Home » Lifestyle » Health » 10 દિવસ સુધી રોજ ખાઓ 5 પલાળેલી અંજીર । Soaked Fig Have Amazing Benefits : You Should Try At Once

10 દિવસ સુધી રોજ ખાઓ 5 પલાળેલી અંજીર, એકસાથે 5 બીમારીઓમાં થશે ફાયદો

Divyabhaskar.com | Updated - May 04, 2018, 05:59 PM

અંજીરમાં કોપર, સલ્ફર અને ક્લોરિન પૂરતા પ્રમાણમાં હોય છે. અંજીરમાં વિટામિન A, B અને C પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

  • 10 દિવસ સુધી રોજ ખાઓ 5 પલાળેલી અંજીર । Soaked Fig Have Amazing Benefits : You Should Try At Once
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ અંજીરમાં કોપર, સલ્ફર અને ક્લોરિન પૂરતા પ્રમાણમાં હોય છે. અંજીરમાં વિટામિન A, B અને C પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તાજા અંજીરની સરખામણીમાં સુકાં અંજીરમાં શુગર અને ક્ષાર ત્રણ ગણો વધુ હોય છે. એટલે તેને વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેને પાણીમાં પલાળીને ખાવાથી માત્ર 10 દિવસમાં તમારી 5 કરતા વધુ બીમારીઓ જડમૂળથી ખતમ થઈ શકે છે.

    ખાવાની રીત

    આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે છે કે રોજ 3થી 5 અંજીરને પીસ કરીને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને અડધું કરી દો અને પી જાવ. પાણી પી લીધા પછી વધેલી અંજીરને ચાવીને ખાઈ જાવ.

    આગળ જાણો, પલાળેલી અંજીર ખાવાના ફાયદા...

  • 10 દિવસ સુધી રોજ ખાઓ 5 પલાળેલી અંજીર । Soaked Fig Have Amazing Benefits : You Should Try At Once

    - અંજીરમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમ અટકાવે છે.

     

    - અંજીરમાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે.

     

    - અંજીરમાં પોટેશિયમ હોવાના કારણે આ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે.

     

    - અંજીર શક્તિને વધારે છે અને એજિંગને પણ અટકાવે છે.

     

    - અંજીરમાં અત્યાધિક માત્રામાં ફાઇબર હોય છે અને આ પ્રાકૃતિક ઔષધિની જેમ કામ કરે છે.

     

    - એવા લોકો જેમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા છે તેમણે પોતાની ડાયટમાં અંજીર ચોક્કસ સામેલ કરવા જોઈએ. તાજા અને સુકા બંને પ્રકારના અંજીર કબજિયાતમાં ફાયદાકારક સાબિત થાય છે.

     

    - જ્યારે પણ તાજા અંજીર બજારમાં ઉપલબ્ધ હોય તો તેને છાલની સાથે ખાઓ કારણ કે, તેની છાલમાં જ વધુ ફાઇબર હોય છે. તેના માટે સૂતી વખતે 2 અંજીર લો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ