• Home
  • Lifestyle
  • Health
  • કેરીનો રસ કેવી રીતે ખવાય | How to eat Aam Ras for health benefits

કેરીનો રસ ખાવો કે નહીં ? શું કહે છે મેડિકલ સાયન્સ અને આયુર્વેદ

થોડી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો કેરીના સ્વાદના આનંદની સાથે સ્વાસ્થ્યને પણ લાભ મળશે

divyabhaskar.com | Updated - Jun 02, 2018, 01:48 PM
કેરીનો રસ કેવી રીતે ખવાય | How to eat Aam Ras for health benefits

યુટિલિટી ડેસ્કઃ કેરીને ફળોનો રાજા કહેવાય છે, પણ તે તેના બધા ફાયદા શરીરને ત્યારે જ આપે છે, જ્યારે તેની સાથે ઘીનું પણ સેવન કરવામાં આવે. થોડી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો કેરીના સ્વાદના આનંદની સાથે સ્વાસ્થ્યને પણ લાભ મળશે. 1 વાડકી કેરીના રસમાં 1 ચમચી ઘી નાંખશો તો રસ નુકસાન નહીં કરે. કેરીની સાથે પર્યાપ્ત માત્રામાં ઘીનું સેવન કરવામાં આવશે તો તમારુ પાચન ખરાબ નહીં થાય.


આયુર્વેદ આવું કહે છેઃ ગરમીના લીધે શરીરમાં પાચનની અગ્નિ ઘણી ધીમી રહે છે. એવામાં કેરીને પચાવવા માટે પર્યાપ્ત અગ્નિ જોઈએ, જે ઘી આપી શકે છે. પિત્ત અને અગ્નિ એકબીજા સાથે સંબંધિત છે, જે વસ્તુ પિત્તને સંતુલિત કરે છે, તે પાચનની શક્તિને પણ ઓછી કરી દે છે. પણ ઘીમાં એવું થતું નથી. એ પિત્તને પણ ખત્મ કરી દે છે અને પાચનની તાકાત પણ વધારે છે. જો કોઈ વ્યક્તિમાં પાચનનું સામર્થ્ય નથી તો ઘી તેને પણ વધારી દેશે. અનેક ગુણોમાં ઘી દૂધના સમાન છે, કેમકે એ તેમાંથી જ બને છે. તો પણ દૂધના લીધે લોકોને પેટમાં ગડબડની ફરિયાદ થઈ જાય છે, પણ ઘીથી પાચન સુધરે છે.

કેરી કોણે ન ખાવી: કેરી એ પ્રજાતિમાં આવે છે, જેમાં પિસ્તા અને કાજૂ આવે છે. જે લોકોને પિસ્તા અને કાજૂથી એલર્જી છે, તેમણે કેરી પણ ન ખાવી જોઈએ.

મેડિકલ સાયન્સ શું કહે છે: કેરીમાં 20થી વધારે વિટામીન છે, સાથે જ ઘણા પ્રકારના માઈક્રો ન્યૂટ્રિએન્ટ્સ પણ હોય છે. એક કપ કાપેલી કેરીમાં 100 કેલરી, એક ગ્રામ પ્રોટીન, 0.5 ગ્રામ ફેટ, 25 ગ્રામ કાર્બ્સ, વિટામીન સી, વિટામીન એ, વિટામીન બી-6, વિટામીન-કે અને પોટેશિયમ હોય છે. કેરીના લીધે શરીરને કોપર, કેલ્શિયમ અને આયર્ન પણ મળે છે. સાથે જ જિકસનથિન જેવા એન્ટિઓક્સિડેન્ટ્સ મળે છે. તેમાંથી વધારે માઈક્રો-ન્યૂટ્રિએન્ટ્લ અથવા તો પાણીમાં મિક્સ થનારા હોય છે, કે પછી ફેટમાં. તેમાં ઘી નાંખવાથી આ એટલા બધા વિટામિન અને માઈક્રોન્યૂટ્રિન્ટ્સ માટે ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે. એક પ્રકારે ઈસોફેગસ એટલે ખોરાક નળીથી લઈને આંતરડા સુધી કેરીના રસ માટે એક સારુ વાતાવરણ બનાવી દે છે. જેનાથી તેના પાચનમાં તકલીફ થતી નથી.

(ડૉ. શ્રીલેખા હાડા - હોમિયોપેથ તથા ન્યૂટ્રિશનિસ્ટ, મુંબઈ)

X
કેરીનો રસ કેવી રીતે ખવાય | How to eat Aam Ras for health benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App