ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ 1 આસન, રોજ માત્ર 5 મિનિટ કરી જુઓ

ડાયાબિટીસના દર્દીઓ રોજ 5 મિનિટ કરો આ આસન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 10:00 AM
કુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છે
કુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કુર્મનો અર્થ થાય છે કાચબો. આ આસનને કરતી વખતે વ્યક્તિની આકૃતિ કાચબા જેવી બની જાય છે, એટલા માટે તેને કુર્માસન કહેવાય છે. આ એક સરળ આસન છે. કુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છે. મન શાંત રહે છે અને શરીરમાં લચીલાપણુ આવે છે. જો તમને ડાયાબિટીસની બીમારી હોય અને લાંબા સમયથી કંટ્રોલ ન થઈ રહ્યું હોય તો નિયમિત રીતે કુર્માસન કરો. તેનાથી તમને જરૂર ફાયદો થશે. તો ચાલો આજે તમને જણાવી દઈ કુર્માસન કરવાની રીત અને તેનાથી મળતાં ફાયદા વિશે.


આગળ વાંચો કુર્માસનની રીત.

કુર્માસનને નિયમિત રીતે કરવાથી મન શાંત રહે છે
કુર્માસનને નિયમિત રીતે કરવાથી મન શાંત રહે છે

કુર્માસનની વિધિઃ-

 
- સૌથી પહેલા વજ્રાસનમાં બેસી જાઓ.

-પછી તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે તમારી કોણીને નાભિની બંને તરફ રાખીને હથેળીઓને મેળવીને ઉપર તરફ સીધી રાખો.

-ત્યારે બાદ શ્વાસ બહાર કાઢીને સામે તરફ નમો અને હડપચીને જમીન ઉપર સ્પર્શ કરાવો.

-આ દરમિયાન દ્રષ્ટિ સામે રાખો અને હથેળીને હડપચી કે ગાલ સાથે સ્પર્શેલી રાખો.

-થોડીવાર પછી આ સ્થિતમાં રહ્યા પછી પાછા મૂળ અવસ્થામાં આવી જાઓ.

 
કુર્માસનના લાભઃ-

 
આ આસન ડાયાબિટીસથી મુક્તિ અપાવે છે સાથે જ ડાયાબિટીસને કંટ્રોલમાં પણ રાખે છે. કારણ કે તેનાથી પેક્રિયાસને સક્રિય કરવામાં મદદ મળે છે અને આ આસનથી ઉદરના રોગોમાં પણ લાભ મળે છે.

X
કુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છેકુર્માસનને નિયમિત રીતે કરવાથી પીઠ મજબૂત બને છે
કુર્માસનને નિયમિત રીતે કરવાથી મન શાંત રહે છેકુર્માસનને નિયમિત રીતે કરવાથી મન શાંત રહે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App