તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટ અને કમરનો ફેટ ઓછો કરશે આ 1 આસન, થાઈરોઈડને મટાડવામાં પણ કરશે મદદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હલાસન કરતી વખતે બોડીનો પોશ્ચર ખેતરમાં ચલાવવામાં આવતા હળ જેવો હોય છે એટલે તેને હસાલન કહેવામાં આવે છે. આ આસનને કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. વજન ઉતારવાથી લઈને થાઈરોઈડમાં બેસ્ટ છે આ આસન. 

 
હલાસન

 
- પીઠના બળે સૂઈ જાવ. પગ વાળીને રાખો. હથેળીઓ જમીન પર કમરની પાસે રાખો.
- ધીમે-ધીમે બંને પગને ઉપર ઉઠાવો. આવું કરતી વખતે પેટ અંદર લો અને શ્વાસ ખેંચો.
- પગને માથાની પાછળ જમીન પર ટકાવવાની કોશિશ કરો. હાથેથી પીઠ અને કમરને સપોર્ટ આપો.
- ત્રણથી 4 વખત આ રીતે કરો.

 
હલાસનના ફાયદા

 
-પેટ અને કમરની ચરબી ઓછી થાય છે.
-વાળ કાળા અને ભરાવદાર બને છે.
-સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ બને છે.
-થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.
-ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.
-ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે.
-પેટના મસલ્સ સ્ટ્રોન્ગ બને છે.
-કરોડરજ્જૂ મજબૂત અને ફ્લેક્સિબલ બને છે.
-મેનોપોઝમાં ફાયદો કરે છે.
-સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

 
કોણે ન કરવું હલાસન


-જેમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય
-જેમને હાઇ BPની પ્રોબ્લેમ હોય
-જેમને માથાના દુઃખાવા અને ચક્કર આવવાની પ્રોબ્લેમ હોય
-જેમને હાર્ટની પ્રોબ્લેમ હોય
-ગર્ભવસ્થા અને પીરિયડ્સમાં પણ ન કરો.