બીટ ખાવાના છે આ 7 ફાયદા, આજથી ભોજનમાં કરો સામેલ

બીટનો યુઝ સલાડ અને જ્યુસના રૂપમાં કરવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 06:08 PM
Beetroot gives you these amazing benefits

યુટિલિટી ડેસ્કઃ બીટનો યુઝ સલાડ અને જ્યુસના રૂપમાં કરવામાં આવે છે. લાલ રંગનું હોવાના કારણે તેને લોહી વધારનારું માનવામાં આવે છે. તેમાં સોડિયમ, પોટિશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આયોડીન, આયરન કેલ્શિયમ, વિટામિન B1, B2 અને વિટામિન C ભરપુર માત્રામાં હોય છે. તેમાં ફોલિક એસિડ પણ હોય છે.

શું કહે છે એક્સપર્ટ

આયુર્વેદિક એક્સપર્ટ વિનોદ શ્રીવાસ્તવ જણાવે છે કે બિટ એવી શાકભાજી છે જેને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેનાથી મળનાર ફાયદા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. જોકે સિમ્પલ શાકભાજીને ખાતા નથી. બીટના પતા ખાવાથી બોડીમાં કયારે પણ લોહીની અછત થતી નથી.

એનીમિયામાં ખુબ જ ફાયદાકારક

એ વાત સાચી છે કે બીટ લોહી વધારે છે. તેમાં આયન મોટા પ્રમાણમાં છે. તે રેડ બ્લડ વેસલ્સને બનાવવામાં મદદ કરે છે. જેનાથી એનિમિયાના રોગીઓને ફાયદો થાય છે.

કબ્જિયાતને દૂર કરે છે.

બિટમાં મોટા પ્રમાણમાં ફાઈબર આવે છે. આ કારણે તે કબજિયાત, ગેસ અને એસિડિટીને દૂર કરે છે. રાતે સૂતા પહેલા 1 ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી પેટ રિલેટેડ તમામ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો બીટ ખાવાથી થતા ફાયદા વિશે...

Beetroot gives you these amazing benefits

વધારે છે સેકસ પાવર

 

જૂના જમાનામાં બીટનો યુઝ સેકસ પાવર વધારવામાં કરવામાં આવતો હતો. બીટમાં મોટા પ્રમાણમાં બોરાન હોય છે. જે સેક્સ હોર્મોનને બનાવવામાં મદદ કરે છે.

 

પિરિયડ્સનો દુઃખાવો કરે છે ઓછો

 

રેગ્યુલર બીટ ખાવાથી પિરિયડ્સ ખુલીને આવે છે અને પીરીયડ્સના સમયે થનારું દર્દ પણ થતું નથી. આ પિરિયડ્સ દરમિયાન થનાર સુસ્તીને પણ દૂર કરે છે.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

Beetroot gives you these amazing benefits

મગજને કરે છે તેજ

 

બીટમાં કોલીન નામનું પોષક તત્વ હોય છે. જે આપણી યાદશક્તિને વધારે છે અને આપણા મગજને તેજ કરે છે. બીટ મગજમાં ઓક્સિજનના સરક્યુલેશનને જાળવી રાખે છે, જેનાથી બ્રેનમાં બ્લડનું સરક્યુલેશન સારું રહે છે.

 

આગળની સ્લાઈડમાં જાણો

Beetroot gives you these amazing benefits

ડાયાબિટિસને કરે છે કન્ટ્રોલ

 

ડાયાબિટિસના રોગીઓ માટે બીટ ખુબ જ ફાયદાકારક છે. તેમાંના એન્ટીઓક્સીડન્ટ બ્લડમાં સુગરના લેવલને વધવાથી રોકે છે.

 

સ્કીનને રાખે છે હેલ્ધી

 

બીટ ખીલ જેવા સ્ક્રીનના પ્રોબ્લેમને પણ દૂર કરે છે. તેને ખાવાથી સ્કીન ચમકે છે. બીટને ઉકાળીને તેના પાણીને ચેહરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે.

X
Beetroot gives you these amazing benefits
Beetroot gives you these amazing benefits
Beetroot gives you these amazing benefits
Beetroot gives you these amazing benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App