Home » Lifestyle » Health » Best health tips for uttarayan festival

ઉત્તરાયણમાં આંખ, વાળ, ત્વચા અને હેલ્થનું ધ્યાન રાખશે આ બહુ જ કામની ટિપ્સ

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 04:44 PM

ઉત્તરાયણમાં આંખ, વાળ, સ્કિન અને ગળાની સમસ્યાથી બચાવશે, આ સરળ ટિપ્સ

 • Best health tips for uttarayan festival
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણો ભારત દેશ તહેવારોથી ભરેલો છે. આપણા દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, તેમાંથી જ એક છે ઉત્તરાયણ અને આ તહેવાર દરમિયાન લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સાવ બેદરકારક બની જાય છે, જેની ખરાબ અસર પછી ભોગવવી પડે છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે અમે તમને ઉત્તરાયણમાં આંખ, સ્કિન, વાળ, ગળાની સમસ્યાથી બચાવાની ટિપ્સ જાણાવીશું.

  આ દિવસ બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો પણ ધાબા પર ચડે છે અને આ તહેવારમાં મોજ-મસ્તી કરે છે પરંતુ ઉત્તરાયણના દિવસે કરેલી મોજ-મસ્તી અને બેદરકારી તે પછી સજા બની જાય છે અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ત્વચામાં ખંજવાળ, ત્વચા કાળી પડી જવી, આડેધડ ખોરાક ખાઈને પેટ ખરાબ થવું, આંખોમાં બળતરા, ગળું બેસી જવું કે ગળામાં દુખાવો વગેરે સમસ્યાઓ સર્જાય છે. જેથી આજે અમે તમને આ બધી સમસ્યાઓથી બચી શકાય તે માટેના ઉપાય જણાવીશું.

  આગળ વાંચો ઉત્તરાયણના પર્વે સ્વાસ્થ્ય સંબંધી કઈ-કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે.

 • Best health tips for uttarayan festival
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ખોરાકમાં શું ખાવું અને શું નહીં

   

  -આમ તો ઉત્તરાયણના દિવસે મોટાભાગના લોકો ઘરે કંઈ બનાવતા જ નથી. બહારથી ભોજન મગાવી લે છે અથવા તો નાસ્તાઓ કરીને જ પેટ ભરી લે છે. જેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તો ઉત્તરાયણમાં આખો દિવસ ધાબા પર રહેવાનું હોવાથી ઘરનો તાજો અને હળવો ખોરાક જ લેવો જોઈએ. આ સિવાય તમે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઈ શકો છો જેથી તમારા શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને ભૂખ પણ ઓછી લાગશે. આ સિવાય સવારે ઘરનો નાસ્તો કરીને જ ધાબા પર જવું. જેથી પેટ ભરેલું રહે અને આચરકુચર ખવાઈ ન જાય. જો તમે સારો ખોરાક ખાશો તો જ આ બે દિવસની ભરપૂર મજા માણી શકશો.

   

  - આ દિવસે તળેલો, શેકેલો, બહારનો ખોરાક કે બહાર હોટલમાં જઈને બિલકુલ ન ખાવું જોઈએ. સાંજે ઘરનો જ સાત્વિક ખોરાક લેવો જોઈએ જેથી તમારું પેટ બગડે નહીં. આ સિવાય તમે શેરડી, બોર, ખજૂર, તલ પાપડી, લાડુ વગેરે પણ ખાઈ શકો છો પરંતુ લિમિટમાં ખાવું. ઘરે ઓછા તેલ મરચાંમાં બનાવેલા ઉંધીયાનું સેવન કરવું જોઈએ. આ સિવાય બહારના ઠંડા પીણાનું પણ સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ગળું ખરાબ થવાની સંભાવના રહે છે. 

   

  -આખો દિવસ વધારે પાણી પીવું, નારિયેળ પાણી પીવું. જેથી શરીર હાઈડ્રેટ રહે અને શરીરમાં પાણીની ઉણપ સર્જાય નહીં. 

   

  -જો જે-તે ખાઈ લેવાને કારણે પેટમાં દુખાવો થઈ રહ્યો હોય તો અડધી ચમચી અજમો અને મીઠું મિક્ષ કરીને ફાંકી લેવું. આ સિવાય જો આફરો ચઢ્યો હોય અને ઊલટી જેવું થતું હોય કે પેટમાં ભાર લાગતો હોય તો મરી પાઉડરમાં મીઠું મિક્ષ કરીને તેનું સેવન પાણી સાથે કરવું આરામ મળશે. 

 • Best health tips for uttarayan festival
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  આંખોની કાળજી

   

  -ઉત્તરાયણના દિવસથી સૂર્ય દિશા બદલી દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. તેને લીધે આ દિવસથી સૂર્યના કિરણોમાં તેજી આવે છે. સાથે જ આ દિવસથી ગરમી પણ શરૂ થવા લાગે છે. તેથી આ દિવસે તમારી આંખો સીધા સૂર્યના પ્રકાશમાં આવે તો આંખોને નુકસાન થઈ શકે છે. જેની માટે સૂર્યની સામે સીધું જોવાય એ રીતે પતંગો ન ચગાવવા. 

   

  -આ દિવસે ધાબા પર ચડો ત્યારથી જ સૂર્યનો તેજ પ્રકાશ, ધૂળ, પવનથી આંખોને બચાવવા માટે સારી ક્વોલિટીના ડાર્ક ગોગલ્સ પહેરવા જોઈએ. નહિતર આંખોનું ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે.

   

  વાળની કાળજી

   

  ઉત્તરાયણના દિવસે આખો દિવસ વાળ કોરા હોવાથી વાળ રૂક્ષ અને બેજાન બની જતાં હોય છે જેથી તેના માટે તમારે ઉત્તરાયણની આગલી રાતે તેલ લગાવીને સવારે માથું ધોઈ લેવું અને ઉત્તરાયણના દિવસે રાતે સૂતા પહેલાં વાળમાં તેલ લગાવીને જ સૂવું જોઈએ જેથી વાળને પોષણ મળી રહે અને વાળનું રક્ષણ પણ થાય. આ સિવાય તે દિવસે સવારે વાળ ધોઈને ઠંડા ગરમ પવનોની અસર ન થાય તે માટે વાળ ઢાંકીને રાખવા અથવા તો તમે વાળમાં કોઈ સારું સિરમ પણ લગાવી શકો છો. 

 • Best health tips for uttarayan festival
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્કિનની કાળજી

   

  ઉત્તરાયણના દિવસે સવારે ઠંડો વાતાવરણ, બપોરે ગરમ અને રાતે પાછો ઠંડો વાતાવરણ હોવાને કારણે ત્વચા પર તેની ખરાબ અસર થઈ શકે છે. જેના માટે તમારે ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. 

   

  આ દિવસે જો શક્ય હોય તો ફુલ પેન્ટ કે ફુલ સ્લિવના કપડા પહેરવા. માથે ટોપી પહેરવી જોઈએ. જેથી તડકો ન લાગે અને વાળનું પણ રક્ષણ થાય. 

  સવારે સ્નાન કર્યા બાદ આખા શરીરને સનસ્ક્રિન લોશન લગાવી લેવું, જેથી ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ મળે. આ સિવાય તમે આખા શરીર પર મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો. જેથી ત્વચા સુંવાડી રહે. 

   

  ઉત્તરાયણમાં આખો દિવસ તડકામાં રહેવાથી સ્કિન ટેન્ડ થઈ જાય છે. જેને ઠીક કરવા માટે તમારે દહીં, છાંશ કે કાકડીનો રસ લગાવી 30 મિનિટ રાખીને ધોઈ લેવું. આવું થોડા દિવસ સુધી નિયમિત કરવું. જેનાથી સ્કિન ટેનની સમસ્યા પણ દૂર થઈ જશે. 

   

  જો આખો દિવસ ધાબા પર ઉભા-ઉભા પતંગ ચગાવીને રાતે પગ દુખી રહ્યા હોય તો તેના માટે રાતે નવશેકું પાણી કરીને તેમાં મીઠું નાખીને પગ અડધો કલાક એ પાણીમાં પલાળી રાખવા. તમને આરામ મળશે. અથવા તો તમે પગના તળીયામાં માલિશ પણ કરી શકો છો. આ સિવાય જો આખું શરીર દુખતું હોય તો આખા શરીરની પણ માલિશ કરી શકો છો. 

 • Best health tips for uttarayan festival

  ગળાની કાળજી

   

  ઉત્તરાયણના દિવસે ઘણાં લોકો સવારે બહુ વહેલાં ઉઠીને ધાબે ચડી જતાં હોય છે તે દરમિયાન એકદમ ઠંડો પવન હોય છે, જેથી શરદી, કફ કે ગળામાં ઈન્ફેક્શન થવાની સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી બચવા માટે તમારે સવારે ઠંડા વાતાવરણમાં નાક અને મોઢું ઢાંકીને રાખવું તેનાથી તમને આવી સમસ્યાઓ સામે રક્ષણ મળશે.

   

  ઉત્તરાયણના દિવસે મોટાભાગના લોકો ધાબે પતંગ ચગાવતી વખતે જોર-જોરથી બૂમો પાડતા હોય છે. જેની ખૂબ જ ખરાબ અસર ગળા પર પડે છે. તેના કારણે અવાજ બેસી જવો, ગળામાં ઈન્ફેક્શન, ખારાશ વગેરે તકલીફો થાય છે. જો આવી તકલીફોથી બચવા સૌથી પહેલાં તો બૂમો જ ન પાડવી જોઈએ. તેમ છતાં જો સમસ્યા સર્જાય તો સાંજે નવશેકા પાણીમાં સહેજ મીઠું નાખીને કોગળા કરવા તથા ગરમ મસાલાથી ભરપૂર ચા પીવી જોઈએ. તેનાથી ગળાને આરામ મળશે. આ સિવાય આદુનો ટુકડો મોંમા રાખીને ચૂસવો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ