• Home
  • Lifestyle
  • Health
  • કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes

ઉનાળા માટે બેસ્ટ છે આ 1 ફળ, લિવરથી એસિડિટી સહિત 10 રોગોમાં છે ફાયદાકારક

કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી કેરીમાં મોટા ભાગમાં કેરેલીનું પ્રમાણ મળી આવે છે.

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 05:43 PM
કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes

યૂટિલિટી ડેસ્કઃ કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે તમે ગરમીઓ શરૂ થતા જ તમે તેનું સેવન કરી શકો છો. ગરમી શરી થતાની સાથે જ બજારમાં કાચી કેરીનું આગમન થઇ જાય છે. ગરમીની ઋતુમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી કેરીમાં મોટા ભાગમાં કેરેલીનું પ્રમાણ મળી આવે છે. આ માટે જ કાચી કેરીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ સિવાય દરેક વસ્તુનું વધારે માત્રામાં સેવન નુકસાન કરે જ છે.

આ જ પ્રકારે કાચી કેરીનું વધારે માત્રામાં સેવન ગળામાં બળતરા, કબજિયાત અને પેટના દુખાવા જેવી પરેશાનીઓ પેદા કરી શકે છે. એક અન્ય વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવી જોઇએ તે કાચી કેરીનું દૂધ. કાચી કેરીનું સેવન કરતાં પહેલાં કાચી કેરીનું અર્ક કાઢવાનું ન ભુલવું, આ અર્કનું સેવન ગેસની સમસ્યા, ગળ અને મુખના સંક્રમણ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કાચી કેરીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા.....

કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes

એસિડિટી માટે

જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરી તમારી માટે સૌથી શ્રેષ્ઠ ફળ છે. એસિડિટીને ઓછી કરવા માટે કાચી કેરીનું રોજ સેવન કરવું જોઇએ.

મોર્નિગ સિકનેસ

ગર્ભવતી મહિલાઓએ અથાણું અથવા અન્ય ખાટ્ટી વસ્તુનું સેવન કરવાનું મન કરતું રહેતું હોય છે. આ માટે તેમણે કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ કેરીના સેવનથી મોર્નિંગ સિકનેસને દૂર કરી શકાય છે.

સ્કર્વી રોગને ઘટાડે છે

વિટામિન સીની કમીથી સ્કર્વી રોગ થાય છે. ગરમીઓમાં કારી કેરીના સેવનથી તેને રોકી શકાય છે.

ઊર્જાદાયક

શું તમે જાણો છો કે, કાચી કેરીના સેવનથી તમને ખૂબ જ વધું પ્રમાણમાં ઊર્જા મળે છે. અનુભવી લોકોનું એવું માનવું છે કે, બપોરે જે વ્યક્તિઓને આળસ આવતી હોય તેવા લોકોએ બપોરે જમીને તરત જ એક કાચી કેરીનું સેવન કરવું જોઇએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કાચી કેરીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા.....

કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes

લિવર માટે શ્રેષ્ઠ

કાચી કેરી લિવર સાથે સંબંધિત વિકારોને ઓછું કરવામાં પણ મદદગાર છે. એક કાચી કેરીનું રોજ સેવન કરવાથી પિત્ત એસિડનો સ્ત્રાવ વધારે હોય છે અને આ આંતરડાના બેક્ટેરિયાના સંક્રમણથી દૂર રાખે છે.

લોહી માટે શ્રેષ્ઠ

વિટામિન સી વધારે પ્રમાણમાં હોવાથી કાચી કેરી લોહીના વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. કાચી કેરીના સેવનથી નશોમાં લચિલાપણું વધે છે જેનાથી લોહી કોશિકાઓના નિર્માણમાં મદદ મળે છે.

કબજિયાત નાશક

જો તમને કબજિયાત છે અને કોઇ વસ્તુથી ફાયદો થતો નથી તો કાચી કેરીનું સેવન કરવું જોઇએ. આ સમસ્યાના નિદાન માટે કાચી કેરી કાપી લેવી અને તેમાં મીઠું અને મધ મિક્સ કરી તેનું સેવન કરવું.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કાચી કેરીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા.....

કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes

વધારે પરસેવો થવો

કાચી કેરીના જ્યૂસનું વધારે પ્રમાણમાં સેવન પરસેવામાંથી સોડિયમ ક્લોરાઇડ અને આર્યન જેવા તત્વોને શરીરથી દૂર કરે છે. કાચી કેરીનો આ એક સ્વાસ્થ્ય લાભ છે.

દાંત માટે લાભપ્રદ

દાંત શરીરનો તે મહત્વપૂર્ણ ભાગ છે જેને તમે ખાસ કરીને નજર અંદાજ કરો છો. કાચી કેરી પેઢાની સમસ્યા માટે લાભકારી છે. તે પેઢામાંથી લોહી નીકળવું, મુખમાંથી દુર્ગંધ આવવી, દાંતના સડાને રોકવામાં કારગર છે.

રોગ પ્રતિરોધક ક્ષમતા

કાચી કેરી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી તમને યુવાન અને સ્વસ્થ રાખે છે. આ કેરી ખાસ લાભ છે જેને લોકો જાણે છે.

X
કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes
કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes
કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes
કાચી કેરી ખાવાના આ છે 10 ફાયદા । Amazing health benefits of raw mangoes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App