આ 6 બેસ્ટ ફાયદા જોઈએ તો રોજ દૂધમાં તુલસીના 3-4 ઉકાળીને પીવો

સવારે ખાલી પેટ 1 ગ્લાસ દૂધમાં તુલસીના પાન મિક્સ કરી પીવો, આ રીતે થશે ફાયદો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 12:00 PM
સવારે તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બને છે
સવારે તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બને છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ તુલસી અને દૂધ સાથે સવારે ખાલી પેટ લેવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ દૂધમાં તુલસીના 3-4 પાન ધોઈ મિક્સ કરીને અથવા દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી ગજબના સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. તો જાણો તમે પણ.


આ છે 6 ફાયદા


હેલ્ધી સ્કિન


તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જેથી તેને રેગ્યુલર સવારે ખાલી પેટ દૂધની સાથે લેવાથી સ્કિન ઈન્ફેક્શનની પ્રોબ્લેમ દૂર થાય છે અને સ્કિન હેલ્ધી બને છે.


કેન્સર


તુલસીમાં એન્ટીબાયોટિક ગુણ હોવાથી તેને દૂધની સાથે લેવાથી તે કેન્સર સેલ્સને ખતમ કરે છે. જેનાથી કેન્સરનો ખતરો ટળે છે.


હેલ્ધી હાર્ટ


રેગ્યુલર સવારે ખાલી પેટ તુલસીવાળું દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. તેનાથી હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે.


વાયરલ ફ્લૂ


રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.


સ્ટ્રેસ


તુલસી અને દૂધમાં રહેલાં તત્વ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે.


શરદી-ખાંસી


તુલસી અને દૂધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી આ બન્નેને મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસીમાં ઝડપથી રાહત મળે છે.

X
સવારે તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બને છેસવારે તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બને છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App