હૃદયની બીમારીને દૂર કરશે અને હાડકાંને મજબૂત કરશે આ ફ્રુટ

divyabhaskar.com

May 24, 2018, 04:22 PM IST
રાસબરીના ફાયદા | Raspberry health benefits

હેલ્થ ડેસ્કઃ ગરમીની સિઝનમાં રાસબરી આવે છે. ખાટા મીઠા સ્વાદના કારણે આ અનેક લોકોને રાસબરી પસંદ છે, પરંતુ રાસબરીમાં એવા ગુણ છે જે હાર્ટ પ્રોબ્લેમ્સને દૂર રાખે છે. રાસબરીના ગુણ અંગે ઓછો લોકોને માહિતી છે. આજે અમે તમને રાસબરીના હેલ્થ બેનિફિટ્સ જણાવીશું.

- રાસબરી હૃદયને સુરક્ષિત રાખે છે. ભલે તે માત્ર ઉનાળામાં આવે પરંતુ તેને સૂકવીને પણ ખાઇ શકાય છે.
- રાસબરી બ્લડ પ્રેશર ઓછું કરે છે. સાથે હૃદયની બીમારીઓના ડરને પણ ઓછો કરે છે.
- તેમાં પોટૅશિયમ અને બીજા કેટલાંય મિનરલ છે, જેથી તે બ્લડ પ્રેશરને સંતુલિત બનાવી રાખે છે.
- જો રાસબરીને સૂકવીને રાખવામાં આવે છે તો તે ફાઇબરનો સારો સ્ત્રોત છે.
- વજન ઓછું કરવાવાળા તેને ડાયટ ચાર્ટમાં શામેલ કરી શકાય છે. પોટેશિયમના કારણે બ્લડપ્રેશર પણ કાબૂમાં કરી શકાય છે.

આ સમસ્યા નહીં રહે


- રાસબરી જો નિયમિત રીતે ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી લોહીનું જામવું, ખરાબ કોલેસ્ટેરોલ, આંખો સૂકાઇ જવા જેવી તકલીફ રહેતી નથી.
- એક રિપોર્ટ પ્રમાણે 12 અઠવાડિયા સુધી રોજ રાસબરીને ખોરાકમાં લેવામાં આવે તો 2 કિલો વજન ઘટાડી શકાય છે.
- લાંબા સમય પછી પચવાવાળું આ ફળ ભૂખ લાગવા દેતું નથી. સાથે તેમાં ફાયટોકેમિકલ્સ હોવાના કારણે તે હ્રદયના રોગથી બચાવે છે.
- સૂકી રાસબરીમાં બોરાન રહેતો હોય છે. જે હાડકાંને સ્વસ્થ બનાવે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસની ડર ના બરાબર પણ રહેતો નથી.

X
રાસબરીના ફાયદા | Raspberry health benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી