દૂધમાં ચપટી જાયફળ મિક્સ કરીને પીવાથી દૂર થાય છે આ 8 સમસ્યાઓ

ડાઈજેશન, શરદી-ખાંસી, અસ્થમા, એનિમિયામાં ફાયદેમંદ છે જાયફળવાળું દૂધ

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 05:31 PM
Benefits Of drinking Milk with nutmeg

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જાયફળ એક એવો મસાલો છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળ માત્ર ખાવાનો ટેસ્ટ જ નથી વધારતો, પણ તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવાની જેમ અસર પણ કરે છે. તમે દૂધમાં જાયફળ નાખીને પી શકો છો. જાણો તેના ફાયદા અને ઉપયોગ રીત.


ઉપયોગ રીત


ગરમ દૂધમાં ચપટી જાળફળ પાઉડર મિક્ષ કરીને પીવું.


ફાયદા


ડાઈજેશન


જાયફળ અને દૂધ બંનેમાં ફાયબર હોય છે. આ ડ્રિંક પીવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત થતી નથી.


અલ્ઝાઈમર


જાયફળવાળા દૂધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી મેમરી તેજ થાય છે અને અલ્ઝાઈમર થવાની સંભાવના ઘટે છે.


સ્કિનમાં નિખાર


આ હેલ્ધી ડ્રિંક પીવાથી બોડીમાં રહેલાં હાનિકારક તત્વો દૂર થાય છે અને સ્કિનમાં નિખાર આવે છે.


શરદી-ખાંસી


જાયફળવાળા દૂધની તાસીર ગરમ હોય છે. જેથી શરદી-ખાંસીના ઈલાજમાં આ ડ્રિંક ફાયદેમંદ છે.


અસ્થમા


આ ડ્રિંકમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે અસ્થમાની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.


મજબૂત દાંત


દૂધ અને જાયફળ બંનેમાં ફોસ્ફરસ હોય છે. જેથી આ બંનેને સાથે લેવાથી દાંત મજબૂત થાય છે.


હેલ્ધી વાળ


જાયફળવાળા દૂધમાંથી કોપર મળી રહે છે. જેથી તેને પીવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.


એનિમિયા


જાયફળવાળા દૂધમાં આયર્ન સારી માત્રામાં મળી રહે છે. જેથી એનિમિયાના રોગમાં ફાયદો થાય છે.

X
Benefits Of drinking Milk with nutmeg
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App