ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» પલાળેલી મગફળીના દાણા ખાવાના ફાયદા | health benefits of soaked peanuts

    રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા

    divyabhaskar.com | Last Modified - May 24, 2018, 03:57 PM IST

    જાણો પલાળેલી મગફળીના અઢળક ફાયદા અંગે
    • રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા
      રોજ પલાળેલી મગફળીના મુઠ્ઠીભર દાણા ખાશો તો થશે આ ફાયદા

      હેલ્થ ડેસ્કઃ ખોરાકમાં પલાળેલી મગફળીના મુઠ્ઠી ભરીને દાણા રોજ લેવામાં આવે તો શરીરના કેટલાંય રોગો પર કાબૂ કરી શકાય છે. પલાળેલી મગફળીના દાણા બ્લડ સર્ક્યૂલેશનને યોગ્ય કરશે અને હૃદયની બીમારીઓથી બચાવશે. સ્નાયુઓને આકાર આપી મજબૂત કરશે. સવારે મગફળી ખાવાથી શરીરને પ્રોટીન અને કેલ્શિયમ મળી શકે છે.

      - પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

      - બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે. મગફળીમાં રહેલા તેલવાળા અંશ ઉધરસને દૂર કરે છે. ભૂખ ઓછી કરે છે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં મદદ કરે છે.

      - મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે. મગફળી ડાયાબિટીસથી બચાવે છે અને સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે.

      - પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી6 રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે.

      મગફળીમાં એવું તો શું છે


      - પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે.
      - સૌથી અગત્યમાં તેમાં વિટામીન ઇ ઘણા પ્રમાણમાં હોય છે. તે સિવાય મગફળી એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પલાળેલી મગફળીના દાણા ખાવાના ફાયદા | health benefits of soaked peanuts
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `