તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબજિયાત, ડાયબિટીસથી ભૂખ કંટ્રોલ કરવા સુધી 6 ફાયદા છે કાચાં કેળાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ આપણે ત્યાં મોટાભાગે કાચાં કેળાનો ઉપયોગ માત્ર શાક અને કોફ્તા બનાવવામાં જ કરવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ છે કે લોકો તેના ફાયદા વિશે અજાણ છે. કાચાં કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. સાથે જ આ શરીરને આખો દિવસ એક્ટિવ રહેવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટામિન B6 અને વિટામિન C કોશિકાઓને પોષણ આપવાનું કામ કરે છે. કાચાં કેળામાં હેલ્ધી સ્ટાર્ચ અને એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે. એવામાં નિયમિતપણે એક કાચું કેળુ ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 

કબજિયાત
કાચાં કેળા ખાવાથી આંતરડામાં જમા થયેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. કબજિયાતથી બચવા રોજ કાચાં કેળા ખાઓ.

 

વેટ લોસ
તેમાં ફાયબર્સની માત્રા ભરપૂર પ્રમાણ હોય છે. રોજ કાચાં કેળા ખાવાથી વજન ઉતારવામાં મદદ મળે છે.

 

ડાયબિટીસ
ડાયબિટીસની સમસ્યા હોય તો દિવસની શરૂઆત કાચાં કેળા ખાયને કરો. તેનાથી ડાયબિટીસ કંટ્રોલમાં રહે છે.

 

હાર્ટ પ્રોબ્લેમ
કાચાં કેળામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સીડેન્ટ્સ હોય છે. રોજ કાચાં કેળા ખાવાથી હાર્ટ સંબંધી અનેક બીમારીઓથી બચી શકાય છે.

 

 

ડાઇજેશન
રોજ કાચાં કેળા ખાવાથી ડાઇજેશન સારું રહે છે. જ્યારે પણ પેટ ખરાબ હોય તો કાચાં કેળા ખાઓ. આ દવાની જેમ કામ કરશે.

 

ભૂખ કંટ્રોલ
આ ભૂખને શાંત કરવામાં મદદ કરે છે. કાચાં કેળા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તેનાથી ભૂખ ઓછી લાગે છે.

 

 

 

આ પણ વાંચોઃ- ચહેરાના ડાઘ દૂર કરવાથી લઈ રિંકલ્સથી છુટકારો મેળવવા સુધી વિટામિન Eની 1 ગોળીના કરો 6 પ્રયોગ