Home » Lifestyle » Health » beneficial of coffee before workout for health

વર્કઆઉટ પહેલા કોફીનું સેવન, થાય છે આ ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 04:11 PM

થાક અને દુખાવાને દુર કરવા માટે કેટલાક લોકો કોફીનું સેવન કરવાનું પસંદ કરે છે

  • beneficial of coffee before workout for health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કોફીમાં રહેલા કેફીન ફેટ બર્ન કરવામાં મસલ્સની મદદ કરે છે

    યુટિલિટી ડેસ્કઃ એક્સરસાઇઝ કરતી વખતે માંસપેશિઓ ઝડપથી થાકી જાય છે, જેના કારણે યોગ્ય રીતે એક્સરસાઇઝ કરી શકાતી નથી. આ સમસ્યાના નિરાકરણ માટે તમે કોફીનું સેવન કરી શકો છો, કારણ કે કોફીમાં રહેલું કેફીન સારી રીતે વર્કઆઉટ કરવામાં મદદ કરે છે. તમે જેટલી એક્સરસાઇઝ કરો છો એટલો જ થાક પણ અનુભવો છો. થાક અને દુખાવાને દુર કરવા માટે કેટલાક લોકો કોફીનું સેવન કરવાનું પસંદ કરે છે. કોફીમાં રહેલા કેફીન ફેટ બર્ન કરવામાં મસલ્સની મદદ કરે છે. માંસપેશિઓ ઉર્જા માટે ગ્લાઇકોઝનનો ઉપયોગ કરે છે પણ જ્યારે એ ખતમ થઇ જાય છે તો માંસપેશિઓ નબળી પડી જાય છે. તેવામાં કોફીનું સેવન ફાયદાકરક રહે છે. આ ઉપરાંત કોફીનું સેવન તમારા સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. આજે અમે વર્કઆઉટ પહેલાં કોફી પીવાના ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ.

    દુખાવો ઓછો થાય છે


    વર્કઆઉટ શરૂ કરવાના એક કલાક પહેલા કોફીનું સેવન કરવું જોઇએ તેનાથી વર્કઆઉટ વખતે થતો દુખાવો ઓછો થવામાં મદદ મળે છે અને મસલ્સ જલદી થાકતા નથી.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય ફાયદા

  • beneficial of coffee before workout for health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વર્કઆઉટ પહેલાં કોફીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે

    બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો

    વર્કઆઉટ પહેલાં કોફીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે, જેના કારણે ટિશૂમાં ઓક્સિજનનો પ્રવાહ સારો રહે છે, જેનાથી વર્કઆઉટ દરમિયાન સારું પરફોર્મન્સ કરવામાં મદદ મળે છે.

  • beneficial of coffee before workout for health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વર્કઆઉટ કરતા પહેલાં 2 કપ કોફીનું સેવન ફાયદાકારક રહે છે

    મેમરીમાં સુધારો થાય છે

    તમને એવું લાગતું હશે કે એક્સરસાઇઝને મેમરી સાથે કોઇ સંબંધ હોતા નથી, પરંતુ એક્સરસાઇઝ કરવાની રીત યાદ કરવા માટે તે જરૂરી છે. વર્કઆઉટ કરતા પહેલાં 2 કપ કોફીનું સેવન ફાયદાકારક રહે છે. એક અભ્યાસ અનુસાર કોફીમાં રહેલાં કેફીનનું સેવન કર્યાને 24 કલાક સુધી મેમરી સારી રાખવામાં મદદ કરે છે. 

  • beneficial of coffee before workout for health
    કેફીન અને કાર્બનું સેવન શરીરમાં ગ્લાઇકોઝનની માત્રાને વધારી દે છે

    માંસપેશિઓ માટે ફાયદાકરક

    એક અભ્યાસ અનુસાર કેફીન અને કાર્બનું સેવન શરીરમાં ગ્લાઇકોઝનની માત્રાને વધારી દે છે, જે વર્કઆઉટ માટે ફાયદાકારક હોય છે. ગ્લાઇકોઝનથી શરીરને એક્સરસાઇઝ કરવા માટે સ્ટ્રેન્થ મળે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ