નજીકના નંબર દૂર કરવા હોય તો, જાણી લો આ ઈફેક્ટિવ અને સરળ એક્સરસાઈઝ

નજીકના નંબર દૂર કરશે આ સરળ એક્સરસાઈઝ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 04:47 PM
Best Eye Exercises for Nearsightedness

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નજીકની દ્રષ્ટિ દોષ એટલે કે માયોપિયાથી બચવા માટે આંખોની કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. આંખોની કસરત કરવાથી આંખોની રોશની તો વધે જ છે સાથે જ આંખો પણ આજીવન સ્વસ્થ રહે છે.

કસરતનું નામ સાંભળીને તમે એવું વિચારી રહ્યા છો કે આ બહુ વધારે સમય લેશે અથવા આ મુશ્કેલ હશે તો તમે ખોટા છો. કારણ કે અમે તમને જે કસરત વિશે બતાવવાના છે તેમાં બહુ સમય નહીં લાગે. તમે આંખો આ કસરત તમારી રોજિંદી લાઈફમાંથી થોડોક સમય કાઢીને આરામથી કરી શકશો. તો ચાલો આજે જાણી લો ખાસ નજીકની દ્રષ્ટિ નબળી હોય કે નજીકના નંબર હોય તો તમારે કઈ કસરત કરવી જોઈએ.

આગળ વાંચો નજીકના નંબર દૂર કરવા માટેની બેસ્ટ કસરતો વિશે.

Best Eye Exercises for Nearsightedness

બેટ્સ એક્સરસાઈઝ

 

આ કસરત કરવા માટે સૌથી પહેલાં એક ખુરશી પર બેસી જાઓ, ત્યારબાદ પોતાની હથેળીઓને સાથે ઘસો, તેમાં ગરમાવો આવી જશે. હવે તમારી આંખોને બંદ કરીને તેની પર તમારી હથેળી રાખો. પરતુ આંખો પર કોઈ ભાર આપવો નહી. નાકને પણ હથેળીઓથી ઢાંકવી નહીં. આ વાતનું ધ્યાન રાખવું કે આંખ અને હથેળીઓની વચ્ચેથી પ્રકાશની કિરણો પસાર ન થઈ શકે કે આંખમાં ન જઈ શકે. તેમ છતાં તમને કેટલાક રંગીન આકાર દેખાઈ શકે છે. તેની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું. ધીરે ધીરે ઉંડા શ્વાસ લેવા અને કોઈ સારી ઘટનીને યાદ કરતાં કરતા દૂરસ્થ દૃશ્યની કલ્પના કરવી. ત્યાર બાદ ધીરે-ધીરે હથેળીઓને આંખો પરથી હટાવી લેવી. આ ક્રિયા 3 મિનિટ કે તેથી વધુ કરવી.

Best Eye Exercises for Nearsightedness

હોટ એન્ડ કોલ્ડ કંપ્રેસ

 

-બે ટુવાલ લેવા. પહેલાં ટુવાલને ગરમ પાણીમાં પલાળવું અને બીજા ટુવાલને ઠંડા પાણીમાં પલાળવું. એટ ટુવાલને લઈને તમારા ચહેરા પર આંખની આઈબ્રો, બંદ આંખની કીકીઓ અને ગાલ પર હળવેથી દબાવવું, એકવાર ગરમ ટુવાલથી અને એકવાર ઠંડા ટુવાલથી અને ફરી ગરમથી આમ ક્રિયા કરવી, અંતમાં ઠંડા ટુવાલથી કર્યા બાદ આ ક્રિયા બંદ કરવી.

 

– પોતાની આંખો બંદ કરી લેવી અને પોતાની આંગળીઓથી એક-બે મિનિટ સુધી માલિશ કરવી. ધ્યાન રાખવું કે આંખને એકદમ હળવા હાથે દબાવવી જેથી આંખોને કોઈ જ નુકસાન થાય નહી.

Best Eye Exercises for Nearsightedness

આંખોની ગતિવિધિ

 

-કોઈ શાંત સ્થાન પર આરામથી બેસી જવું. હવે તમારી આંખોને દક્ષિણાવર્ત (ક્લોકવાઈસ) ફેરવવી, ત્યારબાદ વામાવર્ત (કાઉન્ટર ક્લોક વાઈસ) ફેરવવી. આ ક્રિયા પાંચવાર કરવી. વચ્ચે-વચ્ચે પલકો ઝપકાવવાની ભુલવી નહીં.

 

– દૂરની કોઈ વસ્તુ પર નજર ટકાવવી, જે લગભગ 50 મીટર જેટલી દૂર હોય. ત્યારબાદ પોતાની માથાને હલાવ્યા વિના નજીકની કોઈ વસ્તુ જે 10 મીટર દૂર સ્થિત હોય તેની પર ધ્યાન કેન્દ્રિત કરવું. આવું પાંચવાર કરવું.

Best Eye Exercises for Nearsightedness

-તમારી સામે એક હાથની દૂરી પર એક પેન્સિલ પકડવી. ધીરે-ધીરે પોતાના હાથને નાકની તરફ લાવવી અને આંખોતી સતત પેન્સિલને જોવાની કોશિશ કરવી. આ ક્રિયા 10 વાર કરવી.

 

-દૂર સ્થિત વસ્તુ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે તે વસ્તુ પર અને તેની પાછળ પ્રકાશ ઓછો હોય. આ ક્રિયા દર અડધા કલાકે 2 મિનિટ માટે કરવી.

Best Eye Exercises for Nearsightedness

-આંખને ઉપર અને નીચે ગતિ કરાવવી. આ ક્રિયા આઠ વાર કરવી. આ પછી આંખને જમણેથી ડાબે ગતિ કરાવવી. આ ક્રિયા પણ આઠ વાર કરવી. એ વાતનું ધ્યાન રાખવું કે આંખો જેટલી કિનારા સુધી જઈ શકે તેનાથી વધુ તેને બળપૂર્વક લઈ જવાની કોશિશ કરવી નહીં. કારણ કે આવું કરવાથી લાભની જગ્યાએ આંખોને્ નુકસાન થઈ શકે છે.

 

-આ તમામ કસરત બાદ આંખો પર હથેળીઓને રાખીને રિલેક્સ કરવું.

X
Best Eye Exercises for Nearsightedness
Best Eye Exercises for Nearsightedness
Best Eye Exercises for Nearsightedness
Best Eye Exercises for Nearsightedness
Best Eye Exercises for Nearsightedness
Best Eye Exercises for Nearsightedness
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App