Home » Lifestyle » Health » ઘરે બનાવો શેમ્પૂ, benefits and Recipe of Herbal Shampoo

ઘરે જ બનાવો હર્બલ શેમ્પૂ, સોલ્વ કરશે વાળની બધી જ સમસ્યાઓ

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 05:02 PM

સમસ્યા હોય નાની ઉંમરે ટાલ પડવાની કે વાળ સફેદ થવાની, વાપરો આ શેમ્પૂ

  • ઘરે બનાવો શેમ્પૂ, benefits and Recipe of Herbal Shampoo
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેવી રીતે ઘરે જ બનાવશો હર્બલ શેમ્પૂ?

    યૂટિલિટી ડેસ્ક: આજકાલ માર્કેટમાં મળતાં શેમ્પૂમાં હાર્ડ તત્વોનું પ્રમાણ બહુ ભારે હોવાના કારણે નાની ઉંમરે જ વાળ સફેદ થવાની, ટાલ પડવાની વગેરે સમસ્યાઓ દર ત્રીજી વ્યક્તિએ જોવા મળે છે. ઉપરાંત વાતાવરણમાં પ્રદૂષણ અને ગરમીના કારણે વીકમાં બેથી ત્રણવાર તો ઓછામાં ઓછું શેમ્પૂ કરવું જ પડે, જેના કારણે શેમ્પૂના હાર્ડ તત્વો વાળની સોફ્ટનેસને નાશ કરે છે. એટલે જ બજારમાં મળતાં આ તૈયાર શેમ્પૂની જગ્યાએ ઘરે બનાવેલ હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે તો, વાળની સોફ્ટનેસમાં પણ વધારો થાય છે અને વાળને થતું નુકસાન અટકે છે.


    કેવી રીતે ઘરે જ બનાવશો હર્બલ શેમ્પૂ?
    સામગ્રી:

    50 ગ્રામ બીજ કાઢેલા અરિઠા
    50 ગ્રામ સૂકાં આમળાં
    50 ગ્રામ શિકાકાઇ
    50 ગ્રામ મેથીના દાણા
    50 ગ્રામ એલોવેરાનો ગર્ભ

    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ શેમ્પૂ બનાવવાની રીત....

  • ઘરે બનાવો શેમ્પૂ, benefits and Recipe of Herbal Shampoo
    આ શેમ્પૂનું ફીણ ઓછું વળશે

    રીત: 

     

    આગળ જણાવેલ બધી જ સામગ્રીને એક લીટર પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને 5 મિનિટ ઉકાળો. પાણી ઠંડું થઈ જાય એટલે ગાળીને તેમાં 1 લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે હર્બલ શેમ્પૂ. એલ બોટલમાં ભરી લો, જ્યારે પણ વાળ ધોવાના હોય ત્યારે તેનો ઉપયોગ કરો.


    આ શેમ્પૂનું ફીણ ઓછું વળશે, પણ વાળ માટે ખૂબજ ફાયદાકારક છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending