1 કલાક પછી ઠંડા પાણીથી વાળને ધોઇ લો. રાત્રે તેલથી માથાની માલિશ કરો અને સવારે શેમ્પૂથી તેને ધોઇ લો. આ ઘરેલૂ નુસ્ખાથી તમારા વાળ કાળા અને શાઇન મારવા લાગશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માત્ર આ એક ઘરેલૂ ઇલાજથી થશે વાળ ખરતા બંધ| best home tip for Hair fall and many other hair issue
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `