સિંગલ લેગ સ્ટ્રેચ, લેગ ડ્રોપ, સિઝર જેવી એક્સરસાઈઝથી પેટની ચરબી ફટાફટ થશે દૂર

8 એકદમ સરળ કસરત, ફૂલેલા પેટને ઝડપથી બનાવશે સપાટ!

Divyabhaskar.com | Updated - Jul 04, 2018, 06:03 PM
Best and easy exercises for flat tummy

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજિંદા જીવનમાં કેટલીક સરળ કસરત કરી લેવાથી ક્યારેય ટમી ફેટ વધતું નથી અથવા વધેલી ફાંદ ઓછી કરી શકાય છે. આ કસરત તમે જિમ ગયા વિના ઘરે જ સરળતાથી કરી શકો છો. તો જાણી લો આજે.


સિંગલ લેગ સ્ટ્રેચ
પીઠના બળે સૂઈ બંને પગ ઉપર ઉઠાવી બોટ જેવી પોઝિશનમાં આવો. હવે ડાબા પગને ઘૂંટણથી વાળી હાથથી પકડો. 5 સેકન્ડ બાદ પગ સીધો કરો. આ જ રીતે બીજા પગથી પણ કરો. 8-10 વાર આ રીતે કસરત કરો. આનાથી ટમીનું ફેટ ઝડપથી દૂર થશે.


ડબલ લેગ સ્ટ્રેચ
પીઠના બળે સૂઈ બંને પગ ઉપર ઉઠાવો. પછી બંને પગને ઘૂંટણથી વાળી બંને હાથથી પકડી પેટેને ટચ થાય એ રીતે 5 મિનિટ આ સ્થિતિમાં રહો. પછી પગને સીધા કરો. આ રીતે 8-10 વાર કરો.


સિઝર
પીઠના બળે સૂઈ બંને પગ ઉપર ઉઠાવો. ધીરે-ધીરે જમણો પગ નીચે લાવો અને સીધો કરી લો. પછી ડાબો પગ નીચે લાવો અને ફરી જમણો પગ ઉપર ઉઠાવો. આ રીતે 8-10 વાર કરો.

લેગ ડ્રોપ
પીઠના બળે સૂઈ બંને પગને ઉપર તરફ ઉઠાવી સીધા કરી લો. પછી થોડીવાર આ સ્થિતિમાં રહો અને પછી પગને નીચે 45 ડિગ્રીએ લાવો અને થોડીવાર આ સ્થિતિમાં રહી પગ જમીન પર સીધા કરી દો. આ રીતે 8-10 વાર કરો.


સાયકલ ક્રંચ
પીઠના બળે સૂઈ જાઓ. બંને હાથને માથાની પાછળ મૂકી દો. હવે બંને પગ સહેજ ઉપર ઉઠાવી હવામાં સાયકલ ચલાવો. તેની સાથે કોણીથી ઘૂંટણને સ્પર્શ કરવાની કોશિશ કરો. આ રીતે 8-10 વાર કરો.


પ્લેન્ક
પેટના બળે સૂઈ જાઓ. હવે પગના પંજા અને હાથથી શરીરને ઉપર ઉઠાવો. બોડીને ટટ્ટાર કરી દો. 10 સેકન્ડ આ સ્થિતિમાં રહો. આ રીતે 8-10 વાર કરો.


સાઈડ પ્લેન્ક
પડખું વળીને સૂઈ જાઓ. બોડીને એક હાથ અને એક પગના બળે ઉપર ઉઠાવાની કોશિશ કરો. 30 સેકન્ડ આ સ્થિતિમાં રહો. પેટ અને જાંઘને ટટ્ટાર રાખો. આ રીતે 8-10 વાર કરો.


વી ક્રંચ
પીઠના બળે સૂઈ શ્વાસ અંદર ભરતાં બંને હાથને કાન પાસે સીધા રાખી દો. પછી શ્વાસ છોડતા બંને પગ અને માથું ઉપર ઉઠાવો અને વી જેવી પોઝિશન બનાવો. આ રીતે 8-10 વાર કરો.

X
Best and easy exercises for flat tummy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App