વજન ઘટાડવા માટે ગ્રીન ટી જ નહીં કોફી પણ છે બેસ્ટ ઓપ્શન, પરંતુ ઓવરડોઝથી થઈ શકે છે ઉધરસ, ગભરામણ જેવી સમસ્યાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 
હેલ્થ ડેસ્કઃ વજન ઉતારવા માટે ગ્રીન ટી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ગ્રીન કોફી વિશે સાંભળ્યું છે? ગ્રીન કોફી એન્ટિ-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા છે ગ્રીન કોફીના અન્ય ફાયદા તથા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શું છે ગ્રીન કોફી?


ગ્રીન કોફી બીન્સ કાચાં હોય છે, જ્યારે બજારમાં મળતી કોફી શેકેલા બીન્સનો પાઉડર હોય છે. કોફીને શેકવાથી તેનો ટેસ્ટ અને ખૂશ્બુ સારી થઈ જાય છે. શેકેલી કોફી વજન ઉતારવામાં ઓછી અસરકારક હોય છે કારણ કે તેને શેકવાથી તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ નષ્ટ થઈ જાય છે.

 

ગ્રીન કોફી પીવાના ફાયદા

 

- ગ્રીન કોફી બોડીનું મેટાબોલિક લેવલ વધારે છે, જેનાથી નોર્મલ ફિઝિકલ એક્ટિવિટીમાં પણ વધુ કેલેરી બર્ન થાય છે.

 

- તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે માત્ર વજન જ નથી ઘટાડતા પરંતુ સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે.

 

- ગ્રીન કોફીમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ કેન્સરના જોખમને ઘટાડે છે. તેને નિયમિત પીવાથી કેન્સર જેવા ગંભીર રોગથી બચી શકાય છે.

 

- તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ એન્ટિ-એજિંગનું પણ કામ કરે છે. ગ્રીન કોફી નિયમિત પીવાથી એજિંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે.

 

- ગ્રીન કોફી પીવાથી એકાગ્રતા વધે છે અને યાદશક્તિ પણ તેજ થાય છે.

 

- તેમાં રહેલા ક્લોરોજેનિક એસિડ બોડીમાં શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

 

ગ્રીન કોફી પીવાના નુકસાન

 

- તેમાં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, તેનાથી હેલ્થને નુકસાન થઈ શકે છે.

 

- વધુ ગ્રીન કોફી પીવાથી પેટની સમસ્યા, ઉઘરસ, અનિદ્રા, ગભરામણ જેવી અનેક સમસ્યાઓ વધી શકે છે.

 

- તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, તેથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ ગ્રીન કોફી ન પીવી જોઈએ.

 

- પ્રેગ્નેન્ટ અને ફીડિંગ કરાવતી મહિલાઓએ ગ્રીન કોફી ન પીવી જોઈએ. તેનાથી મેટાબોલિઝ્મ પર ખરાબ અસર પડે છે.

 

- જો તમને થાઇરોઇડ હોય તો ગ્રીન કોફી લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

 

 

આ પણ વાંચોઃ- હરસની સમસ્યાથી છુટકારો મેળવવા સવાર-સાંજ પીવો 5 ગ્રામ મેથી અને સોયાના દાણાનું પાણી